Last Update : 28-August-2012, Tuesday

 

હું દરેક સમયે પ્રાર્થનાનું બળ અનુભવું છું ! સદી વીતી ગઈ હોવા છતાં એટલું જ રસપ્રદ 'હું પોતે'

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ
 

 

આજની વાત
બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ ઃ જહાંપનાહ, આ દેશમાં બે ખુરશી છે. એક પર સરકાર બેસે છે અને બીજી પર ભ્રષ્ટાચાર !
બાદશાહ ઃ બીરબલ, આ બે ખુરશીમાં ભેદ શો ?
બીરબલ ઃ જહાંપનાહ, સરકાર કરતાં ભ્રષ્ટાચારની ખુરશી વધુ સ્થિર છે. આપણા દેશમાં સરકાર ખુરશી ગુમાવી શકે છે, પણ ભ્રષ્ટાચાર નહીં.

 

 

જો આદમી કો આદમી બનને નહીં દેતા
ઐસે મજહબ કા હમેં કામ નહીં, યારો
જો નફરત કી આગ દિલમેં જલાતા હૈ,
ઐસી મુહબ્બતકા હમેં કામ નહીં, યારો.

 

આત્મકથા એ વ્યક્તિના અંતરનો અરીસો છે. ગુજરાતી ભાષાની પહેલી પ્રગટ થયેલી આત્મકથા નારાયણ હેમચંદ્રની 'હું પોતે' છે. આજથી ૧૧૨ વર્ષ પૂર્વે પ્રગટ થયેલી આ આત્મકથામાં નારાયણ હેમચંદ્રના જન્મથી એમના ઈંગ્લેન્ડના પ્રવાસની તૈયારીઓ સુધીનો ૩૪ વર્ષનો જીવનકાળ આલેખાયેલો છે.
'હું પોતે' આત્મકથા એના લેખક નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વને કારણે આજેય એટલી જ રસપ્રદ લાગે છે. જીવનમાં બનતી ઘટનાઓને 'વિચિત્રમૂર્તિ' તરીકે ઓળખાતા નારાયણ હેમચંદ્ર પોતાની પદ્ધતિથી આલેખે છે. એ ઓછામાં ઓછા ખર્ચે પ્રવાસ થાય એવું આયોજન કરતાં, અંગ્રેજી ભાષા આવડતી નહોતી છતાં આખું ઈંગ્લેન્ડ ઘૂમી વળ્યા. અમેરિકામાં તો ધોતિયું અને પહેરણ પહેરીને નીકળ્યા ત્યારે અસભ્ય પોષાકના તહોમત બદલ એમના ધરપકડ કરવામાં આવી હતી અને પાછળથી એમને મુક્ત કર્યા હતા.
ગુજરાતી સાહિત્યના આ પ્રથમ પ્રકાશિત આત્મચરિત્રમાંથી મળતાં નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વની છટા તો મળે છે, પણ એની સાથોસાથ એ જમાનાની અનેક વ્યક્તિઓની એમના હૃદયમાં પડેલી છબીઓ પણ પોતાના ચિત્ત પર અંકાયેલી એની છાપને નિર્ભયતાથી આલેખે છે. નવલરામને પહેલી વાર એમનો વિચિત્ર વેશ જોઈને નારાયણ હેમચંદ્ર એમનાં લખાણો નવલરામને તપાસવા આપતા. નવલરામ કંજૂસ હતા. નાના ઘરમાં રહેતા. સાંજના મમરા અને સેવ ખાતા તેમજ શેરબજારનો વેપાર કરતા હતા. આવી વિગતોની સાથે નારાયણ હેમચંદ્ર નવલરામના વાચનશોખ, વિદ્વત્તા અને તુલનાશક્તિની પ્રસંશા કરે છે. તે જ રીતે મનઃસુખરામના વર્ણનમાં પોતાને વિદ્વાનમાં ખપાવવાની એમની હોંશની સાથે સાથે દંભી હોવાનું દર્શાવે છે.
બાહ્ય નિરીક્ષણમાં રચ્યાપચ્યા રહેનારા નારાયણ હેમચંદ્ર ભાગ્યે જ આંતરમંથન અનુભવતા લાગે છે અને આંતનિરીક્ષણ તો કરતા જ નથી. ક્યાંક તો એમની ક્ષતિને છાવરતા હોય એમ લાગે છે, જેમ કે બંકિમબાબુનાં પુસ્તકોનું ભાષાંતર કરવાની એમણે પરવાનગી લેવાની જરૃર લાગી નહિ. તેઓ કહે છે કે બંકિમબાબુએ એમની ચોપડીનો ગુજરાતીમાં તરજૂમો કરવા માટે પૈસા માંગ્યા, ત્યારે નારાયણ હેમચંદ્રએ એમ કહ્યું,
''ગુજરાતીમાં ઘણાં જ થોડાં પુસ્તકો ખપે છે. હું તો એક શોખને માટે લખું છું તેમાં કંઈ કમાઈ નથી.'' (પૃ. ૩૮૧) આમ છતાં બંકિમબાબુએ એમને ના પાડી ત્યારે નારાયણ હેમચંદ્ર બેશરમ બનીને નમસ્કાર કર્યા વિના ચાલ્યા ગયા. વળી પોતાની વાતનો બચાવ કરતાં એ લખે છે કે બીજી ભાષામાં ભાષાંતર કરવાથી ચોપડીનો 'ઉઠાવ' ઓછો થતો નથી અને તેથી તેઓ ગ્રંથકર્તાની પરવાનગી માંગતા નથી.
આ આત્મચરિત્રમાં ભૂતકાળની સ્મૃતિ અને આલેખનનું સત્ય બંને મળે છે. નારાયણ હેમચંદ્રની પ્રકૃતિ એવી છે કે જે તેઓ પોતાના વ્યક્તિત્વને રૃપાંતરિત કરીને આલેખવાને બદલે પોતાની જાત જેવી છે તેવી જ ધરી દે છે. નારાયણ હેમચંદ્રના જીવનમાં ઈશ્વરશ્રદ્ધા અને પ્રાર્થનાબળ કેન્દ્રસ્થાને છે. આને કારણે જ તેઓ 'સાધુચરિત' વિશેષણ પામ્યા હશે.
તેઓને ઈશ્વરનો સ્તુતિવાદ કરવામાં આનંદનો અનુભવ થતો અને એમ માનતા કે ઈશ્વરને યાદ કરવાની સૌથી સુંદર જગા તેણે રચેલી મનોહર પ્રકૃતિ છે, આથી કોઈ સુંદર સ્થળ જોતા કે તરત જ એમનું હૃદય ઈશ્વરના સ્તુતિગાનમાં ડૂબી જતું. વળી આવા ઈશ્વરી બળને કારણે જ તેઓ વિષયવાસના સામે સંયમદ્દઢ રહી શકે છે, તેમ માનતા હતા. તેઓ લખે છે ઃ
''મારામાં પણ ફેરફાર થયો, હવે હું પુખ્ત જુવાન થયો છું. મારી પ્રકૃતિ હવે બળવાન થઈ. વિષયવાસના કામ વગર વધે છે, એવું મેં સાંભળ્યું હતું, તે હવે અનુભવ કરવા લાગ્યો.
વિષય ભોગવવાની વૃત્તિ ઉત્પન્ન થઈ, પણ તરત ઈશ્વરી બળ આવીને રોકી. મને જ્યારે વિષય વાસના ઉત્પન્ન થતી ત્યારે ત્યારે એકદમ ઈશ્વરની સ્તુતિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી. હું તરત ઈશ્વરની પાસે બળ માગતો, આથી મને બળ આવતું, હું વિષય વાસનાથી દૂર થતો.'' (પૃ. ૨૩૪-૨૩૫)
રાત્રે ઝૂંપડાના દરવાજે ઊભેલી કુસુમને એમણે ના કહી, તેની પાછળ ઈશ્વરી બળનો અનુભવ કરે છે ઃ
''મારી તો ખાતરી છે કે ઈશ્વરની પ્રાર્થના આ જગતમાં બધું કરે છે. કેટલાક નાસ્તિકો તથા સંદેહવાદીઓ પાર્થનાની જરૃર માનતા નથી પણ મારા જીવનમાં હું દરેક વેળાએ પ્રાર્થનાનું બળ અનુભવું છું.'' (પૃ. ૨૦૬)
સાધુચરિત નારાયણ હેમચંદ્ર જીવનમાં આવેલા વિકારના પ્રસંગોનું આલેખન કરે છે. તેઓ વેશ્યા સ્ત્રીઓની પ્રલોભનભરી ચેષ્ટાઓ છતાં પોતે કઈ રીતે શ્રીનગરમાં અવિચળ રહ્યા તેની વાત કરે છે.
આ આત્મચરિત્રમાં નારાયણ હેમચંદ્રના વ્યક્તિત્વની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ પ્રગટ થાય છે. પ્રવાસમાં એમને ક્યારેય ડર લાગતો નહિ. લાંબા અંતર સુધી ચાલવાનો, એક્કામાં બેસવાનો અને પહાડ ચઢવાનો એમને ભારે શોખ. ચોર-લૂંટારા કે મૃત્યુનો સહેજે ભય નહિ.
ઈશ્વરશ્રદ્ધા ખરી, પરંતુ ધર્મસ્થાનોમાં ચાલતાં ધતિંગો તરફ એટલો જ આક્રોશ. આવી જ રીતે અંગ્રેજોના કે રાજાઓના અન્યાય અંગે સતત વિરોધ પ્રગટ કરે છે.
રાજાઓના રાજ્યાભિષેક માટે થતાં ખર્ચની ટીકા કરે છે. જગતની પરિવર્તનશીલતાની વાત વારંવાર કરે છે. 'દુનિયા નિરંતર પરિવર્તનશીલ છે' એ વાત એમણે શહેરો, સમાજ અને સ્થળના સંદર્ભમાં કરી છે.
નારાયણ હેમચંદ્રનો વિપુલ સાહિત્યરાશિ જોતાં ખ્યાલ આવશે કે એમણે અનેક વિષયોમાં પોતાની કલમ ચલાવી છે. ફિનોલોજી, હુન્નરઉદ્યોગ, ધર્મ અને અધ્યાત્મવિદ્યા જેવા વિષય પર લખ્યું છે. મસ્તિષ્કશાસ્ત્ર, પ્રેતવાહનવિદ્યા અને ખેતી જાણતા હતા. એમણે ભાષા કે જોડાણીની લેશમાત્ર પરવા કર્યા વિના જ્ઞાાનવૃદ્ધિની ધગશથી બધી રચના કરી છે.
એમની ભાષાની કઢંગી રચનાઓ અને શબ્દોની વિચિત્રતા અંગે એ સમયના સાહિત્યકારોએ સખત ટીકા કરી હતી. નરસિંહરાવ દીવેટિયા સાથે એમનો ગાઢ પરિચય હતો અને નરસિંહરાવને કાવ્યો લખવાની પ્રેરણા આપનાર નારાયણ હેમચંદ્ર હતા.
તેઓ નરસિંહરાવને વારંવાર કહેતા, ''મહાશય, કાંઈ કાવ્યો રચો ને.'' એને પરિણામે નરસિંહરાવને એમના કાવ્યપ્રવાહને 'ટોકીટોકીને' પ્રવાહિત કરનાર નારાયણ હેમચંદ્રને 'કુસુમમાળા'માં અર્પણને અંતે લખ્યું-
તુને સાધુ શો હું ઉપકૃતિ તણો આપું બદલો ?
સમર્પું લે આ એ સરિતલહરી અર્ઘ સઘળો.
નારાયણ હેમચંદ્રએ નરસિંહરાવ સાથે પોતે કરેલાં ભાષાંતરોની ઘણી ચર્ચા કરી હતી.
નારાયણ હેમચંદ્રના ઝડપી સાહિત્યસર્જનના પ્રયાસને તેઓ 'પુસ્તકોનું કારખાનું' કહેતા અને તે શબ્દશઃ સાચું હતું, કારણ કે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કરવાની અત્યંત ઉતાવળ અને એક દિવસમાં એક 'ફરમા' જેટલું ભાષાંતર કરવાનો એમનો નિયમ એમના ભાષાદોષોની પુષ્ટિ કરતો હતો.
તેઓ જોડણીની પરવા ન કરતા અનુસ્વાર શત્રુ તરીકે જાણીતા હતા. એ સમયે નારાયણ હેમચંદ્રની ગુજરાતી ભાષા નારાયણી ગુજરાતી તરીકે ઓળખાતી. એનો અર્થ એ કે અશુદ્ધ, વ્યાકરણદોષવાળી, સંસ્કૃત-બંગાળી દોષયુક્ત સંસ્કૃતમય ગુજરાતી.
નારાયણ હેમચંદ્રની સાહિત્યિક પ્રવૃત્તિ વિશે અહોભાવથી લખનારા શ્રી રમણીક મહેતાને નારાયણ હેમચંદ્રે એમ કહ્યું હતું કે તેઓ દરરોજ છ કલાક લખે છે. કોઈ વાર એથી પણ વધુ વખત સુધી લખ્યા કરે છે. આ બાબત વિશે નરસિંહરાવ મજાક કરતાં કહેતા કે જૂના વિચારોનાં માબાપો છોકરાઓને વહેલા પરણાવવાની ઉતાવળ કરે છે તેવી ઉતાવળ તમે પુસ્તકો છપાવવામાં કરો છો. જો કે આ વાત સાંભળી નારાયણ હેમચંદ્ર ઉત્તર આપવાને બદલે હસતા હસતા પોતાનો દોષ કબૂલ રાખતા.
કેટલેક સ્થળે સુંદર વર્ષનો જોવા મળે છે. તેઓ જે સ્થળે જાય તેનું વર્ણન આપે છે. જેમકે દિલ્હીના મ્યુઝિયમનાં ચિત્રો, કાશ્મીર, હિમાલય, મામલેશ્વર, ગંગા, પંઢરપુરનાં સુંદર વર્ણનો મળે છે. પહાડ, અસ્તાચળ, ગાડીનો ડબ્બો કે સમુદ્રની લીલાનું વર્ણન પણ આલેખે છે. તેઓ પ્રકૃતિ અને ઈશ્વરનો એક સાથે અનુભવ કરે છે.
નવા નવા પ્રદેશો જોવાની એમની જિજ્ઞાાસા આત્મચરિત્રમાં સતત પ્રગટતી રહે છે. એક શહેરને ફરીથી જુએ ત્યારે એના પરિવર્તનની નોંધ કરે.
રાજા રામમોહનરાયનું 'તિબેટના મુસાફરી'નું પુસ્તક વાંચ્યું તેથી નારાયણ હેમચંદ્રને તિબેટ જવાની ઈચ્છા થઈ હતી તેમજ તે પછી ચીન અને જાપાનની મુસાફરીનાં પુસ્તકો વાંચતાં તિબેટ થઈને ચીન-જાપાન જવાનો વિચાર કરતા હતા, જો કે એમની આ ઈચ્છા પૂર્ણ ન થઈ, કારણ કે બાબુ નવીનચંદ્રએ લાહોરમાં એમને જમીન અને ઘરોની રખેવાળીનું કામ સોંપ્યું. બંગાળી, હિન્દી, મરાઠી ને ગુજરાતી પુસ્તકો તેઓ સતત વાંચતા રહેતા.
એક અંગ્રેજ ગૃહસ્થ નારાયણ હેમચંદ્રને ફ્રેન્ચ શીખવતા હતા. અંગ્રેજી, ઈટાલિયન, જર્મન, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા શીખ્યા હતા. જ્ઞાાનવૃદ્ધિની એમનામાં અપાર ધગશ હતી.
બાબુ નવીનચંદ્ર રાયની ઘણી મોટી છાયા એમના પર પડી છે. ઘણી વાર તેઓ રાત્રે ખાટલા પર સૂંતા સૂંતા નારાયણ હેમચંદ્રને અંગ્રેજી કૃતિનું ભાષાંતર સંભળાવતા અને નારાયણ હેમચંદ્ર તે ધ્યાનપૂર્વક સાંભળતા.
આમ આત્મચરિત્ર 'હું પોતે'માં લેખક વાચકને પોતાના ગમા-અણગમા બધું જ કહે છે. એમની સત્યનિષ્ઠા અને સંનિષ્ઠાનો સતત અનુભવ થાય છે. એમણે જોયું કે બંગાળમાં સ્વભાષામાં ગ્રંથો લખાતા હોવાથી ગુજરાતી ભાષામાં પણ ગ્રંથરચના થવી જોઈએ. તેઓ તો કહે છે કે, 'જ્યાં સુધી સ્વભાષામાં પુસ્તકો લખાશે નહીં, ત્યાં સુધી સ્થિતિ કોઈ સુધારો થવાનો નથી.' ગુજરાતી ભાષાના આ પ્રથમ આત્મચરિત્રમાં મળતો એક વિશિષ્ટ વ્યક્તિત્વનો આગવો આલેખ આજે ય રસપ્રદ અને આકર્ષક લાગે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved