Last Update : 28-August-2012, Tuesday

 

તાજેતરમાં થયેલા વરસાદથી ખાસ રાહત નથી
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

રાજ્યમાં ગત વર્ષે ૮.૮ મિલિયન હેક્ટરમાં થયેલું વાવેતર ચાલુ વર્ષે ૬.૮ મિલિયન હેક્ટર

અમદાવાદ, સોમવાર
ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે ગુજરાતમાં ખરીફ પાક પર ગંભીર અસર થવા પામી છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ સૂત્રના અંદાજ મુજબ માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જશે. આ ઉપરાંત એરંડા, કઠોળ, ગવાર સીડ અને શાકભાજીના પાક પર પણ ચાલુ વર્ષે ગંભીર અસર થશે જેના કારણે આગામી સમયમાં તેના પુરવઠાને લઈને પણ પ્રશ્નો ઉભા થશે.
ચાલુ વર્ષ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં વરસાદની ઘટનું પ્રમાણ ખૂબ જ ઉચું હતું જેના કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોને દુકાળની અસરવાળા જાહેર કરાયા હતા. છેલ્લા પંદર- વીસ દિવસમાં રાજ્યમાં વરસાદનું જોર વધતા દુકાળની પરિસ્થિતિમાં જરૃર રાહત જણાઈ છે. પરંતુ રાજ્યના સૌરાષ્ટ્ર- કચ્છ સહિતના અન્ય કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.
આમ, સૌરાષ્ટ્ર કચ્છમા વરસાદની ખેંચના કારણે દુકાળની સ્થિતિ વધુ ગંભીર બનવાની સાથોસાથ મોટા ભાગના પાક નિષ્ફળ નીવડયા છે જેના કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સર્જાયેલ આ વિકટ પરિસ્થિતિ એટલે કે નબળા ચોમાસાના કારણે આ વિસ્તારમા ંમગફળી અને કપાસનો ૭૪ ટકા જેટલો પાક નિષ્ફળ જશે. આ પંથકની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે જો આગામી દિવસોમાં આ વિસ્તારમાં પૂરતો વરસાદ નહીં થાય તો આ આંકડો વધીને ૮૫ ટકા સુધી પહોંચવાની શક્યતા છે.
ચાલુ વર્ષે ખરીફ સિઝન દરમિયાન ગુજરાતમાં ૬.૮ મિલિયન હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ગત વર્ષના ૭૪ ટકા જેટલું છે. જે સામાન્ય પરિસ્થિતિમાં ૮.૮ મિલિયન હેક્ટર ગત વર્ષે હતું. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ૨૦ ઓગસ્ટ સુધી મગફળીનું વાવેતર ૧.૨ મિલિયન હેક્ટરમાં થયું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૧.૪ મિલિયન હેક્ટર હતું. સૌરાષ્ટ્રમાં મોટા ભાગે મગફળીનું વાવેતર થાય છે આમ, વરસાદની ખેંચના કારણે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
કપાસની વાત કરીએ તો ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં ૨.૩ મિલિયન હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયે ૨.૯ મિલિયન હેક્ટરમાં હતું સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર મુખ્યત્વે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ પોરબંદર અને ભાવનગર જિલ્લામાં થાય છે. આ તમામ વિસ્તારોમાં વરસાદની ખેંચ સર્જાતા પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાવા પામી છે. જો કે, તાજેતરમાં આ વિસ્તારો પૈકી સોરઠ અને હાલાર પંથકમાં વરસાદ થયો છે પણ તેનાથી પ્રતિકૂળતાનો અંત આવતો નથી.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ચોમાસુ ખેંચાઈ જવાના કારણે રાજ્યમાં ખેડૂતોના આપઘાતના બનાવો વધી રહ્યા છે. આમ નબળા ચોમાસાના કારણે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
ખરીફ સિઝનોમાં મુરઝાયેલો પાક

પાક

-

પાક હેઠળનો વિસ્તાર

-

૨૦૧૧

૨૦૧૨

મગફળી

૧૪૨૩

૧૧૮૭

કપાસ

૨૯૫૨

૨૨૭૮

સેરલ્સ

૧૪૮૬

૧૨૭૨

કઠોળ

૫૨૨

૩૬૩

એરંડા

૫૭૭

૨૬૨

શાકભાજી

૧૯૭

૧૮૯

ગવારસીડ

૧૧૪

૧૭૮


(તમામ આંકડા ૦૦૦ હેક્ટરમાં)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved