Last Update : 28-August-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૮-૦૮-૨૦૧૨, મંગળવાર
અધિક ભાદરવા સુદ બારસ
સિંહમાં બુધ - બજારોમાં વધઘટ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૯ મિ. (સૂ) ૭ ક. ૧૦ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૪૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ફ.ધ.ભ.ઢ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પુર્વાષાઢા સવારના ૭ ક. ૩૦ મિ. સુધી પછી ઉત્તરાષાઢા ૩-૧૦ સુધી ત્યારપછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહમાં ૨૯-૦૮થી, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-બપોરના ૧૨ ક. ૪૮ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ, રા.દિ.ભા-૬
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા સુદ બારસને મંગળવાર.
- બુધ સિંહમાં રાત્રે ૨૯ ક. ૦૮ મિ.થી. બજારોમાં વધઘટ?
- અનાજના ભાવમાં સ્થિરતા?
- ખાટા પદાર્થો, દહીં, દારૃના ભાવ વધે?
- કાપડ, કપડાના ભાવ વધે?
- રેલ્વેની ચીજવસ્તુના ભાવ વધે?!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૧ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રસકસના વેપાર-ધંધામાં, અનાજ, ખાંડ, સાકર, રૃના વેપાર ધંધામાં, નોકરીના કામમાં વ્યસ્તતા રહે.

 

વૃષભ ઃ આજે આપે બજારોની વધઘટમાં સાવધાનીપૂર્વક વેપાર-ધંધાનો નિર્ણય કરવો પડે. નોકરીમાં ચિંતા રહે.

 

મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધામાં નુકસાન-વિવાદ થાય તેવું કામ કરવું નહીં.

 

કર્ક ઃ બજારોની વધઘટમાં, નોકરીના કામમાં આપે ધીરજ રાખી, વિચારપૂર્વક નિર્ણય કરવો. ઘરના કામમાં ધ્યાન રાખવું.

 

સિંહ ઃ આપના રોજીંદા કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો આવક થાય. નોકરીમાં વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય.

 

કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ થતી જાય. આપના રોજીંદા કામ સિવાય, અન્ય કામમાં ધ્યાન આપી શકો.

 

તુલા ઃ આજે આપના નિકટના સગા સંબંધી-મિત્રવર્ગના કારણે શાંતિ-રાહત જણાય નહીં. સારા સંબંધમાં મનદુઃખ થાય.

 

વૃશ્ચિક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ, રાહત અનુભવતા જાવ. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

ધન ઃ આકસ્મિક ચિંતા-ખર્ચ-અસ્વસ્થા જણાય. સરકારી, ખાતાકીય, કાનૂની કામમાં જાગૃતિ રાખવી પડે.

 

મકર ઃ આપના રોજીંદા ખર્ચ ઉપરાંત વધારાનો ખર્ચ થાય. નાણાંભીડ અનુભવાય પરંતુ કામ અટકી પડે નહીં.

 

કુંભ ઃ બજારોની વધઘટમાં સાવધાની રાખવી પડે. લોભ લાલચમાં જોખમી ધંધો કરવો નહીં. નોકરીમાં જાગૃતિ રાખવી.

 

મીન ઃ નોકરી ધંધાની-પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. વધારાના કામના ઉકેલથી હળવાશ-રાહત રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૮-૦૮-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. જન્મવર્ષનો પ્રથમ મહિનો ચિંતા-વ્યગ્રતા-બીમારીનો રહે. તે સિવાય વર્ષના પ્રારંભના ચાર મહિના નોકરી-ધંધામાં શાંતિથી પસાર કરવા. હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારથી સાવધાની રાખવી. આ વર્ષમાં પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે પરંતુ છેવટે તેમની ચિંતા ઉકેલાતા આપ હળવાશ-રાહત અનુભવો.

 

* નોકરી ધંધામાં, શેરોના કામમાં, નોકરીની સાથે સાથે ધંધો કરવામાં તમે મુશ્કેલીમાં મુકાવ. નહીં ઘરના કે નહીં ઘાટના જેવા સંજોગોમાં આવકને અસર થવાની શરૃઆત થાય.

 

* વડીલવર્ષના આરોગ્યની ચિંતા રહે. પૈતૃક મીલ્કતના પ્રશ્ને ચિંતા-વિવાદ જણાય. કાનૂની વિવાદમાં સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય. પરંતુ છેવટે ફાયદો-લાભ થાય.

 

* સ્ત્રીવર્ગને વર્ષ મધ્યમ રહે. સાસરી પક્ષની, પિયર પક્ષની ચિંતા રહે. પરંતુ ધર્મકાર્ય થાય. પ્રવાસ થાય.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં ચિંતા-રૃકાવટ છતાં ધીમે ધીમે પ્રગતિ-સફળતા જણાય.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનને એનો મિત્ર મગન કહી રહ્યો હતો, ''નકલી નોટો છાપવાનો તારો ધંધો શરમજનક છે.''
''એમાં શરમ શાની'' છગન બોલ્યો, ''હું તો અસલી નોટ છાપું છું પણ પોલિસ એને નકલી ગણે છે... એમાં હું શું કરું?'

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved