Last Update : 28-August-2012, Tuesday

 

રવિવારે ડર્ટી પિક્ચર અને ડર્ટી પોલીટીક્સ
કેવું કૌભાંડ ને કેવી વાત શીદને આટલો બધો હોબાળો

 

- વડાપ્રધાને સોમવારે સંસદમાં મચક ના આપી ઃ 'ટ્વીટર' પર આપ્યું સ્ટેટમેન્ટ

વડાપ્રધાન મનમોહનસિંહે કોલસા કૌભાંડ અંગેના 'કેગ'ના અહેવાલોનો આજે સંસદમાં છેદ ઉડાડી દીધો હતો. વિરોધ પક્ષોએ બરાબર હોમવર્ક કરીને આક્ષેપો કરવા જોઈએ અને સરકાર કેગના અહેવાલને કોર્ટમાં પડકારવાનું વિચારી રહી છે. વિપક્ષોએ સંસદની કામગીરી ચાલવા દેવી જોઈએ એમ કહીને વિપક્ષોના માટે ઉહાપોહ અને કોલસા કૌભાંડનું પિલ્લું વાળવાનો પ્રયાસ કરાયો હતો.
જેમ કોઈ ગુનેગાર પોતાનો ગુનો કબૂલતો નથી એવું કૌભાંડી રાજકારણીઓ માટે છે. કોઈ રાજકારણીએ ક્યારેય કૌભાંડ કર્યું હોવાનું સ્વીકાર્યું નથી. ટેલિકોમ કૌભાંડના સૂત્રધાર ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા હોય કે કોમનવેલ્થ કૌભાંડના પ્રણેતા સુરેશ કલમાડી હોય વગેરેએ જેલની સજા થઈ હોવા છતાં ગુનો કબૂલ્યો નથી તો પછી સરકારના વડા એવા વડાપ્રધાન કોલસા કૌભાંડ અંગે પોતાની જાતને કેવી રીતે જવાબદાર કહેવડાવે ?
વડાપ્રધાને જે ખુલાસો કરવાનો હતો તે કરી દીધો છે તેમની વાત સ્પષ્ટ છે. શનિવારે કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે જે ઝીરો લોસની વાત કરી હતી તેને વડાપ્રધાન પણ વળગી રહ્યા હતા. એક તરફ સંસદમાં વડાપ્રધાનના રાજીનામા અંગે એનડીએમાં પડેલી ફાટફૂટ વધુ પહોળી થઈ હતી. જનતા દળ (યુ)ની જેમ અકાલી દળ વડાપ્રધાનને ખુલાસો કરવા દેવો જોઈએ. તે બાબતની તરફેણ કરી હતી.
વડાપ્રધાને કેવું કૌભાંડ, કેવી વાત અને શેનું રાજીનામું એ પ્રકારનું કહીને વિપક્ષને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અહીં એક વાત સ્પષ્ટ છે કે જ્યારે કેગનો અહેવાલ આવ્યો ત્યારે વડાપ્રધાન સંસદમાં કંઈ કહેવા તૈયાર નહોતા. પરંતુ વિપક્ષોએ તેમના રાજીનામા માટે પ્રેશર વધારતા સંસદમાં જવાબ આપવાની મને ફરજ પડી હતી.
ઓગસ્ટના અંતિમ ભાગમાં ઓગસ્ટ ક્રાંતિનો અનુભવ જણાઈ રહ્યો છે. લોકો એક તરફ રવિવારે ટી.વી. પર ડર્ટી પિક્ચર પણ જોતા હતા અને બીજી તરફ દેશમાં ચાલતું ડર્ટી પોલીટીક્સ પણ જોતા હતા. પિક્ચરમાં આવતી જાહેરખબરો દરમ્યાનના સમયમાં અરવિંદ કેજરીવાલના ઘેરાવ કાર્યક્રમની સ્થિતિ જોઈ લેતા હતા. સ્પોર્ટ્સ ક્ષેત્રે સુપર સન્ડે હતો તો રાજકીય ક્ષેત્રે તે પડકારભર્યો બન્યો હતો.
યુપીએ સરકાર કોલસા કૌભાંડ અંગે સ્પષ્ટતા કરવા તૈયાર છે જ્યારે એનડીએ વડાપ્રધાનનું રાજીનામું લેવા મક્કમ છે. રવિવારે સત્તાધારી પક્ષે વિરોધ પક્ષો સાથે બેઠકો કરીને સમાધાન માટે પ્રયાસો કર્યા હતા. પડદા પાછળના આ પ્રયાસો મહત્ત્વના સાબિત થાય તેમ હતા. પરંતુ અરવિંદ કેજરીવાલના ઘેરાવ કાર્યક્રમોએ સરકાર અને વિરોધ પક્ષ બંનેની ઉંઘ હરામ કરી નાખી હતી.
કોલસા કૌભાંડમાં વડાપ્રધાન અને કોંગ્રેસ જવાબદાર છે એમ કહેતા વિરોધ પક્ષને પણ અરવિંદ કેજરીવાલે બદનામ કર્યો હતો. ઘેરાવ કરનારા કહેતા હતા કે કોંગ્રેસ અને ભાજપ બંને કોલસા કૌભાંડમાં જવાબદાર છે બંનેના હાથ દલાલીમાં કાળા છે, પ્રજા ગુંચવાયેલી છે કોણ સાચું છે તે હજુ સ્પષ્ટ થતુ નથી પરંતુ જે સત્તા પર હોય તે દંડાય તે સ્વાભાવિક છે.
ભારતમાં ભ્રષ્ટાચાર એ નવી વાત નથી. ભ્રષ્ટાચાર વિનાનું ક્ષેત્ર શોધવું મુશ્કેલ છે. દેશની આઝાદીને સાડા છ દાયકા જેવો સમય પસાર થવા છતાં દૂર ઉંડાણના ગામો હજુ અવિકસિત છે. સરકારની સહાય પૈકી ૮૦ ટકા સહાય ભ્રષ્ટ હાથોમાં પહોંચી જાય છે. વર્ષોથી આવી સહાયક યોજનાઓ આવે છે જેના પૈસા ચાંઉ થઈ જાય છે. ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે તે વાત પણ હવે નવી નથી, લોકો ભ્રષ્ટાચારની વચ્ચે રહીને પોતાનું કામ કઢાવતા શીખી ગયા છે.
યુપીએ કેન્દ્ર સરકારે વિપક્ષ સાથે સમાધાન કરવા અને તેના પગલે સંસદના બંને ગૃહો ચાલી શકે અને લોકઉપયોગી બીલો પર ચર્ચા થઈ શકે. લોકસભાના અધ્યક્ષ મીરાંકુમારે સોમવારે ૧૧ વાગે દરેક પક્ષના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી હતી. ખાસ કરીને ભાજપના નેતાઓને સમજાવવા પ્રયાસ થયો હતો. વડાપ્રધાનને સંસદમાં ખુલાસો રજૂ કરવા માટે સમય આપવો જોઈએ એવા મત સાથે ભાજપ સિવાયના તમામ પક્ષો સંમંત હોવાનું જણાયું હતું.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ૨- ય્ ટેલિકોમ કૌભાંડ બહાર આવ્યું ત્યારે સંસદનું આખું સત્ર ઠપ્પ થઈ ગયું હતું એવું જ કોલસા કૌભાંડમાં થશે એમ મનાઈ રહ્યું છે. સંસદને હવે બે અઠવાડિયા બાકી રહ્યા છે. વડાપ્રધાનના ખુલાસા પછીની સંસદની સ્થિતિ ડામાડોળ હતી, ભાજપનો લડાયક મૂડ પણ થોડો કૂણો પડતો દેખાતો હતો.
સંસદને ચાલવા દેવી જોઈએ તેવા ઉભા થયેલા સૂર પાછળ સંસદના ખર્ચના અહેવાલોનો મારો પણ શરુ થયો હતો. સંસદ ઠપ્પ રહેવાથી દેશને થતા મોટામસ નુકસાનથી પણ પ્રજા ચિંતિત હતી.
સંસદ ભવનમાં ચારે બાજુ બળાપો જોવા મળતો હતો. કાયદા પ્રધાન સલમાન ખુરશીદ એમ કહેતા હતા કે, વડાપ્રધાનને નિવેદન આપવાની ફરજ પાડવી એ શરમજનક બાબત છે. બીજી તરફ વડાપ્રધાનની વ્હારે ઇન્ટરનેટની માઇક્રો બ્લોગીંગ વેબસાઇટ ટ્વીટર આવી હતી. વડાપ્રધાને તેમનું નિવેદન ટ્વીટર પર મૂકીને આખી ટેકસ્ટ પ્રજા સુધી પહોંચાડી હતી. વડાપ્રધાન આવતીકાલે ઇરાનના સત્તાવાર વિદેશ પ્રવાસે જવાના છે. વિરોઘ પક્ષ ખાસ કરીને ભાજપે નવેસરથી વ્યૂહરચના કરવી પડશે. આ તબક્કે તો વડાપ્રધાને ધારદાર ખુલાસો કરીને વિપક્ષોની તેજાબી રજૂઆતને ડાયલ્યૂટ કરી નાખી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved