Last Update : 28-August-2012, Tuesday

 

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

બનાવટી ચલણનાં ફીચર્સ અસલી ચલણ સાથે લગભગ ૯૫ ટકા મળતાં આવે છે

 

મુંબઇ તા.૨૭
ઘણાં કારણોસર મુંબઇ દેશનું આર્થિક પાટનગર છે. પરંતુ એ વિશેની દરેક બાબત પોઝિટીવ (હકારાત્મક) નથી. ઉક્ત બિરૃદમાં એવી હકીકત પણ છુપાયેલી છે કે મુંબઇ ભારતનું નકલી ચલણનું પણ પાટનગર છે. બીજી તરફ, દિલ્હી એની વિવિધ અંધારી ગલીઓમાંથી પકડાતી બનાવટી નોટોને કારણે બીજા નંબરે આવે છે. પરંતુ ખરૃં જોતાં કોઇ મૂલ્ય ન ધરાવતી નકલી નોટોની કુલ કિંમત ગણવા બેસીએ તો દિલ્હીનો પહેલો નંબર આવે છે. (ટૂંકમાં, આખા દેશમાં દિલ્હીમાં સૌથી વધુ રકમનું નકલી ચલણ પકડાય છે) છેલ્લા થોડા વરસોમાં મહારાષ્ટ્ર અને દિલ્હીના રાજ્યોએ આખા દેશમાંથી પકડાયેલા બનાવટી ચલણમાં ૩૦ ટકાનો ફાળો આપ્યો છે.
નકલી ચલણ વિશે આરટીઆઇ (માહિતી અધિકાર ધારા)ના ઝુંબેશકાર સુભાષ ચન્દ્ર અગરવાલે મેળવેલી માહિતી એમ જણાવે છે કે ચાર્ટમાં એના પછી ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. પોલીસ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા દર વરસે થતી ગણતરીમાં નકલી નોટોનું પ્રમાણે વધે છે. આ વરસના પહેલા છ મહિનામાં રૃા.૧૦ કરોડથી વધુ કિંમતની આસરે ૨૦ લાખ ખોટી નોટ પકડાઇ હતી. જ્યારે આખા ૨૦૧૧ દરમિયાન રૃા.૨૬ કરોડની કિંમતની લગભગ ૬૦ લાખ બનાવટી નોટો જપ્ત થઇ હતી.
આરબીઆઇના પ્રવક્તા અલ્પના કિલાવાલાએ જણાવ્યું હતું કે બેન્કો અને નોટો બદલવા આવતી વ્યક્તિઓ જેવા સ્ત્રોતો પાસેથી નોટો આરબીઆઇ પાસે આવે છે. 'પરંતુ આખી દુનિયાની સેન્ટ્રલ બેન્કો પ્લાસ્ટિકની નોટ્સ ચલણમાં દાખલ કરીને બનાવટી નોટો છાપતાં લોકો (ફોર્જર્સ)થી એક ડગલુ આગળ રહેવાનો પ્રયાસ કરે છે.'
પરંતુ બનાવટી ચલણ (ડુપ્લીકેટ કરંસી)ના ધંધા સામેની જંગમાં સત્તાવાળાઓની હાર જ થતી હોય એવું લાગે છે. સુરક્ષા એજંસીઓ કહે છે કે નકલી નોટોની ગુણવત્તા (ક્વોલિટી) દિવસોદિવસ સુધરતી જાય છે, જેને કારણે એમને શોધવાનું વધુ મુશ્કેલ બની જાય છે. ફોર્જર્સ એ જ ઇમ્પોર્ટેડ કાગળ વાપરે છે જે સરકાર નોટો છાપવા માટે વાપરે છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે 'નવી ડુપ્લીકેટ નોટોના લગભગ ૯૫ ટકા ફિચર્સ સાચી નોટો જેવા જ હોય છે. પેપરની ક્વોલિટી સરખી હોય છે, કાઉન્ટરફિટર્સ (ડુપ્લીકેટ નોટ છાપનારાઓ) હવે ચોકસાઇપૂર્વક હવે નોટ પરના માઇક્રોલેટરિંગની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે,' એવી માહિતી એક પોલીસ ઓફિસરે આપી હતી.
ભારતના અર્થતંત્રને અસ્થિર કરવા સીમાપારથી (પાકિસ્તાનથી) મોટા ભાગનું બનાવટી ચલણ આવતુ હોવાનું અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમીશ્નર એમ.એન. સિંહે જણાવ્યું હતું કે મોટાભાગની ખોટી નોટો મેટ્રો શહેરોમાં પહોંચે છે કારણ કે ત્યાં આર્થિક લેવડદેવડ વધુ થાય છે. પરંતુ સૌથી પહેલા ડુપ્લીકેટ નોટો નાના ગામડામાં પહોંચાડાય છે કારણ કે ત્યાં જાપ્તો નહિવત હોય છે.
'હવે બિહાર, યુપી અને કોલકાત્તાના રૃટસનો વારંવાર ઉપયોગ નથી થતો. એમનું સ્થાન ઝારખંડે લઇ લીધું છે. બાંગલાદેશની સીમાથી ૩૫ કિ.મી. દૂર આવેલા સાહિબગંજ જિલ્લાનું પીરપુર ગામ મુખ્ય લેન્ડિંગ સ્પોટ બની ગયું છે.' એમ એક પોલીસ ઓફિસરે જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved