Last Update : 28-August-2012, Tuesday

 

ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં

શેરોમાં તેજીના વળતા પાણીઃ બેંક, રીયાલ્ટી, મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ ૧૦૫ પોઈન્ટ ઘટયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
ડેરીવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંતના સપ્તાહની શરૃઆત અપેક્ષીત નેગેટીવ થઈ હતી. રાજકીય મોરચે કોલસાના માઈનીંગ મુદ્દે 'કેગ'ના સરકારને રૃ.૧.૮૬ લાખ કરોડની નુકસાનીના રીર્પોટને લઈ વિપક્ષોએ યુપીએ સરકારને ભીંસમાં લેવાનું ચાલુ રાખી વડાપ્રધાનના રાજીનામાની માગણી પર અડગ રહેતા સંસદમાં મંજૂરીના અભાવમાં ઘણા આર્થિક સુધારાના ખરડા અટવાઈ પડતા નેગેટીવ અસરે એફઆઈઆઈ ફરી સાવચેતીની રૃખ અપનાવી શેરોમાં નવી મોટી ખરીદીથી દૂર રહી વેચવાલ બનતા અને આંતરરાષ્ટ્રીય મોરચે વેનેઝુએલામાં વિશ્વની સૌથી મોટી રીફાઈનરી પૈકી એકમાં આગ લાગતા અને ટ્રોપીકલ તોફાન ઈસાક વાવાઝોડાથી યુ.એસ.માં ઉત્પાદન અટકવાના ભય સાથે યુ.એસ.ના સ્ટીમ્યુલસ સંકેતે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઉકળીને નાયમેક્ષ ક્રુડના ઓક્ટોબર ડીલીવરીના બેરલ દીઠ ૧.૫૭ ડોલર ઉછળીને ૯૭.૭૨ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૧.૦૪ ડોલર વધીને ૧૧૪.૬૩ ડોલર થઈ જતાં ક્રુડની મોટી આયાત પર નિર્ભર ભારત માટે પણ આયાત બિલમાં જંગી વધારો થવાના અને ખાધમાં વધારો થવાના જોખમે હવે મોંઘવારીના દાનવને અંકુશમાં લેવો મુશ્કેલ બનવાની અને એના પરિણામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા ધૂંધળી બનતા બેંકિંગ- પાવર- કેપિટલ ગુડઝ, રીયાલ્ટી, મેટલ, ઓટો શેરોમાં વેચવાલી સાથે આઈટી શેરોમાં ધોવાણે સેન્સેક્ષ ૧૦૪.૪૦ પોઇન્ટ અને નિફટી ૩૬.૪૫ પોઈન્ટ ઘટી ગયા હતા. ટ્રેડીંગની શરૃઆત નિરસતા વચ્ચે સાંકડી વધઘટે થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનીલીવર, સન ફાર્મા, સિપ્લાની મજબૂતી સામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક પાછળ બેંકિંગ શેરો અને જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઈટ, હિન્દાલ્કો સહિત મેટલ શેરો સાથે પાવર- કેપિટલ ગુડઝ શેરો ભેલ, લાર્સન અને ઓટો શેરોમાં ટાટા મોટર્સ, મારૃતી સુઝુકીમાં નરમાઈ અને આઈટી કંપનીઓ માટે યુ.એસ.માં સબ કોન્ટ્રેક્ટ થકી આઉટસોર્સીંગની ફરજ પડી રહી હોઈ માર્જીન દબાણ હેઠળ આવતા ઈન્ફોસીસ, વિપ્રો, ટીસીએસની વેચવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૭૮૩.૨૧ સામે ૧૭૭૬૯.૪૪ ખુલી ઉપરમાં ૩૬.૮૬ પોઈન્ટ વધીને ૧૭૮૨૦.૦૭ થઈ આ સુધારો ક્ષણિક નીવડી સતત ઘટતો જઈ એક સમયે ૧૨૧ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૭૬૬૨.૨૧ સુધી આવી જઈ અંતે ૧૦૪.૪૦ પોઈન્ટના ઘટાડે ૧૭૬૭૮.૮૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૫૩૯૯ થઈ નીચામાં ૫૩૪૭ બોલાયોઃ ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ નેગેટીવઃ ૫૨૭૫ મજબૂત સર્પોટ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૮૬.૭૦ સામે ૫૩૮૭.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૩૯૯.૧૫ થઈ પાછો ફરીને પીએનબી, જિન્દાલ સ્ટીલ, જેપી એસોસીયેટસ, સ્ટેટ બેંક, આઈડીએફસી, એકસીસ બેંક, રિલાયન્સ ઈન્ફ્રા., બેંક ઓફ બરોડા, ડીએલએફ, ભેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, મારૃતી, લાર્સન, સેસાગોવા સહિતની નરમાઈએ એક સમયે ૪૦.૦૫ પોઈન્ટના ઘટાડે નીચામાં ૫૩૪૬.૬૫ થઈ અંતે ૩૬.૪૫ પોઈન્ટ ઘટીને ૫૩૫૦.૨૫ બંધ રહ્યો હતો. ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ હવે ઘટાડાનો નેગેટીવ બતાવાઈ રહ્યો છે. નિફટી સ્પોટ ૫૪૨૦ ઉપર બંધ આવે ત્યારબાદ નજીકનો ટ્રેન્ડ બદલાશે. ટેકનીકલી ૫૨૭૫ મજબૂત ટેકાની સપાટી બતાવાઈ રહી છે.
ગેન થીયરી મુજબ નિફટી એકસ્પાયરી ૫૧૦૦ નજીક? ૫૪૦૦ના કોલ ૧૭/૧૮માં ૧૪ લાખ વેચાયા?
ડેરીવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંતના સપ્તાહમાં નિફટી ઓગસ્ટ ફયુચર ૧,૮૯,૧૫૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૦૮૬.૧૯ કરોડના ટર્નઓવરે ૫૪૦૨.૭૦ સામે ૫૪૦૩.૨૫ ખુલી ઉપરમાં ૫૪૦૬.૪૫ થઈ નીચામાં ૫૩૫૮.૧૦ સુધી જઈ અંતે ૫૩૬૨.૧૫ હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર ૭૫૯૫૪ કોન્ટ્રેકટસમાં રૃ.૨૦૫૩.૭૭ કરોડના ટર્નઓવરે ૫૪૨૮.૯૦ સામે ૫૪૨૯.૨૫ ખુલી ઉપરમાં ૫૪૩૩.૭૦ થઈ નીચામાં ૫૩૯૦ સુધી જઈ અંતે ૫૩૯૨ હતો. ૫૩૦૦ના પુટમાં ૧.૧૫ કરોડની ઓપન ઈન્ટરેસ્ટની પોઝિશન વચ્ચે ૪,૪૭,૭૧૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૮૮૩.૬૬ કરોડના ટર્નઓવરે ૭.૩૦ સામે ૬ ખુલી નીચામાં ૫.૧૦ થઈ ઉપરમાં ૧૦.૫૦ સુધી જઈ અંતે ૯.૨૦ હતો. નિફટી ૫૪૦૦ના ઓગસ્ટ કોલમાં ૧૭થી ૧૮ની એવરેજમાં આજે ૧૪ લાખનું વેચાણ થયાની ચર્ચા વચ્ચે ૫,૬૭,૯૦૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૫૩૯૨.૫૦ કરોડના ટર્નઓવરે ૩૩.૨૫ સામે ૩૨.૦૫ ખુલી ઉપરમાં ૩૪.૭૦થી નીચામાં ૭ સુધી ગબડી છેલ્લે ૧૩ હતો. ડબલ્યુડી ગેન થીયરી પ્રમાણે ઓગસ્ટ નિફટી એકસ્પાયરી ૫૧૦૦ સુધી આવે તો નવાઈ નહીં. નિફટી ૫૧૦૦નો ઓગસ્ટ પુટ ૧.૨૦ સામે ૧ ખુલી ૧.૧૦ થઈ નીચામાં ૦.૮૦ જઈ અંતે ૦.૯૫ હતો.
બેંક નિફટી ઓગસ્ટ ફયુચર ૧૦૩૬૭થી તૂટીને ૧૦૧૬૧ઃ ક્રુડના વધતા ભાવે વ્યાજ દરોમાં ઘટાડો નહીં
ક્રુડના વધતા ભાવોએ હવે ફુગાવાનું જોખમ વધતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની નહિવત શક્યતા અને બેંકોની૨ એનપીએમાં જંગી વધારો થવાના જોખમે બેંકિંગ શેરોમાં મોટું ઓફલોડીંગ થયું હતું. બેંક નિફટીમાં પણ હેમરીંગ વચ્ચે બેંક નિફટી ઓગસ્ટ ફયુચર ૬૯૧૭૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૭૭૨.૧૬ કરોડના ટર્નઓવરે ૧૦૩૬૬.૯૫ સામે ૧૦૩૭૧ ખુલી નીચામાં ૧૦૧૬૧.૩૫ સુધી પટકાઈ અંતે પણ ૧૦૧૬૧.૩૫ નજીક હતો.
સ્ટેટ બેંક રૃ.૪૯, પીએનબી રૃ.૩૨, એકસીસ રૃ.૩૮ તૂટયાઃ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૧૫ પોઈન્ટ તૂટયો
બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૪૮.૮૫ તૂટીને રૃ.૧૮૪૫.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૦.૨૫ ઘટીને રૃ.૯૩૫.૪૫, પીએનબી રૃ.૩૧.૮૫ તૂટીને રૃ.૬૮૦.૧૦, એકસીસ બેંક રૃ.૩૭.૫૦ ઘટીને રૃ.૧૦૩૮.૯૦, ફેડરલ બેંક રૃ.૧૨.૯૦ ઘટીને રૃ.૪૧૪.૫૦, બેંક ઓફ બરોડા રૃ.૧૮.૬૫ ઘટીને રૃ.૬૨૫.૧૦, કેનરા બેંક રૃ.૯.૨૦ ઘટીને રૃ.૩૨૩.૮૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૭ ઘટીને રૃ.૨૬૬.૨૫, યુનીયન બેંક રૃ.૪.૦૫ ઘટીને રૃ.૧૫૪.૯૦, યશ બેંક રૃ.૮ ઘટીને રૃ.૩૩૬.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૧.૧૫ ઘટીને રૃ.૫૭૪.૨૫, ઓરિએન્ટલ બેંક રૃ.૯.૬૦ ઘટીને રૃ.૨૨૧.૫૫, યુકો બેંક રૃ.૨.૫૫ ઘટીને રૃ.૬૩.૯૦, દેના બેંક રૃ.૨.૨૦ ઘટીને રૃ.૮૬.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૧૫.૩૭ પોઈન્ટ તૂટીને ૧૧૬૫૬.૯૧ રહ્યો હતો.
રીયાલ્ટીમાં તેજીનો ફુગ્ગો ગમે તે ઘડીએ ફૂટશે! ૪૦ ટકા સુધી ભાવો તૂટશે? રીયાલ્ટી શેરો ગબડયા
રીયાલ્ટી ક્ષેત્રે પણ હાઉસીંગ લોનના ઊંચા વ્યાજ દરો અને રીયાલ્ટી ડેવલપરોએ ભાવો ઊંચા પકડી રાખ્યા હોઈ ગ્રાહકો અદ્રશ્ય થઈ ગયા છે, ત્યારે એક તરફ ૪૦ ટકા સુધી ભાવો ગબડવાની શક્યતા સાથે મહારાષ્ટ્રમાં રીયાલ્ટી ડેવલપરોને કોર્ટે ફટકો મારી વર્ષ ૨૦૦૬ના પાંચ ટકા ધોરણે વેટ વસૂલવાની સરકારની તરફેણમાં ચૂકાદો આપતા માઠી અસરે રીયાલ્ટી શેરોમાં વેચવાલી હતી. બેંકોનું પણ વધતી એનપીએ- ડૂબત લોનથી હવે રીયાલ્ટી ડેવલપરો પાસેથી લોનની સમયસર વસૂલાત માટે દબાણ વધી રહ્યાના અને એના પરિણામે હવે રીયાલ્ટી ડેવલપરોમાં ઊંચા ભાવો પકડી રાખવાની સિન્ડિકેટમાં ફાટફૂટ પડવાનું શરૃ ગયાની ચણભણ વચ્ચે પણ રીયાલ્ટી શેરોથી રોકાણકારો દૂર થવા લાગ્યા છે. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૩૮.૫૫ પોઈન્ટ તૂટીને ૧૫૫૧.૯૭ રહ્યો હતો. યુનીટેક ૯૦ પૈસા તૂટીને રૃ.૧૯.૪૫, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૨ તૂટીને રૃ.૪૬.૫૦, એચડીઆઈએલ રૃ.૨.૮૫ તૂટીને રૃ.૭૨.૬૫, ડીએલએફ રૃ.૬.૫૫ ઘટીને રૃ.૨૦૧.૧૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૧૫.૧૦ ઘટીને રૃ.૫૧૭.૧૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ૩.૮૯ કરોડ શેરો બાયબેક કર્યા ઃ ગોલ્ડમેનનું 'બાય' રેટીંગઃ શેર વધીને રૃ.૭૮૭
ખરાબ બજારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આર્કષણ હતું. ગોલ્ડમેન સેશ દ્વારા કંપનીના શેરને 'બાય' હેઠળ મૂકાતા અને કંપની દ્વારા ૨૧, ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં શેર બાયબેક પ્રોગ્રામ હેઠળ રૃ.૨૭૮૯ કરોડમાં ૩.૮૯ કરોડ શેરો બાયબેક કર્યા હોવાનું જાહેર કરાતા તેમજ વેનેઝુએલામાં સૌથી મોટી રીફાઈનરી આગ લાગવાને પરિણામે બંધ પડતા રિલાયન્સની રીફાઈનરીનો બિઝનેસ વધવાના અંદાજો વચ્ચે શેરમાં ફંડોનું આર્કષણ વધ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૭૮૪.૭૫ ખુલી નીચામાં રૃ.૭૮૩.૧૫થી ઉપરમાં રૃ.૭૯૬ સુધી જઈ અંતે રૃ.૫.૩૦ વધીને રૃ.૭૮૭.૪૦ રહ્યો હતો.
આઈટી કંપનીઓને યુ.એસ.માં સબ કોન્ટ્રેક્ટની પડતી ફરજઃ માર્જીન ઘટયું ઃ ઈન્ફોસીસ, વિપ્રો ઘટયા
આઈટી ક્ષેત્રે ભારતીય કંપનીઓએ યુ.એસ.માં વીસાના નિયમો કડક થવા ન સાથે વીસા મેળવવામાં મુશ્કેલીને પરિણામે હવે અમેરિકામાં સબ કોન્ટ્રેક્ટસનો વિકલ્પ અપનાવવાની ફરજ પડી હોવાના અને એના પરિણામે આઉટસોર્સીંગમાં કંપનીઓના માર્જીનમાં ઘટાડો થઈ રહ્યાના અહેવાલે આઈટી શેરોમાં વેચવાલીએ ઈન્ફોસીસ રૃ.૩૪.૮૦ ઘટીને રૃ.૨૪૧૦.૫૫, વિપ્રો રૃ.૫ ઘટીને રૃ.૩૬૦, ટીસીએસ રૃ.૩.૮૫ ઘટીને રૃ.૧૩૧૯.૧૫ રહ્યા હતા.
અદાણી પોર્ટ બે બંદરોના ડેવલપમેન્ટ માટે ગેરલાયક ઠરી! અદાણી ગુ્રપ શેરોમાં ઓફ લોડીંગ
અદાણી પોર્ટ દેશમાં બે બંદરોના ડેવલપમેન્ટ માટે બીડમાં ગેરલાયક ઠરી હોવાના અહેવાલે આજે અદાણી ગુ્રપ શેરોમાં ગાબડાં પડયા હતા. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૃ.૧૫.૬૫ તૂટીને રૃ.૧૫૯.૨૦, અદાણી પોર્ટસ રૃ.૩.૮૦ ઘટીને રૃ.૧૦૮.૧૦, અદાણી પાવર રૃ.૧.૩૫ ઘટીને રૃ.૩૯ રહ્યા હતા.
આઈએફસીઆઈ સરકારનું હોલ્ડિંગ વધતા બે દિવસમાં ૧૯ ટકા તૂટયોઃ જીએમઆર, લેન્કો પણ ગબડયા
આઈએફસીઆઈમાં ગત શુક્રવારે કેન્દ્ર સરકારે બોન્ડસના ઈક્વિટીમાં કર્ન્વઝનનો ઓપ્શન- વિકલ્પ અપનાવીને કંપનીમાં પોતાનું હોલ્ડિંગ વધારતા શેરમાં ૧૩ ટકાના ધોવાણ બાદ આજે વધુ વેચવાલીએ શેર રૃ.૧.૬૦ (૫.૪૭ ટકા) તૂટીને રૃ.૨૭.૬૫ રહ્યો હતો. જ્યારે પોર્ટ- બંદરોના ડેવલપમેન્ટ માટે બીડરોની પસંદગીમાં ગેરલાયક ઠરવાના અહેવાલે લેન્કો ઈન્ફ્રા. પણ ૬૯ પૈસા ગબડી રૃ.૧૧.૧૩, જીએમઆર ઈન્ફ્રા. રૃ.૧.૧૦ તૂટીને રૃ.૧૮.૩૦ રહ્યા હતા.
જિન્દાલ શેરોમાં ગાબડાં ઃ મેટલની ઘટતી માગઃ મેટલ ઈન્ડેક્ષ ૧૪૫ પોઇન્ટ તૂટયો
ચીનમાં મંદીના માહોલ સાથે સ્થાનિકમાં પણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો અટવાયા હોઈ અને પ્રોપર્ટી- રીયાલ્ટી ક્ષેત્રે પ્રોેજેક્ટો થંભી ગયા હોઈ મેટલની ઘટતી માગથી મેટલ શેરોમાં પણ વેચવાલી હતી. જિન્દાલ સ્ટીલ રૃ.૨૦.૫૦ તૂટીને રૃ.૩૭૭.૧૫, સેસાગોવા રૃ.૪.૪૦ ઘટીને રૃ.૧૮૭.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૧૪.૯૫ ઘટીને રૃ.૭૨૦.૯૦, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રી રૃ.૩.૧૦ ઘટીને રૃ.૧૧૦.૧૫, હિન્દાલ્કો રૃ.૧૧૦.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૧૪૫.૩૧ પોઈન્ટ તૂટીને ૧૦૨૭૬.૯૭ રહ્યો હતો.
એનએસઈમાં શનિવારે ૯, સપ્ટેમ્બરના રોજ ખાસ ટ્રેડીંગ સત્ર યોજાશે
નેશનલ સ્ટોક એક્ષચેન્જ (એનએસઈ) દ્વારા ૮, સપ્ટેમ્બર ૨૦૧૨ના શનિવારે કેશ અને એફએન્ડઓ સેગમેન્ટમા ખાસ દોઢ કલાકનું ટ્રેડીંગ સત્ર યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેડીંગ સત્ર સવારે ૧૧ઃ૧૫ વાગ્યાથી બપોરે ૧૨ઃ૪૫ વાગ્યા સુધી યોજાશે. પ્રી- ઓપન ટ્રેડીંગ સવારે ૧૧ વાગ્યાથી ૧૧ઃ૧૫ સુધી યોજાશે. બ્લોક ડીલ્સનો સમય ૧૧ઃ૧૫થી ૧૧ઃ૫૦ વાગ્યા સુધી રહેશે. કેશ સેગ્મેન્ટમાં થનારા સોાદાનું સેટલમેન્ટ મંગળવાર ૧૧, સપ્ટેમ્બર ૨૦૧૨ના અલગ સેટલમેન્ટ તરીકે થશે. જ્યારે એફએન્ડઓના કિસ્સામાં શનિવારે થનારા ફયુચર્સ માટે દૈનિક માર્ક ટુ માર્કેટ સેટલમેન્ટ અને ઓપ્શન્સ માટે પ્રીમિયમ સેટલમેન્ટ ૧૦, સપ્ટેમ્બર ૨૦૧૨ના સોમવારે થશે.
ડીઆઈઆઈની રૃ.૫૦૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલીઃ એફઆઈઆઈની રૃ.૨૦૦ કરોડની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૨૦૦.૪૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૫૦૭.૩૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૩૦૬.૯૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૫૦૦.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૫૨૦.૭૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૦૨૧.૪૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved