Last Update : 28-August-2012, Tuesday

 

હરાજી માટેની ડેડલાઇન વધારી ૧૧ જાન્યુ. ૨૦૧૩ કરાઇ
૨-જી કેસ ઃ ડેડલાઇન નહીં પળાય તો કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઃ સુપ્રીમ

૭૫ વર્ષીય સમાજ સેવકે ત્રીજો બ્લોગ શરૃ કર્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૭
૨-જી કૌભાંડમાં સરકાર સામે કડક વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે આજે ૨-જી સ્પેક્ટ્રમના રદ્દ કરાયેલા તમામ ૧૨૨ લાઇસન્સની નવી હરાજી કરવા માટેની ડેડલાઇન ૧૧ જાન્યુઆરી, ૨૦૧૩ સુધી વધારી આપી હતી પરંતુ સાથે ચેતવણી પણ આપી હતી કે જો સરકાર આ ડેડલાઇન નહીં પાળે તો સરકારી અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી ઉદાહરણરૃપ દંડ સાથે થશે. આ ઉપરાંત તેણે રાષ્ટ્રપતિનો મગાયેલા રેફરન્સના સંદર્ભમાં પણ સ્પષ્ટરીતે કહ્યું હતું કે તેની બંધારણીય બેન્ચ આ અંગે જે કંઈ અભિપ્રાય આપશે તેનો ૨-જી સ્પેક્ટ્રમ અંગે તેણે (સુપ્રીમે) અગાઉ આપેલા ચુકાદા પર કોઈ અસર નહીં પડે.
ન્યાયમૂર્તિઓ જી.એસ.સિંઘવી તથા કે.એસ. રાધાકૃષ્ણનની બનેલી બેન્ચે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૩૧ ઓગસ્ટ, ૨૦૧૨ની અગાઉ અપાયેલી ડેડલાઇન ૧૧ જાન્યુઆરી, ૨૦૧૩ની કરી હતી અને સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ૨-જી સ્પેક્ટ્રમના મુદ્દે દેશની કોઈ કોર્ટમાં એક પણ અરજી નહીં સ્વીકારાય. તેણે કહ્યું હતું કે ૨-જી સ્પેક્ટ્રમના પ્રવર્તમાન લાઇસન્સ જે ૭ સપ્ટેમ્બરે પૂરા થવાના હતા તે ૧૮ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય મર્યાદા ન દર્શાવવા બદલ ખંડપીઠે કેન્દ્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવશે નહીં ત્યાં સુધી હરાજી પ્રક્રિયા પૂર્ણ થશે નહીં. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે એ પણ હકીકત છે કે કેન્દ્ર સરકારે ૨ ફેબુ્રઆરીનાં ચુકાદાનો અમલ કર્યો નથી.
ટેલિકોમ સચિવ આર. ચંદ્રશેખર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ૨-જી સ્પેક્ટ્રમની નવેસરથી હરાજી પૂર્ણ કરવાની સમય મર્યાદા દર્શાવવામાં ન આવતા નારાજ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે ચાલી શકે નહીં.
ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે આ હેતુ માટે વધુ સમય આપવામાં આવશે નહીં. ખંડપીઠે જણાવ્યું હતું કે તે ૧૩ જાન્યુઆરીનાં રોજ સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરશે. ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે ૧૨ નવેમ્બરથી શરૃ થનાર હરાજી પ્રક્રિયા ૬૦ દિવસમાં પૂર્ણ થઇ જવી જોઇએ.
હરાજી પ્રક્રિયા શરૃ કરવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનો અમલ કરવામાં ટેલિકોમ મંત્રાલય નિષ્ફળ નિવડશે તો સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અને જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામી અદાલતને આ અંગેની જાણ કરવા માટે સ્વતંત્ર છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved