Last Update : 28-August-2012, Tuesday

 
 

મોરે, માંેગિયા, પાર્થિવ પટેલ અને હવે સ્મિત પટેલ
દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

આ ટેલેન્ટેડ ખેલાડીઓને લાંબો સમય મુખ્ય ભારતીય ટીમની બહાર ના રખાય ઃ ઈયાન ચેપલ

 

ભારત તરફથી કેપ્ટન ઉન્મુક્ત પછી બીજા નંબરનો કુલ સ્કોર (૧૭૪) નોંધાવવા ઉપરાંત સ્મિતના વિકેટ પાછળ ૧૪ શિકાર
ઓસ્ટ્રેલિયા ઉપરાંત પાકિસ્તાન સામે પણ સ્મિતે ભારે ટેન્સ સ્થિતિમાં બેટિંગ કરી હતી

 

ટાઉન્સવીલ, તા. ૨૭
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિવેચક ઈયાન ચેપલે અંડર-૧૯માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની ભરપુર પ્રસંશા કરતા કહ્યું હતું કે ભારતના યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા કે અનય ટીમો કરતા પ્રતિભા અને ટેમ્પરામેન્ટની રીતે ઘણા આગળ છે. કેપ્ટન ઉન્મુક્ત સહિત કેટલાક ખેલાડીઓ એ હદે ટેલેન્ટેડ છે કે તેઓને લાંબો સમય ભારતીય ઈલેવનમાંથી બહાર બેસાડવા ના જોઈએ. ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ફાઈનલમાં હરાવવું તે જ ભારતીય યુવા ખેલાડીઓની ખરી તાકાત અને મનોબળ બતાવી જાય છે. ઉન્મુક્ત ચંદે જે રીતે છ છગ્ગા સાથેની મેચ વિનિંગ યાદગાર અણનમ સદી (૧૧૧) ફટકારી છે તે જોઈને તેને અત્યારથી જ બધા બીજો સેહવાગ માનવા માંડયા છે. સેહવાગ ઘણી વખત આમ તેમ બેટ ફેરવીને તેની વિકેટ ભેટ ધરી દે છે અને ફટકારવા લાયક લાગે તેવા બોલને બાઉન્ટ્રી બહાર જ મોકલવો જોઈએ તેમ માને છે તેવું ઉન્મુક્ત ચંદ નથી માનતો. તેનું આક્રમણ, ક્લીન હીટ છે પણ વિકેટની તે મહત્તા પણ સમજે છે. સંજોગો પ્રમાણે તેની બેટિંગનાં ગીયર બદલી શકે છે.
ગુજરાતના અમદાવાદના સ્મિત પટેલનાં પણ ભારતને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક યાદગાર યોગદાનની ક્રિકેટ વિશ્વએ ગૌરવભેર નોંધ લીધી છે. જો ઉન્મુક્ત ચંદને સ્મિત પટેલનો સાથ ના મળ્યો હોતતો ભારતને ચમત્કાર જ જીતાડી શકે તેમ હતું. કેમ કે ભારતે ટોચની ચાર વિકેટ ૯૭ રનમાં જ ગુમાવી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ કે મોટાભાગના ક્રિકેટ ચાહકોએ આ પરિસ્થિતિમાં ભારત જીતશે તેવી આશા નહીં રાખી હોય. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે પ્રેક્ષકોના જોરદાર સમર્થન સાથે રમતું હતું. તેમની મજબુતાઈ અંગે પણ શંકા નહોતી. ફાઈનલ અગાઉ ૬૦ ટકા ચાહકો ઓસ્ટ્રેલિયાને જ ફેવરિટ ગણતા હતા.
ભારત પર રન રેટનું દબાણ પ્રતિઓવર છ થાયતેમ વધતુ જતુ હતું. ૧૭ઓવરોમાં ૧૦૨ રન કરવાના હતા. ત્યાર પછી અત્યંત તનાવ વચ્ચે ૪૩ બોલમાં ૪૧ રન કરવાના હતા. ઉન્મુક્ત ચંદ અને સ્મિત પટેલે ૧૩૦ રનની અણનમ ભાગીદારી પાંચમી વિકેટમાં નોંધાવી હતી.
ઓસ્ટ્રેલિયા ભારે હતાશ જણાતુ હતું કેમ કે ૯૭ રનમાં ૪ વિકેટ પડયા પછી તેઓ ભારતની એકપણ વિકેટ પાડી જ નહોતા શક્યા. સ્મિત પટેલે ૮૪ બોલમાં ૬૨ અણનમ રન નોંધાવ્યા હતા.
પાકિસ્તાન સામેની ભારે ટેન્શ અને ક્લોઝ મેચમાં પણ સ્મિતે ભલે અણનમ ૧૪ રનની (૩૨ બોલ) નાની લાગતી ઈનિંગ રમી હતી પણ તેણે એક છેડો સાચવી રાખીને ભારતને ૧૨ બોલ બાકી હતા ત્યારે એક વિકેટથી જીત માટે સાથ આપ્યો હતો તે ખૂબ જ કિંમતી બેટિંગ હતી. ભારતીય ટીમના મેનેજર અને સિલેકટર પ્રિતમ ગાંધેએે પણ ભારત ચેમ્પિયન બન્યું તે તમામ મેચોમાં સ્મિતના યોગદાનને બહુમૂલ્ય ગણ્યું હતું.
ગાંધેએ કહ્યું હતું કે આમ તો સ્મિતને અમે અગાઉની મેચમાં સાતમા કે આઠમા ક્રમે મોકલતા હતા પણ તેની લડાયકતા અને જુસ્સાને પામી ગયા હોઈ ચોથી વિકેટ પડી તે સાથે જ તેને નાજુક સ્થિતિ વચ્ચે આગળ મોકલવાનો નિર્ણય લીધો હતો અને સ્મિતે તેના પરના વિશ્વાસને યથાર્થ ઠેરવ્યો હતો.
સ્મિત પટેલે વર્લ્ડકપની છ ઇનિંગમાં ૫૯.૩૩ રનની એવરેજથી ૧૭૮ રન કર્યા હતા. તે ત્રણ વખત અણનમ રહ્યો હતો. તેણે બે અર્ધી સદી ફટકારી હતી. માત્ર બેટસમેન તરીકે જ નહીં સ્મિત પટેલની વિકેટકિપીંગ પણ ખૂબ જ શાર્પ રહી હતી. તેણે ટુર્નામેન્ટમાં ૧૩ કેચ અને એક સ્ટમ્પીંગ કર્યું હતું.
સ્મિતે મેચ બાદ કહ્યું હતું કે ઉન્મુક્ત ખૂબ જ પ્રભુત્વ સાથે રમી રહ્યો હતો. પીચ એવી ખરાબ નહોતી. મેં મનોમન એવું નક્કી કર્યું હતું કે જો ઉન્મુક્તને સાથ આપતો રહીને છેડો સાચવીશ તો ઓસ્ટ્રેલિયાને હરાવી શકાશે. ટાર્ગેટ પણ એટલો મોટો નહોતો.
ભારતના કેપ્ટન ધોનીની નજરમાં પણ આ ખેલાડીઓ વસી ગયા હશે.
રસપ્રદ બાબત એ છે કે છેલ્લા ઘણા અરસાથી ભારતીય ક્રિકેટમાં વિકેટકિપર તરીકે ગુજરાત રાજયના ખેલાડી જ છવાયેલા રહે છે. કિરણ મોરે અને નયન મોગિંયા (વડોદરા) પછી પાર્થિવ પટેલ કેન્દ્રમાં રહ્યો. હવે ધોની ઉપરાંત જે મુખ્ય ભારતીય વિકેટ કિપરના વિકલ્પ છે તેમાં પાર્થિવ પટેલ ઉપરાંત સ્મિત પટેલ જ છે.
સ્મિત પટેલના ઘડતરમાં તેના કોચ તારક ત્રિવેદીનું પ્રદાન પણ ભુલવું ન જોઈએ. માત્ર સ્મિત જ નહીં, હર્ષલ પટેલ, અવિ બારોટ, રૃષ કાલરિયા, ચિંતન ગજ્જર, વિશાલ તોમર, આદિત્ય પટેલ વગેરેને પણ તે જ કોચિંગ આપે છે.
અમદાવાદના રૃસ કલારિયાને એક મેચ રમવાની તક મળી હતી. તે ભારતની ટીમમાં સ્થાન પામે અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા તે પ્રવાસનો સભ્ય હોય તે પણ કંઈ જેવી તેવી સિદ્ધિ નથી. તેણે એક મેચ રમીને ૫.૧ ઓવરોમાં ૧૩ રન જ આપ્યા હતા.
ભારત તરફથી ચંદ આ વર્લ્ડકપમાં ૬ મેચમાં ૪૯.૨૦ રનની એવરેજથી ૨૪૬ રન નોંધાવી સૌથી સફળ બેટસમેન રહ્યો છે પણ બીજા ક્રમે સ્મિત પટેલ ૬ મેચ, ૧૭૮ રન સાથે છે. હરમીતે ૪ મેચમાં ૩.૦૨ના ઈકોનોમી રેટ સાથે ૬ વિકેટ ઝડપી હતી જ્યારે અપરાજિતે ૬ મેચમાં ૪૯.૫ ઓવરો નાંખીને ૩.૫૯ રનના ઈકોનોમી સાથે પાંચ અને ઓપનિંગ ફાસ્ટ બોલર સંદીપ શર્માએ ૬ મેચાં ૩.૬૨ રનના ઈકોનોમીરેટ સાથે ૧૨ વિકેટ ઝડપી હતી. પ્રશાંત ચોપરાના ૬ મેચમાં ૧૭૨ નિર્ણાયક સંજોગોના રન પણ ભૂલી ન શકાય.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved