Last Update : 28-August-2012, Tuesday

 

ઝરદારી સામેના ભ્રષ્ટાચારના કેસો ખોલવા
પાક. વડાપ્રધાન અશરફને ત્રણ સપ્તાહની મુદ્દત આપતી સુપ્રીમ

આગામી સુનાવણી ૧૮ સપ્ટે.એ ઃ અશરફને રૃબરૃ હાજર રહેવું પડશે

(પી.ટી.આઈ.) ઈસ્લામાબાદ, તા.૨૭
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે નવા વડાપ્રધાન રઝા પરવેઝ અશરફને નોટીસ પાઠવી હતી. અને તેમની સામે 'કન્ટેમ્ટર ઓફ કોર્ટનો' મામલો શા માટે ન ચલાવવો તેનો ખુલાસો માંગ્યો હતો. જેના અનુસંધાને પાકિસ્તાનના વડાપ્રધાન રઝા પરવેઝ અશર્રફ સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. અશર્રફને ઝરદારી સામેના કેસો ખોલવા સુપ્રીમે ત્રણ સપ્તાહની મુદત આપી છે.
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડયું હોય તેવા અશર્રફ બીજા વડાપ્રધાન છે. આ પૂર્વે પાક.ના વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીને જુન માસમાં કોર્ટે આ જ મુદ્દે ગેરલાયક ઠરાવ્યા હતા અને ત્યાર પછી તેમને પદ છોડવું પડયું હતું.
ન્યાયમુર્તિ આસીફ સઈદ ખોસાના વડા પણ હેઠળ બનેલી પાંચ ન્યાયમુર્તિઓની ખંડપીઠે અશર્રફ સામેનો મામલો હાથ ધર્યો હતો. અશર્રફ સામે ૪૫ મીનીટ સુધી સુનાવણી ચાલી હતી. કોર્ટરૃમ નં-૨માં હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે સતત એવો આગ્રહ સેવ્યો હતો કે તેઓ એવી નક્કર ખાતરી આપે કે, તેઓ સ્વિસ સત્તાવાળાઓનો સંપર્ક કરીને રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારી સામેના ભ્રષ્ટાચારના મામલાની પૂનઃ શરૃ કરવાની ગતિવીધિ કરે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેમણે જાતે જ આ કાર્ય કરવાની જરૃર નથી તેઓ આ માટે કોઈ અન્ય પ્રધાનની નિમણુંક પણ કરી શકે છે.
અશર્રફે કોર્ટ પાસે આ મામલે મુદ્દત માંગી હતી. તેઓ ચીનના પ્રવાસે જવાના હોવાથી લાંબી મુદત આપવા અને તેમની સામેની કન્ટેમ્પ્ટની નોટીસ રદ્દ કરવા વિનંતી કરી હતી. તે નોટીસથી તેમના ચીન પ્રવાસ પર વિપરીત અસર પડી શકે છે. તેવી તેમની દલીલને વણસાંભળી ગણીને કોર્ટે નોટીસ રદ્દ કરવા ઈન્કાર કર્યો હતો. સરવાળે કોર્ટે ૧૮મી સપ્ટેમ્બરે હવે પછીની સુનાવણી હાથ ધરવાનું નક્કી કરતા અશર્રફને ત્યાં સુધીની રાહત મળી છે. તેમણે આ સમસ્યાને ઉકેલવાની ખાત્રી આપી હતી. વડાપ્રધાન સાથે માહિતી અને પ્રસારણ મંત્રી કમાર ઝમન કાઈરા અને ગૃહ પ્રધાન રહેમાન મલીક પણ હાજર રહ્યા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved