Last Update : 28-August-2012, Tuesday

 
દિલ્હીની વાત
 
...અચ્છી હૈ ખામોશી...
''હજારોં જવાબો સે અચ્છી હૈ ખામોશી...'' એમ કહીને વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે કરેલો ખુલાસા બંધ જવાબ વિરોધ પક્ષો, ખાસ કરીને ભાજપની બોબડી બંધ કરી દે તેવો હતો. મારા ઉપરના તમામ આક્ષેપો ખોટા છે અને વિરોધપક્ષોએ બરાબર હોમવર્ક કરીને આક્ષેપો કરવા જોઈએ. મૂળ તો વડાપ્રધાને ''કેવું કૌભાંડ ને કેવી વાત ?'' એમ કહીને વિપક્ષને ચિત્ત કરી દીધા હતા. લોકસભામાં તો નિવેદન નહીં- રાજીનામું આપોના નારા વાગતા રહ્યા અને વડાપ્રધાન બોલતા રહ્યા હતા.
ખામોશી બિના છુટકો નહોતો
વડાપ્રધાનનો ખુલાસો ભાજપને ગળે ઉતરે એવો નહોતો. વડાપ્રધાનના નિવેદનને અરૃણ જેટલી અને સુષ્મા સ્વરાજે ફગાવી દીધું હતું. તેમના મતે કોંગ્રેસને કોલસાની ખાણોની ફાળવણીમાં મોટી મલાઈ મળી છે. સુષ્મા સ્વરાજ કહે છે કે ફરીવાર ખાણોની હરાજી કરો. વડાપ્રધાને અચ્છી હૈ ખામોશી વાળી વાત કરી તેની પણ સુષ્મા સ્વરાજે ટીકા કરી હતી કે ખામોશી રાખ્યા વીના વડાપ્રધાનને છુટકો નહોતો !!
હકીકતે ; વિપક્ષની જીત
એક તરફ વડાપ્રધાને તેમના નિવેદનની શરૃઆતમાં એમ કહ્યું કે બધી જવાબદારી મારી છે. અને પછી આખા નિવેદનમાં બીજાઓ પર જવાબદારી ઢોળી હતી. હરાજીની પ્રક્રિયા અંગે ૨૦૦૪માં વિવાદ થયો ત્યારે વડાપ્રધાન ઓફીસે જ તેનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાનના ખુલાસાથી અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે. જો કે રાજકીય નીરીક્ષકો કહે છે કે ખુલાસા કરવા વડાપ્રધાને ઉભા થવું પડે તે વિપક્ષની જીત છે અને સત્તાધારી પક્ષની હાર છે..
અંતે સોશ્યલ નેટવર્કનો સહારો
જે સોશ્યલ નેટવર્કીંગ સામે સરકાર લાલ આંખ કરતી હતી તેજ નેટવર્ક આજે તેમના કામે આવ્યું હતું. વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન સખત શોર-બકોર વચ્ચે સાંભળી શકાય એમ નહોતું. ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતે આ નિવેદન લોકો સમક્ષ પહોચે તે જરૃરી હતું. અંતે માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટરનો સહારો લેવાયો હતો જેના પર વડાપ્રધાનનું સમગ્ર નિવેદન મુકાયું હતું.
કેજરીવાલે પાણી બતાવ્યું...
અણ્ણા હજારેએ રાજકીય પક્ષ રચીને પોતાનું આદોલન સમેટયુ ત્યારપછી પ્રથમવાર અણ્ણાની ગેરહાજરીમાં પણ આંદોલન થઈ શકે છે તેમ અરવિંદ કેજરીવાલે કરી બતાવ્યું હતું. ઈન્ડિયા એગેન્સટ કરપ્શનના કાર્યકરોએ ગેરીલા પધ્ધતિ અપનાવીને પોલીસને હંફાવી હતી. રવિવારે અરવિંદ કેજરીવાલે આંદોલનનો તખ્તો આંચકી લીધો હતો. આ આંદોલનમાં કિરણ બેદીની ગેરહાજરી સૌને ખુંચી હતી. કાર્યકર્તાઓ વડાપ્રધાન અને ભાજપ પ્રમુખ નીતીન ગડકરીનું રાજીનામું માગતા હતા. તેમજ કોલ લાયસન્સ રદ કરવાની માગણી કરતા હતા.
Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved