Last Update : 28-August-2012, Tuesday

 

હિંદી સિનેમાના વિકાસમાં ગુજરાતીઓનું પ્રદાન

વિચાર વિહાર - યાસીન દલાલ
- સંશોધન થાય અને પૂરતું દસ્તાવેજીકરણ થાય તો હજી ઘણી નવી વિગતો બહાર આવી શકે છે

 

ચાલુ વરસ હંિદી સિનેમાનું શતાબ્દિ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યુ છે ત્યારે હંિદી સિનેમાના વિકાસમાં ગુજરાતીઓના પ્રદાન વિશે સંશોધન થવું જોઈએ. પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ બનાવનાર નિર્માતા અરદેશર ઇરાની પારસી એટલે કે ગુજરાતી. મુંબઈમાં એમનું મેજેસ્ટીક નામનું સિનેમાઘર પણ હતું, પણ જૂના સ્મારકો નહી જાળવવાની આપણી કુટેવને લીધે એ સિનેમાઘર તોડી નાખવામાં આવ્યું છે. અરદેશર ઇરાની એટલા મહાન હતા કે ભારતની આસપાસના પડોશી દેશો સુધી એમની ખ્યાતિ પહોંચી હતી. ઇન્ડોનેશિયા અને મલયેશિયા જઈને એમણે ફિલ્મો બનાવી હતી એ જ અરસામાં કલકત્તામાં જે. એફ. માદન નામના નિર્માતાએ પણ ફિલ્મો બનાવી હતી. તેઓ પણ ગુજરાતી હતા.
એક વખતના મહાન કોમેડીયન અને ‘અલબેલા’ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર માસ્ટર ભગવાન કોની પાસે એક્ટીંગ શીખ્યા છે એ જાણવું છે ? ચાલીસીના દાયકાના મશહૂર કોમેડિયન નૂરમહમદ ચાર્લી ધોરાજીના મેમણ હતા અને એમની દોસ્તીમાંથી માસ્ટર ભગવાને પ્રેરણા લીધી હતી. ચાર્લીએ જે ફિલ્મોમાં કામ કર્યું એ રણજીત મૂવિટોન જામનગરના સરદાર ચંદુલાલ શાહની માલિકીનું હતું. એમણે પોતાની કંપનીનું નામ જામસાહેબ રણજીતસંિહ ઉપરથી પાડેલું અને પ્રતીક તરીકે ઘોડો રાખેલો. રણજીત મૂવિટોને એકસોથી વઘુ ફિલ્મો બનાવી જેમાં ‘જોગન’, ‘પાપી’, ‘ગુણસુંદરી’, ‘તાનસેન’, ‘હમલોગ’, ‘ઠાકોર’, ‘અછૂત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એમની છેલ્લી ફિલ્મ મીનાકુમારીને ચમકાવતી ‘અકેલી મત જઇયો’ હતી. સરદાર ચંદુલાલ શાહને સટ્ટો રમવાની ટેવ હતી એ ટેવમાં એકવાર એ કરોડો રૂપિયા હારી ગયા. કોઈ બહાના બતાવવાના બદલે એમણે સ્ટુડિયો ઉપરાંત બધી મિલકત વેચીને દેવું ચૂકવી દીઘું પણ સેંકડો મહાન ફિલ્મો બનાવીને એ અમર થઈ ગયા.
એ જ અરસામાં ચીમનલાલ દેસાઈએ સાગર ફિલ્મ કંપની શરુ કરી અને અનેક યાદગાર ફિલ્મો આપી. મેહબૂબને એમની કંપનીમાં નોકરી મળી અને ‘અલીબાબા ચાલીસ ચોર’માં એક ચોર તરીકે એમણે પહેલી ભૂમિકા કરી. એમની પ્રતિભા જોઈને ચીમનલાલ દેસાઈએ એમની વાર્તા ઉપરથી ‘અલહીલા લ’ નામનું ચિત્ર બનાવ્યું અને દિગ્દર્શન પણ મહેબૂબે જ કર્યું. પાછળથી એમની કંપનીનું નામ નેશનલ સ્ટુડિયો થઈ ગયું. મહેબૂબે ‘રોટી’, ‘નજમા’ અને ‘ઔરત’ જેવી ફિલ્મો એ કંપનીના નેજા હેઠળ બનાવી. પાછળથી સ્વતંત્ર થઈને એમણે પોતાની ફિલ્મ કંપની સ્થાપી અને ‘અનમોલ ઘડી’, ‘એલાન’, ‘અંદાજ’, ‘અમર’, ‘અનોખી અદા’ જેવી ઉત્તમ ફિલ્મો બનાવતા ગયા. ગુજરાતના નવસારીના આ અભણ સજ્જને પાછળથી ‘મધર ઇન્ડિયા’ જેવી ઉત્તમ કલાકૃતિનું નિર્માણ કર્યું અને એનું શુટંિગ પણ નવસારી અને બિલીમોરાની આસપાસના ખેતરોમાં કર્યું. ભારતના ગામડામાં એક કિસાન મહિલાની કેવી અવદશા છે એનું હૃદયસ્પર્શી ચિત્રણ આખી દુનિયાની વાહ વાહ મેળવી ગયું અને મહાન ફિલ્મ ઓસ્કારમાં આપણી પ્રથમ એન્ટ્રી બનીગઈ. નોમિનેશન મળ્યું પણ એક મતથી ફેલિનીની ફિલ્મ પાસે એ હારી ગઈ, પણ એમનું નામ ઓસ્કારના પહેલા નોમિનેશન દ્વારા અમર થઈ ગયું.
‘બૈજુ બાવરા’ અને ‘રામ રાજ્ય’ તથા ‘ભરત મિલાપ’ જેવી અમર ફિલ્મોના સર્જક વિજય ભટ્ટ પણ ગુજરાતી હતા. તેઓ વીરપુર અને પાલીતાણા બંને સાથે સંકળાયેલા હતા. એમણે મૂંગી ફિલ્મોથી શરુ કરીને બોલતી ફિલ્મો સુધી અનેક યાદગાર ફિલ્મો બનાવી. ‘બૈજુ બાવરા’થી મીના કુમારી મહાન અભિનેત્રી બની ગઈ અને નૌશાદે ઉત્તમ શાસ્ત્રીય સંગીત આપ્યું. નૌશાદને પણ ગુજરાત સાથે ઘનિષ્ઠ નાતો હતો. વિરમગામમાં એક નાટક મંડળીમાં એ સંગીત આપતા એમના જ કુટુંબી અરુણ ભટ્ટ પણ અનેક ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા હતા. વિજય ભટ્ટની સંસ્થા પ્રકાશ પિક્ચર્સ એ જમાનામાં સફળતાનો પર્યાય હતી. એમણે ‘હિમાલય કી ગોદ મેં’ જેવી હેતુસર્જક ફિલ્મ પણ બનાવી જેમાં ડોક્ટરોને ગામડામાં જવાનો સંદેશ હતો. વરસો પહેલા અસ્પૃશ્યતા ઉપર એમણે ‘પનઘટ’ બનાવી અને પાછળથી એ જ વિષય ‘પ્યાસે પંછી’ બનીને ફરીથી આવ્યું.
એક પછી એક ઐતિહાસિક ફિલ્મો બનાવનાર સોહરાબ મોદી અને એમનું મિનરવા મૂવીટોન પણ સિનેમાના ઇતિહાસમાં અમર થઈ ગયું છે. એમણે ‘પૃથ્વી વલ્લભ’ ઉપરાંત ‘સિકંદર’ અને ‘ઝાંસી કી રાની’ જેવી ઉમદા ફિલ્મો આપી. ઉપરાંત ‘રાજહઠ’ તથા ‘કુંદન’ અને ‘જેલર’ પણ બનાવી. ‘જેલર’ બે વાર બની ‘કુંદન’ વિક્ટર હ્યુગોની વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘લા મિઝરેબલ’ ઉપરથી બનેલી. એમની ‘પુકાર’ પણ યાદગાર ફિલ્મ હતી જેમાં વિતેલા જમાનાના મહાન કલાકાર ચંદ્રમોહનનો યાદગાર અભિનય હતો. ‘શીશ મહલ’ જેવી ફિલ્મમાં એમણે રજવાડાઓની પડતીનું ચિત્રણ કરેલું. એમાં દિલીપકુમારના સાસુ નસીમબાનુની યાદગાર ભૂમિકા હતી. સોહરાબ મોદી પોતે પણ એક ઉમદા ચરિત્ર અભિનેતા હતા. એમની સંવાદ ઉચ્ચારવાની કળા અદ્‌ભુત હતી.
એ જમાનો સ્ટંટ ફિલ્મોનો હતો અને આ ક્ષેત્રે વાડિયા બંઘુઓનું નામ દંતકથા જેવું હતું. હોમી વાડિયા અને જે.બી.એચ. વાડિયા બંને ભાઈઓએ એક પછી એક ધાર્મિક અને પોષક ફિલ્મો ધડાધડ બનાવીને તરખાટ મચાવી દીધો. એમની જાણીતી ફિલ્મોમાં ‘હાતિમતાઈ’, ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ અને ‘અલાદીન જાદુઈ ચિરાગ’ મુખ્ય હતી. ફિલ્મો રંગીન થઈ ત્યારે પણ તેમણે ‘ઝબક’ જેવી સફળ ફિલ્મ બનાવી હતી. એમણે પ્રારંભમાં ‘મેલા’ જેવી સફળ સામાજિક ફિલ્મ પણ બનાવી હતી વાડિયા બ્રધર્સ અને સોહરાબ મોદી બંને પારસી હતા.
એ. જી. નડિયાદવાલાએ ‘પુષ્પા’ પિકચર્સના નેજા હેઠળ અનેક કોમર્શિયલ ફિલ્મો બનાવી છે. તેઓ નડિયાદના મેમણ છે અને હજી એમની કંપની ફિલ્મો બનાવે જ છે. એ જ રીતે ઇસ્માઇલ મેમણ પણ જાણીતા નિર્માતા હતા એમણે ‘ચંદન કા પલના’ જેવી ફિલ્મ બનાવેલી એમણે સંજીવકુમારને લઈને પણ અનેક ફિલ્મોનું નિર્માણ કરેલું.
સંજીવકુમારની વાત નીકળી છે તો એ પણ જાણી લઈએ કે સંજીવકુમાર એ ગુજરાતના સૌથી પ્રતિભાશાળી કલાકાર હતા. સુરતના હરિભાઈ જરીવાલા ધીમેધીમે ‘નિશાન’ જેવી સ્ટંટ ફિલ્મોમાંથી ટોચ ઉપર પહોંચ્યા અને ‘કોશિષ’ તેમજ ‘શોલે’ અને ‘મોસમ’ જેવી ફિલ્મોમાં ખૂબ યાદગાર અભિનય આપ્યો. એમણે ‘કલાપી’ અને ‘ઝેર તો પીધા જાણી જાણી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથરેલા. એમની ખૂબી એ હતી કે યુવાનીમાં પણ એ આધેડ અને બુઢ્ઢાના રોલ સ્વીકારતા અને સફળતાથી પાર પણ પાડતા. એમનું અકાળે અવસાન ન થયું હોત તો હજી આપણને એમની અભિનય કળાના વઘુ નમૂનાઓ માણવા મળત. નિરૂપારોય પણ એવા જ પ્રતિભાશાળી ગુજરાતી કલાકાર ગણાય. ગુજરાતી ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી નિરૂપારોય હંિદી ફિલ્મોમાં આવ્યા અને માની ભૂમિકામાં અમર બની ગયા એવા જ બીજા ચરિત્ર અભિનેત્રી દીના પાઠક અને મૃદુલા ભટ્ટ ગણાય. ૧૧મી ઓક્ટોબરના રોજ દીના પાઠકની પુણ્યતિથી છે. હિરોઇન તરીકે આશા પારેખ પણ અનેક ફિલ્મોમાં આવ્યા અને પોતાની છાપ છોડતા ગયા, ‘અખંડ સૌભાગ્યવતી’ જેવી ગુજરાતી ફિલ્મમાં પણ એમણે કામ કર્યું. તરલા દલાલે દેવઆનંદ અને ધર્મેન્દ્ર સાથે કામ કર્યા પછી અચાનક ગુમ થઈ ગઈ. ઉપેન્દ્ર ત્રિવેદીએ હમણાં જ આયુષ્યના ૭૫ વર્ષ પૂરા કર્યા એમણે અનેક ગુજરાતી નાટકોમાં લેખન અને દિગ્દર્શન ઉપરાંત અભિનય કર્યો છે. ’ એમના જ બંઘુ અરવંિદ ત્રિવેદીએ પણ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ‘રામાયણ’ સિરીયલમાં અદ્‌ભુત અભિનય આપ્યો.
વિઠ્ઠલભાઈ પટેલ સાગરમાં રહીને ફિલ્મી ગીતકાર બન્યા અને બોબીના ગીતો લખ્યા. એ જ રીતે મૂળ સાવરકુડલના વતની ઉધાસ બંઘુઓ પાર્શ્વગાયન અને ગઝલ ગાયન ક્ષેત્રે જાણીતા છે. પંકજ ઉધાસ, મનહર ઉધાસ અને નિર્મળ ઉધાસ ત્રણેય બંઘુઓ ફિલ્મોમાં પણ પાર્શ્વગાયન કરી ચૂક્યા છે. પંકજ ઉધાસની પણ જન્મજયંતિ ૧૭/૫ના હતી. એમનું ‘ચિઠ્ઠી આઇ હૈ’ ગીત અમર છે. એ જ રીતે ‘દેવદાસ’ના સંગીતકાર ઇસ્માઇલ દરબાર પણ ગુજરાતના છે અને ‘દેવદાસ’ના નિર્માતા સંજય લીલા ભણસાળી પણ ગુજરાતી છે. ‘બોબી’ની નાયિકા ડીમ્પલ કાપડિયા પણ ચોટીલાની છે અને જાણીતા ખલનાયિકા બંિદુ પણ ગુજરાતણ છે.
‘ભવની ભવાઈ’ અને ‘મિર્ચ મસાલા’ જેવી અનેક ફિલ્મો બનાવનાર કેતન મહેતા પણ ગુજરાતના જ સપૂત છે. એ જ રીતે અરવંિદ પંડ્યા પણ જાણીતા અભિનેતા હતા. જાણીતી સંગીતકાર જોડી કલ્યાણજી- આણંદજી પણ ગુજરાતની અમર જોડી છે. કલ્યાણજીભાઈનું અવસાન થયું પણ આણંદજીભાઈ હજી મુંબઈમાં લીટલ વન્ડર એકેડમી ચલાવે છે. આ જોડીએ ૨૫૦ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એમણે ગુજરાતના મહાન સંગીતકાર શંકર- જયકિશનની પરંપરાને આગળ ધપાવી છે. એ જ રીતે અવિનાશ વ્યાસ પણ ગુજરાતી ફિલ્મોના અમર સંગીતકાર હતા એમના પુત્ર ગૌરાંગ વ્યાસ એમનો વારસો આગળ ધપાવે છે. પુરુષોત્તમ ઉપાઘ્યાય પણ સુગમ સંગીત ક્ષેત્રે આગળ પડતું નામ છે. ૧૦ જૂને કલ્યાણજીભાઈની જન્મ જયંતિ હતી.
મૂંગી ફિલ્મોના યુગમાં દ્વારકાદાસ સંપતે ‘કોહિનૂર’ ફિલ્મ કંપની સ્થાપીને નવ વરસમાં કુલ ૯૮ ફિલ્મો બનાવી. માણેકલાલ પટેલે ક્રિષ્ન ફિલ્મ કંપની બનાવી. નંદલાલ જશવંતલાલ જેવા નિર્દેશકો કોહિનૂરમાંથી જ બહાર આવ્યા. ગુજરાતની અસ્મિતાને સૌ પ્રથમ બહાર લાવનાર દ્વારકાદાસ સંપત હતા. ભોગીલાલ દવે અને માણેકલાલ દવે પણ પાયાના પથ્થર હતા. એમણે અરદેશર ઇરાની સાથે સ્ટાર ફિલ્મ કંપની બનાવી ગુજરાતના સ્થાપક ઇન્દુલાલ યાજ્ઞિકે પણ ‘પાવાગઢનો પ્રલય’ જેવી ફિલ્મો બનાવેલી. ‘સારાંશ’ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર મહેશ ભટ્ટ પણ ગુજરાતી જ છે. હંિદી અને ગુજરાતી સિનેમામાં ગુજરાતીઓના ફાળા વિશે ઉંડુ સંશોધન થાય અને પૂરતું દસ્તાવેજીકરણ થાય તો હજી ઘણી નવી વિગતો બહાર આવી શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved