Last Update : 28-August-2012, Tuesday

 

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

રૃ.૩ લાખ કરોડ જેટલો ધરખમ ઘટાડો થાય એવો અંદાજ ઃ સરકાર પણ આ માટે દબાણ કરે છે

મુંબઈ,તા.૨૭
સરકાર બેંકો ઉપર હોલસેલ ડિપોઝીટો પરનો આધાર ઘટાડવા દબાણ કરી રહી છે તેનાં કારણે જાહેર ક્ષેત્રની બેંકો રૃ.૩ લાખ કરોડની બલ્ક ડિપોઝિટોનો ઘટાડો આગામી બે-ત્રણ કવાર્ટર્સમાં જુએ એવો અંદાજ એક વિદેશી બેંકે રજૂ કર્યો છે.
આમ તો બેંકોએ આવી જથ્થાબંધ થાપણો ઘટાડવા પ્રયત્નો શરૃ કરી દીધાં છે છતાં પણ આવી બલ્ક ડિપોઝીટને સેવિંગ અને કરંટ એકાઉન્ટની તેમ જ ટર્મ ડિપોઝીટ દ્વારા રીપ્લેસ કરવાનું મુશ્કેલ તો છે જ. તે જ રીતે બલ્ક મની પરનો આધાર ઘટાડવાનાં કારણે સમગ્રતા પર થાપણો મેળવવાની ઝડપ પર પણ અસર થશે. જે કદાચ રિઝર્વ બેંકને પસંદ ન પડે.
વિજયા બેંકે રૃ.૬૦૦૦ કરોડનાં પ્રમાણમાં બલ્ક મનીમાં ઘટાડો કર્યો હોવાનું બેંકનાં એક અધિકારીએ જણાવ્યું હતું. બેંકોએ આવી ડિપોઝીટો ઘટાડવાનાં સંનિષ્ઠ પ્રયત્નો શરૃ કર્યાં છે. છતાં ઈચ્છિત પ્રમાણમાં હજુ ઘટાડો થયો નથી પણ આગામી કવાર્ટરોમાં આવો ઘટાડો નોંધાય ત્યારે હોલસેલ ડિપોઝીટનાં વ્યાજનાં દર પર દબાણ સર્જાશે. એવું અમુક વર્ગનું માનવું છે. સમગ્રતયા કુલ ડિપોઝીટનાં ૨૦ ટકાનાં પ્રમાણ સુધી બલ્ક ડિપોઝીટોને માર્ચ ૨૦૧૩ સુધીમાં લાવવાનું બેંકોને થોડું મુશ્કેલ તો લાગે છે જ !
મુંબઈનાં એક વરિષ્ઠ બેંક અધિકારીએ જણાવ્યું હતું કે બલ્ક ડિપોઝીટોની રકમ મોટા ભાગે સરકારી એકમો અને આઈ.ટી. પેઢીઓનાં સરપ્લસ ફંડમાંથી આવતી હતી અને તેની સામે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને ધિરાણો અપાતા હતાં પણ આવા ધિરાણો પર હવે બેંકોએ લગામ ખેંચતાં ડિપોઝીટ-ધિરાણોમાં મિચમેચ જોવા મળ્યું છે. ટૂંકાગાળામાં રિટેલ રુટથી વધુ ડિપોઝીટ ઊભી કરવાનું પણ મુશ્કેલ જણાય છે. આમ હવે બલ્ક ડિપોઝિટો રિન્યુ કરવામાં આવે તો પણ એ રિટેલ માટેનાં રેટથી ૧૫૦થી ૨૦૦ બેસીસ પોઈન્ટ નીચા વ્યાજ દરરિન્યુ થવાની સંભાવના વિદેશી બેંકનાં અહેવાલમાં જણાવાઈ છે.
રિઝધર્વ બેંકના ડેટા મુજબ ઓગસ્ટ ૨૦૧૨માં વાર્ષિક ધોરણે ડિપોઝીટ ગ્રોથ રેટ ઘટીને ૧૪.૩ ટકા થયો હતો. જે માર્ચ ૨૦૧૨માં ૧૭.૪ ટકાનાં સ્તરે હતો. આમ તો રિટેલ ડિપોઝીટોની ચંચળતા પ્રમાણમાં ઓછી હોય છે પણ તેને આકર્ષવા માટે બેંકોએ આકર્ષક વ્યાજ દરની ઓફર કરવી પડતી હોય છે ઉપરાંત ડિપોઝીટનું માળખું બદલવાની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી છે એવું પણ એક બેંકરે જણાવ્યું હતું.
બલ્ક ડિપોઝીટ પર નજર

બેંક

કરન્ટ/સેવિંગ્સ

જંગી

ડિપોઝીટમાં

-

એકાઉન્ટ ડિપો.નો

ડિપોઝીટ

ઘટાડાની શક્યતા

-

હિસ્સો (ટકામાં)

(ટકામાં)

(ટકામાં)

યુકો બેંક

૨૨.૩

૪૩.૦

૪૩,૦૦૦

ંપંજાબ નેશનલ બેંક

૩૫.૩

૨૨.૦

૨૭,૨૦૦

વિજયા બેંક

૨૨.૦

૪૪.૦

૨૪,૦૦૦

કેનેરા બેંક

૨૪.૩

૨૨.૦

૨૨,૯૦૦

ઓરીએન્ટલ બેંક

૨૪.૧

૨૮.૦

૧૯,૬૦૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved