Last Update : 28-August-2012, Tuesday

 

રાજસ્થાનમાં અતિવૃષ્ટિથી મરણાંક ૫૭ થયો ઃ પંજાબ-હરિયાણામાં પણ મેઘો વરસ્યો

પંજાબ-હરિયાણામાં ડાંગરના પાકને લાભ થશે

જયપુર/ચંડીગઢ, તા. ૨૭
રાજસ્થાનમાં અવિરત વરસાદનો દોર આજે પણ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદના પગલે સર્જાયેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૫૭ લોકો માર્યા ગયાના અહેવાલ છે. જયપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. દેશના ઉત્તરી રાજ્યો પંજાબ અને હરિયાણામાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો.
રાજસ્થાનના પાટનગર જયપુરમાં રવિવાર રાતથી શરૃ થયેલો વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. જયપુરમાં ભારે વરસાદના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને સરકારી અધિકારીઓની રજાઓ રદ કરીને વડુંમથક ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી હતી. રાજ્યમાં ૧૨ જિલ્લામાં પૂરની સ્થિતિ છે. જેથી ૨૦ હજાર લોકો બેઘર બન્યા છે.
પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. બંને કૃષિપ્રધાન રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ થતા હવામાન સુધર્યું છે અને ડાંગરના પાકને લાભ મળે તેવા સંજોગો ઊભા થયા છે.
આજે કર્નાલ ખાતે ૧૮.૨ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અંબાલા ખાતે ૧૬.૫ મિમી, નાંગલબંધ ખાતે ૧૪.૪ મિમી, ભિવાની ખાતે ૧૦ મિમી, ચંડીગઢ ખાતે ૨.૫ મિમી અને હિસાર ખાતે ૦.૨ મિમી વરસાદ થયો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર આવતા ૨૪ કલાકમાં પંજાબના અમુક સ્થળોએ અને હરિયાણાના ઘણાખરા વિસ્તારોમાં સામાન્યથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
હરિયાણાના સોનેપત જિલ્લાના ગોહાના ખાતે ૧૧૦ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુડગાંવ જિલ્લાના પટૌડી, હિસારના હાંસી, રેવારી જિલ્લાના નારનૌલ અને ખોલ ખાતે ઓછામાં ઓછો એક મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના અહેવાલ અનુસાર હરિયાણામાં ૧લી જૂલાઈથી અત્યાર સુધીમાં ૧૭૭૭૮.૬ મિમી કુલ વરસાદ નોંધાયો છે. ગુડગાંવ ખાતે સૌથી વધુ ૭૦૧ મિમી કુલ વરસાદ જ્યારે મેવાત જિલ્લાના ફિરોઝપુર ઝિર્કા ખાતે સૌથી ઓછો ૧૧ મિમી વરસાદ નોંધાયો છે.
પાટનગર દિલ્હીમાં પણ ભારે વરસાદ થતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અમુક સ્થળોએ અતિ પાણી ભરાતા છ વાગ્યા આસપાસ વાહન વ્યવહાર ખોરવાયો હતો. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન ૩૪.૫ ડીગ્રી સેલ્સીયસ જ્યારે લધુતમ તાપમાન ૨૫ ડીગ્રી નોધાયું હતું.
વરસાદને કારણે ઉત્તર દિલ્હીના બરફખાના, કાશ્મીરી ગેટ અને નગીના પાર્ક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે દક્ષિણ દિલ્હીના મુલચંદ ફલાયઓવર અને આઈ.આઈ.ટી. રોડ પર ટ્રાફીક જામ થયો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved