Last Update : 27-August-2012, Monday

 

પાણીથી ચાલતી કારનું ભવિષ્ય !!?

- મન્નુ શેખચલ્લી

સુરતના એક એન્જિનીયરે પાણીથી ચાલે એવી કાર બનાવી છે ! આમાં માત્ર ૨૦ ટકા પેટ્રોલની જરૃર પડશે. એમણે પેટન્ટ પણ રજીસ્ટર કરાવી છે અને સરકારને વિનંતી કરી છે કે આવી કાર બનાવે.
ચાલો, આ તો બરોબર છે. પણ પછી જતે દહાડે આખા મામલામાં શું નું શું થશે ?....
* * *
સૌથી પહેલું તો એ થશે કે જ્યાં સુધીમાં આ કાર બજારમાં આવશે ત્યાં સુધીમાં સરકારે પેટ્રોલના ભાવ ૧૦ ગણા વધારી મૂક્યા હશે ! એટલે સાલું, ૨૦ ટકા પેટ્રોલ પણ આપણને મોંઘું જ પડવાનું.
* * *
બીજું એ થશે કે લોકો ઘરમાં નવી કાર લાવતાં પહેલાં કાર જેવડી મોટી પાણીની ટાંકીઓ બનાવડાવશે !
* * *
ત્રીજું એ થશે કે મોટા મોટો ઇન્ડસ્ટ્રીયલ જાયન્ટોએ મિનીસ્ટરો જોડે મિલીભગત કરીને દેશના તમામ નાના-મોટા કુવા, તળાવો અને બોરવેલો મફતના ભાવે (ટેન્ડર વિના, લીલામીથી) ખરીદી લીધા હશે !
* * *
...એટલે ચોથું એ થશે કે પાણીના ભાવ પણ પાંચ ગણા થઈ જશે !
* * *
સરવાળે, બિસલેરીની બોટલ ૧૨ ને બદલે ૬૦ રૃપિયામાં મળતી થઈ જશે ! લો, શું કરી લેશો ?
* * *
જોકે પેલા એન્જિનીયરના કહેવા મુજબ બિસલેરીના પાણી કરતાં દરિયાનું પાણી વધારે એવરેજ આપશે. જો ખરેખર એવું હશે તો સૌથી પહેલાં બધા માછીમારો કરોડપતિ બની જશે !
* * *
પરંતુ દરિયાનું પાણી કારોમાં વપરાવા લાગશે તો મીઠાના ભાવ ૩૦ ગણા વધી જશે.
* * *
અને દરિયામાં લૂંટમલૂંટ મચી જશે ત્યારે આખી ધરતી પરથી દરિયાનું પાણી ઘટવા માંડશે...જેના કારણે માછલીઓ મરવા માંડશે... જેના કારણે માછલીઓના ભાવ પણ વધી જશે !
* * *
પણ હા, સોમાલિયાના દરિયાઈ ચાંચિયાઓ આવતાં-જતાં જહાજોને લૂંટવાને બદલે દરિયો જ ઉલેચવા માંડશે.
* * *
અને આ બધી ધાંધલ ધમાલ વચ્ચે કોઈને આઇડિયા આવશે કે સાલું, જો દરિયાના ખારા પાણીથી કારની એવરેજ વધતી હોય તો માનવીનો પેશાબ વાપરવાથી એવરેજ કેમ ના વધે ?
* * *
અને જો ક્યાંક ભૂલેચૂેક પેશાબથી ચાલતી કારની શોધ થઈ ગઈ...
- તો બધાંએં ઘંરનીં બહાંર નાંક બંધ કરીંનેં નીંકળવું પંડશેં અંનેં આંપણીં ગુંજરાંતીં ભાંષાં પંણ બિંલકુંલ આંવીં થંઈ જંશે !
મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved