Last Update : 28-August-2012, Tuesday

 

૩૦૦ વોટ માટે ૩૦૦ તુક્કા !

- મન્નુ શેખચલ્લી

 

ગાંધીનગરમાં ભાજપની મહિલા કાર્યકરોનું સંમેલન થઈ ગયું.
સંમેલનમાં આપણા મુખ્યમંત્રીજીએ હાકલ કરી કે, 'જો દરેક બુથમાં ૩૦૦- ૩૦૦ મહિલાઓના વોટ ભાજપ માટે પડે તો આપણે પ્રચંડ બહુમતીથી જીતી જઈએ !'
પણ ૩૦૦- ૩૦૦વોટ લાવવા શી રીતે ? એ પણ દરેક બૂથમાં !?
અને એ પણ એવી બેઠકો પર, જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હારજીતનો માર્જીન માંડ ૧૦૦૦- ૧૫૦૦ વોટનો જહોય છે !
તો સાંભળો....
* * *
મુખ્યમંત્રીજી તો હાકલ કરીને જતા રહ્યા.
પોતાની પાછળ એક નિરીક્ષકને મૂકતા ગયા. એને કહ્યું, 'જુઓ, બહેનો જે આઇડિયા વિચારે તે બધુ નોંધી રાખો. પછી મને રિપોર્ટ આપો. ઓ.કે. ?'
મુખ્યમંત્રી ગયા. નિરીક્ષક ઉભો છે. બહેનો બેઠા છે. બધાં આઇડિયા વિચારી રહ્યા છે પણ આઇડિયા આવતો નથી.
ક્યાંથી આવે ? મતદાર બહેનો પાસે વોટિંગ કરાવવાનું તો છોડો, એમને વોટિંગ બુથ સુધી લાવવાનું કામ પણ ખાવાના ખેલ થોડા છે.
વિચાર ચાલી રહ્યો છે...
ત્યાં એક બહેનને આઇડિયા આવે છે ઃ 'સેલ ! સેલ ! સેલ ! વોટિંગ બુથની બહાર સાડીનું સેલ રાખવાનું ! દોડો... દોડો... ૫૦ ટકા ઓફ ! માત્ર આજનો દિવસ ! ચાલો, 'કમલ' સાડી સેલમાં... આપના મત મથકની બિલકુલ સામે... દોડો દોડો...'
કેટલાક બહેનોને આ તુક્કો ગમ્યો. કેટલાકને ના ગમ્યો.
'અલી, સાડી સેલ તો લગાડીએ પણ પછી એમાં ભાજપની ભગવા રંગની સાડીઓ ઘુસાડો તો કોઈ ના લે...'
'હા...એ ખરું.'
થોડીવાર પછી બીજી એક બહેનને આઇડિયા આવ્યો, 'ભગવો રંગ છોડો. મેચિંગ સેન્ટર ખોલો ! દરેક કલરના મેચિંગ બ્લાઉઝ પિસ...એ પણ ૬૦ ટકા ડિસ્કાઉન્ટમાં !'
'હા, પણ અલી, કેટકેટલા કટ-પિસો રાખવાનાં ? વળી બધાંને બતાડ બતાડ કોણ કરે ? વોટિંગ કરવા તો સામટું ૧૫- ૨૫ બહેનોનું ટોળું આવે... એમાં વળી કટપિસો ચોરાઈ ગયા તો ?'
'હા.. એ ખરું..'
ફરી વાતાવરણ ઠંડુ થઈ ગયું. ત્યાં વળી કોઈને ત્રીજો આઇડિયા સૂઝ્યો. 'પાપડ, અથાણા, ખાખરા, ભાખરવડી ! નાસ્તા ! બધું એકદમ ફ્રી !!'
'એકદમ ફ્રી ?'
'હા હા, એકદમ ફ્રી ! પેલી મતદારની સ્લીપ બતાડે એમને બબ્બે પેકેટ આપી જ દેવાના !'
'આ ચાલે હોં !'
એ પછી બધાં બહેનો શું શું મફત આપી શકાય એ વિચારવા લાગ્યા...બંગડીઓ, સ્ટીકર બિંદી પેકેટ, લિપસ્ટિક, ચણિયા ચોળી, ચાદર, ઓશિકાના ગલેફ... વગેરે.
બહેનો ગયા પછી મુખ્યમંત્રીજીએ નિરીક્ષકને પૂછ્યું, 'કેવું રહ્યું ?' નિરીક્ષક કહે, 'ઠીક હતું પણ કશું ફેર નહિ પડે.'
'કેમ ?'
'બહેનો ઊભા થતાં બોલતા હતાં કે, આ બધું તો સમજ્યા પણ 'ઘરનું ઘર' જેવું નહિ !'
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved