Last Update : 28-August-2012, Tuesday

 

કોલસા મંત્રાલયના નિર્ણયો માટે જવાબદારી સ્વીકારી
કેગનો રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો ઃ વડાપ્રધાન

ભાજપ તથા ડાબેરી શાસિત રાજ્યોએ હરાજીનો વિરોધ કર્યો હતો ઃ સંસદની કાર્યવાહી ચાલવા દેવા વિપક્ષને અપીલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
વડાપ્રધાન મનમોહન સિંહે કોલ બ્લોક ફાળવણીથી ખાનગી કંપનીઓને ૧.૮૬ લાખ કરોડ રૃપિયાનો લાભ થયો હોવાના કેગના અહેવાલને દોષપૂર્ણ અને ગેરમાર્ગે દોરનાર જણાવી તેના સંબધમાં મૂકવામાં આવેલા અનિયમિતતાના તમામ આરોપોને ફગાવી દીધા હતાં. સંસદમાં તથા સંસદની બહાર તેમણે જણાવ્યું હતું કે કેટલાક સમય માટે મંે કોલસા મંત્રાલયની જવાબદારી લીધી હોવાથી હું આ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારંુ છું. તેમણે જણાવ્યું હતું કે અનિયમિતતાના જે આરોપો મૂકવામાં આવ્યા છે તે તથ્યો પર આધારિત નથી.
સંસદમાં અવરોધ ઉભો કરવા બદલ તેમણે ભાજપની ટીકા કરી હતી. તેમણે વિપક્ષને અપીલ કરી હતી કે સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં આવે જેથી ચર્ચા દ્વારા સત્ય સામે લાવી શકાય. વડાપ્રધાન દ્વારા નિવેદન આપવાની શરૃઆત કરવામાં આવતાની સાથે જ ભાજપે બંને ગૃહોમાં તેમના રાજીનામાની માંગ કરી હતી. જેના કારણે તે ચાર પાનાનું પોતાનું નિવેદન પૂર્ણ કરી શક્યા ન હતા.
વડાપ્રધાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે માત્ર સરેરાશ ઉત્પાદન ખર્ચ અને કોલ ઇન્ડિયા લિમિટેડની વેચાણ કિંમતને આધારે તૈયાર કરવામાં આવેલો કેગનો અહેવાલ ગેરમાર્ગે દોરનાર છે. ખાનગી કંપનીઓને કોલ બ્લોક માત્ર માઇનિંગ પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવ્યાં હોવાથી કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવો સાથે ફાળવવામાં આવેલા બ્લોકની સરખામણી કરવામાં આવે તે યોગ્ય નથી.
પોતાના રાજીનામાની ભાજપની માંગનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે હરાજી વગર કોલ બ્લોકની ફાળવણી ૧૯૯૩થી કરવામાં આવી રહી છે. કેગ દ્વારા જે પદ્ધતિની ટીકા કરવામાં આવી છે તે પદ્ધતિ દ્વારા અગાઉની સરકારોએ પણ કોલ બ્લોકની ફાળવણી કરી હતી.
યુપીએના શાસનમાં હરાજી દ્વારા કોલ બ્લોકની ફાળવણી કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી પરંતુ વિપક્ષોનાં શાસનવાળા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા અને રાજસ્થાને હરાજી દ્વારા કોલ બ્લોેકની ફાળવણી કરવાનો વિરોધ કર્યો હતો. સિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારોનું માનવું હતું કે હરાજી દ્વારા કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવશે તો કોલસાની કિંમત વધશે અને ઉદ્યોગોના વિકાસ પર વિપરિત અસર પડશે.
તેમણે રાજસ્થાનનાં ભાજપનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેમણે એપ્રિલ ૨૦૦૫માં હરાજીની પ્રક્રિયાનો વિરોધ કરતો પત્ર મને લખ્યો હતોે. આ પત્રમાં તેમણે જણાવ્યું હતુું કે હરાજી દ્વારા કોલ બ્લોકની ફાળવણી સરકારિયા કમિશનની ભલામણોથી વિરુદ્ધ છે. તેમણે છત્તીસગઢનાં ભાજપનાં મુખ્યપ્રધાન રમણ સિંહનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમણે જૂન ૨૦૦૫માં પત્ર લખી કોલ બ્લોક ફાળવણીની વર્તમાન નીતિ ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો. સિંહે વધુમાં જણાવ્યું હતું કે ડાબેરીનાં શાસનવાળા પશ્ચિમ બંગાળ અને ભાજપના શાસનવાળા ઓરિસ્સાના મુખ્યપ્રધાનોએ પણ વર્તમાન નીતિમાં ફેરફાર કરવાનો વિરોધ કર્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved