Last Update : 28-August-2012, Tuesday

 

જૈનોના વિરોધની અસર થઈ
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે

પ્રતિમાઓની અવહેલના કરનારા ૧૫ ઉપદ્રવીઓની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૭
ઉત્તર પ્રદેશમાં ભગવાન મહાવીરની મૂર્તિ ખંડિત કરવાની ઘટના વિરુધ્ધ દેશભરના જૈનોમાં જાગેલી રોષની લાગણીને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશના સત્તાવાળાએ એક અઠવાડિયામાં નવી મૂર્તિ ગોઠવવાની જૈનોના પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગઈ ૧૭મી ઓગસ્ટે હાથીપાર્કમાં ઘૂસીને તોફાનીઓએ ભગવાન મહાવીરની રેડસ્ટોનની ભવ્ય મૂર્તિની તોડફોડ કરી હતી. આ ઘટનાને એક અઠવાડિયું વિત્યા બાદ મુંબઈમાં વસતા જૈનોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ હતી. વિલેપાર્લેમાં જૈનોની પહેલવહેલી મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ ગઈકાલે મુલુંડમાં જૈનોની રેલી યોજાઈ હતી. આવી જ રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં જૈનોએ પોતપોતાની રીતે વિરોધની લાગણી દર્શાવી હતી.
એક અંગ્રેજી અને હિન્દી દૈનિકના લખનઉથી મળતા અહેવાલ પ્રમાણે ઈન્ડિયન જૈન પ્રબોધિનીના પ્રતિનિધિમંડળે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અનુરાગ યાદવની મુલાકાત લઈને જૈનોની લાગણી વ્યક્ત કરી હતી. આ મીટિંગ વખતે યાદવે ખાતરી આપી હતી કે લખનઉના પાર્કમાં ૨૧ લાખના ખર્ચે ભગવાન મહાવીરની નવી પ્રતિમા બેસાડવામાં આવશે.
આસામમાં લઘુમતીઓ પર થયેલા કહેવાતા હુમલાના પગલે ૧૧મી ઓગસ્ટે મુંબઈમાં જેમ મુસ્લિમ સંગઠનોએ યોજેલા ધરણા વખતે તોફાન ફાટી નીકળ્યું હતું કંઈક એવી જ રીતે લખનઉમાં પણ ધમાલ મચાવવામાં આવી હતી. આ તોફાન વખતે ભગવાન બુધ્ધ અને મહાવીરની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભગવાનની મૂર્તિઓની અવહેલનાને પગલે જૈનોમાં રોષ વ્યાપ્યો હતો. લખનઉની ઘટનામાં પોલીસે ૧૫ ઉપદ્રવી યુવકોને અટકમાં લીધા હતા. મુંબઈની જેમ લખનઉમાં પણ બાઈકના નંબરને આધારે દંગલખોરોને પકડવામાં આવ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved