Last Update : 28-August-2012, Tuesday

 

અલવિદા, આર્મસ્ટ્રોંગ


પ્રસિદ્ધિ અને ખ્યાતિ અલ્પજીવી હોય છે. ફેસબુક-ટ્વીટરના જમાનામાં તો ખાસ. આજના જાણીતા લોકો આવતી કાલે શોધ્યા ન જડે તેની બિલકુલ નવાઇ લાગતી નથી. એવા સમયે ચાર દાયકા પહેલાંના એક નાયક- ચંદ્રયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ-ની વિદાયે ફરી એક વાર સંભારી આપ્યું છે કે પ્રસાર માધ્યમોની મજબૂર કૃપાથી બની બેઠેલા સેલિબ્રિટી કરતાં અસલી હીરો કેવા નક્કર અને જુદા હોય છે.
અમેરિકાના પ્રમુખ ઓબામાએ ભલે આર્મસ્ટ્રોંગને સૌથી મહાન અમેરિકનોમાંના એક ગણાવ્યા હોય, વીસમી સદીમાં તે સમસ્ત માનવજાતના મહાન સિદ્ધિવંતોમાંના એક હતા. જુલાઇ ૨૦,૧૯૬૯ના રોજ એપોલો ૧૧ યાનના 'ઇગલ' મોડયુલમાંથી ઉતરીને, ચંદ્ર પર પહેલું કદમ મૂકતી વખતે તેમણે ઉચ્ચારેલું વાક્ય 'ધેટ્સ વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ' માનવજાતની તવારીખનો અને પાઠ્યપુસ્તકોનો હિસ્સો બની ચૂક્યું છે. પહેલી સફળ ચંદ્રયાત્રાના મિશન કમાન્ડર તરીકે નીલ આર્મસ્ટ્રોંગ સૌથી જાણીતા અવકાશયાત્રી બની રહ્યા. માનવજાતની બે-ત્રણ પેઢી તેમનું નામ મોઢે કરીને મોટી થઇ, એમ કહી શકાય.
ઉડાન સાથે આર્મસ્ટ્રોંગને બાળપણથી જ લગાવ હતો. ડ્રાઇવિંગ લાયસન્સથી પણ પહેલાં, ૧૫ વર્ષની વયે તે વિમાન ઉડાડવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ ઓગસ્ટ ૫, ૧૯૩૦ના રોજ જન્મેલા નીલ આર્મસ્ટ્રોંગને હંમેશાં એવો અફસોસ થતો હતો કે ઉડ્ડયનના ઇતિહાસનાં ઘણાં સીમાચિહ્નો તેમના આવતાં સુધીમાં પાર થઇ ગયાં છે. એ બાબતમાં એક પેઢી મોડા પડયાનો ખટકો પણ તેમને રહેતો હતો.
એરોનોટિકલ એન્જિયરિંગનો અભ્યાસ કરનાર આર્મસ્ટ્રોંગની પહેલા પહેલી ચંદ્રયાત્રામાં પસંદગી થઇ, તેમાં કેવળ નસીબનો ખેલ ન હતો. ત્યાર પહેલાં સાત વર્ષ સુધી તેમણે પોતાની પ્રતિભા અને પાઇલટ તરીકેની આવડત પુરવાર કરી બતાવી હતી. ચંદ્રયાત્રા પહેલાંના સમયમાં ચીલઝડપી રોકેટ પ્લેન ઉડાડવામાં આર્મસ્ટ્રોંગે ઘણી ખ્યાતિ મેળવી હતી. કલાકના છ-સાડા છ હાજર કિલોમીટરની ઝડપ ધરાવતાં રોકેટમાં પાઇલટ તરીકે તેમની કામગીરી વખણાઇ હતી. તેમના એક સહકાર્યકરે આર્મસ્ટ્રોંગની ગ્રહણશક્તિ વાદળી જેવી અને યાદશક્તિ ફોટોગ્રાફ જેવી હોવાનું કહ્યું હતું.
આર્મસ્ટ્રોંગની જગ્યાએ બીજા કોઇ પણ અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતરનાર પહેલા માણસ તરીકે આટલી જ પ્રસિદ્ધિ મળી હોત, પણ પ્રસિદ્ધિ સાથે પનારો પાડવાની બાબતમાં આર્મસ્ટ્રોંગ જુદા તરી આવ્યા. લોકોને છાપરે ચડાવનારાં પ્રસાર માધ્યમોની એ સમયે અમેરિકામાં કમી ન હતી. છતાં, આર્મસ્ટ્રોંગ ચંદ્રયાત્રા પહેલાં અને પછી સામાન્ય જિંદગી જીવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા. અંતર્મુખી અને અતડા ગણાઇ જવાની પરવા કર્યા વિના, તેમણે પ્રસિદ્ધિની સારી એવી પરેજી પાળી. અંગત જીવનમાં પહેલી પત્ની સાથે લગભગ ચાર દાયકાના દાંપત્યજીવન પછી છૂટાછેડા થતાં ૧૯૯૯માં તેમણે પુનઃલગ્ન કર્યાં.
ચંદ્રયાત્રાના હીરો તરીકે અમેરિકામાં આર્મસ્ટ્રોંગનાં માનપાન છેવટ સુધી રહ્યાં. સાથોસાથ, આર્મસ્ટ્રોંગ સેલિબ્રિટિ બનીને મહાલવાની લાલચથી દૂર રહ્યા. ચંદ્ર પર પહેલો પગ મુકનાર તરીકે પણ તેમણે કદી આપવડાઇ કરતાં નિવેદનો આપ્યાં નહીં. તે હંમેશાં કહેતા હતા કે ચંદ્ર પર પહેલો પગ મુકવાનું સૌભાગ્ય તેમને મળ્યું તે કેવળ યોગાનુયોગ હતો અને અગાઉથી આ માટે તેમની પસંદગી થઇ ન હતી. સફળ ચંદ્રયાત્રાના મિશન કમાન્ડર તરીકેની કામગીરી માટે પણ તે બડાઇ મારવાને બદલે કહેતા હતા કે એમાં એમણે કશી ધાડ મારી નથી. એ તેમનું કામ હતું ને તેમણે કર્યું. મૂન મિશનમાં સામેલ થવા અંગે પણ તેમણે કહ્યું હતું કે (એક પાઇલટ તરીકે) તેમના માટે ચંદ્રયાત્રા કરતાં પણ, એક નવું વાહન (અવકાશયાન) ચલાવવાનું મળશે એનો રોમાંચ વધારે હતો. સફળ ચંદ્રયાત્રા પછી અમેરિકન પરંપરા પ્રમાણે આત્મકથા લખી પાડી હોત તો એ લાજિમ પણ ગણાત અને તેમને કરોડો કમાવી આપનારી બની રહેત. પણ તે એ ધંધામાં ન પડયા. છેક ત્રણ દાયકા પછી તેમણે એક લેખકને સહકાર આપીને પોતાની જીવનકથા પ્રસિદ્ધ થવા દીધી. ચંદ્રયાત્રા પછી બે વર્ષ સુધી 'નાસા'ના સેવાઓ આપ્યા પછી, પોતાની ખ્યાતિ વટાવતા રહેવાને બદલે તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ શીખવવાનું વધારે પસંદ કર્યું. યુનિવર્સિટી ઓફ સિનસિનાટીમાં તે બાકાયદા અધ્યાપક થઇને વિદ્યાર્થીઓને એરોનોટિકલ એન્જિનિયરિંગ શીખવવાનો આનંદ-સંતોષ મેળવવા લાગ્યા. તેમની પ્રકૃતિ જાણી ગયેલા પત્રકારોએ પણ થોડા વખત પછી તેમનો કેડો મૂકી દીધો.
આર્મસ્ટ્રોંગનું અવતારકાર્ય ક્યારનું પૂરું થઇ ચૂક્યું હતું, પણ તેમની મહાન સિદ્ધિ જેટલી જ પ્રેરણાદાયક બાબત એ સિદ્ધિ પછીની, હવા ભરાયા વગરની તેમની જિંદગી હતી. પ્રસિદ્ધિથી દૂર રહેવાની પરંપરા તેમના પરિવારે મૃત્યુ ટાણે પણ નિભાવી. તેમનું ક્યાં અને ક્યારે મૃત્યુ થયું તેની ઝીણી ઝીણી વિગતો આપવાને બદલે, ફક્ત ટૂંકા સમાચાર જ આપ્યા અને તે મરણોપરાંત છીછરા 'સેલિબ્રિટી' ન બની જાય તેની કાળજી રાખી.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved