Last Update : 27-August-2012, Monday

 

સંસદમાં કોલસાકાંડની હૈયાહોળી


સમાચારોમાં ઉપરછલ્લો રસ ધરાવતા લોકોને સંસદની કામગીરી વિશે પૂછવામાં આવે તો એ કહી શકે છે કે વિપક્ષોનું કામ સંસદની કામગીરી ખોરવવાનું છે અને સત્તાધારી પક્ષનું કામ ખોરવણીનો ગાળો પૂરો થાય ત્યાં સુધી ધીરજ ધરીને, કાર્યવાહી આગળ ચલાવવાનું છે. અંગ્રેજીમાં ‘કોલ-ગેટ’ જેવા ચબરાકીયા નામે જાણીતા કોલસાકૌભાંડની વિગતો ‘કેગ’ના અહેવાલમાં જાહેર થયા પછી, ફરી એક વાર જૂનું અને જાણીતું નાટક ભજવાઇ રહ્યું છે.
ભાજપ અને એનડીએના સાથી પક્ષોમાંથી કેટલાક રૂ.૧.૮૬ લાખ કરોડના કોલસાકૌભાંડના મુદ્દ વડાપ્રધાન ડો.સંિઘનું રાજીનામું માગી રહ્યા છે. તેમની દલીલ છે કે યુપીએ સરકારની પહેલી મુદતમાં વડાપ્રધાન પોતે કોલસામંત્રી હતા. ભૂતકાળમાં સ્પેક્ટ્રમ કૌભાંડ માટે ટેલીકોમ મંત્રી રાજાને રાજીનામું આપવું પડ્યું હોય તો કોલસાકોભાંડ બદલ કોલસામંત્રી તરીકે વડાપ્રધાને પણ રાજીનામું આપવું જોઇએ. બધા વિપક્ષો અલબત્ત વડાપ્રધાનના રાજીનામા માટે એકસૂરે માગણી કરી રહ્યા નથી, પરંતુ દિવસે દિવસે કોંગ્રેસની સ્થિત ગૃહમાં વધારે કપરી થઇ રહી છે.
કૌભાંડની બાબતમાં સરકારની તળીયે બેઠેલી વિશ્વસનીયતા પછી બહાર આવેલા કોલસાકૌભાંડે સરકાર માટે હવે નીચે જવા જેટલી તસુભાર જગ્યા પણ છોડી નથી. એટલે, ટેલીકોમ કૌભાંડ વખતે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની માગણી સાથે સંસદની કાર્યવાહી ખોરવનાર ભાજપને આ વખતે ભૂતપૂર્વ કોલસાપ્રધાન એવા વડાપ્રધાનના રાજીનામાથી ઓછું કંઇ જ ખપતું નથી. તેની સામે કોંગ્રેસે આ વખતે આક્રમક વલણ અપનાવીને આ માગણી ફગાવી દીધી છે. સ્પેક્ટ્રમ કૌભાંડ વખતે પણ સરકારે સંસદની કાર્યવાહી દિવસો સુધી ખોરંભે પડવા દીધી હતી. ત્યાર પછી સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માગણી સ્વીકારી હતી. આ વખતે ડો.સંિઘના રાજીનામાની માગણી સાથે ભાજપે ફક્ત સંસદની કાર્યવાહી ખોરવીને સંતોષ માન્યો નથી. વિવિધ સંસદીય સમિતિઓમાંથી પણ પોતાના પ્રતિનિધિઓને પાછા ખેંચવાની વ્યૂહરચના અપનાવી છે.
જેની રચના માટે ભાજપે અગાઉ સંસદની કામગીરી ખોરવી હતી, તે સ્પેક્ટ્રમ કૌભાંડની સંસદીય સમિતિમાંથી ભાજપના સભ્યો નીકળી ગયા છે. અલબત્ત, તેનું કારણ વર્તમાન કોલસાકૌભાંડ નહીં, પણ સમિતિની કામગીરી વિશેનો તેમનો અસંતોષ છે. તેમણે આપેલા ખુલાસા પ્રમાણે, સંસદીય સમિતિ ‘કાંગારૂ કોર્ટ’ (કેવળ દેખાડા પૂરતી અદાલત)ની જેમ વર્તે છે. સંસદીય સમિતિમાં જુબાની આપવા માટે કોને બોલાવવા તેનાં નામોની ચર્ચા અંગે મતભેદ ઉભા થતાં, ભાજપના સભ્યોએ તેના બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે.
કોલસાકૌભાંડમાં લડતની વ્યૂહરચના બાબતે એનડીએના સાથીપક્ષોમાં મતભેદ ઉભર્યા છે, એવા વખતે કોંગ્રેસની નજીક મનાતા મુલાયમસંિઘના સમાજવાદી પક્ષે આ મુદ્દે ભાજપને ‘બહારથી ટેકો’ આપવાની વાત કરીને કોંગ્રેસની ચંિતા વધારી મૂકી છે. મુલાયમસંિઘ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો હંમેશાં વિશિષ્ટ રહ્યા છે. ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી’ એ નીતિ અખત્યાર કરવાનો આરોપ સાથીપક્ષો કોંગ્રેસ પર મૂકતા રહ્યા છે. મુલાયમસંિઘને કોંગ્રેસ સાથેના વ્યવહારમાં એકથી વઘુ વાર અપમાનજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. ઉપરાંત, મુલાયમસંિઘ પોતે પણ કોઇ પણ સમયે, કોઇ પણ દિશામાં સઢ ફેરવવા માટે રાજકીય વર્તુળોમાં જાણીતા છે.
કોંગ્રેસની સરકારમાં સીઘું હિત ન ધરાવતી કોઇ પણ વ્યક્તિને સઢ ફેરવવાનું મન થાય, એવો કોલસાકૌભાંડનો માહોલ છે. એ વખતે કોંગ્રેસની સાથે રહેનારે ભવિષ્યમાં ભ્રષ્ટાચારને લગતા ખુલાસા કરવાની અથવા તેનાં માઠાં પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. ચાલાક મુલાયમસંિઘે કોંગ્રેસની સાથે, પણ ભ્રષ્ટાચારની સામે હોવાની છાપ ઊભી કરવા માટે આ કૌભાંડ પૂરતો વિપક્ષોને ટેકો જાહેર કર્યો છે.
સરકારની કામગીરી અંગે સવાલો પૂછવાનો અને તેને દાબમાં રાખવાનો વિપક્ષોનો હક જ નહીં, તેમની એ ફરજ પણ છે. છતાં, એનો દાયરો છેવટે કાર્યવાહી ખોરવવા સુધી સીમીત રહી જાય, ત્યારે એ વ્યૂહરચના વિશે પણ નવેસરથી વિચારવાનું રહે છે. કોલસાકૌભાંડની એવી ઘણી આંટીધૂંટી અને ઝીણી ઝીણી વિગતો છે, જે હજુ જનસામાન્ય સુધી પહોંચી નથી. સંસદમાં એ વિશે પદ્ધતિસરની ચર્ચા થાય તો ‘રૂ.૧.૮૬ લાખ કરોડના કૌભાંડ’થી આગળ, ઘણી જાણકારી મળી શકે. તેમાં સરકારનો બચાવ શા માટે પાંગળો અને અન્યાયી છે એ પણ ચર્ચા થકી પુરવાર કરી શકાય. લોકોને એ વિગતોની જાણ થાય તો સરકારની વિશ્વસનીયતા પર ગંભીર ફટકો મારવાનું આપોઆપ સિદ્ધ થવાનું છે. પરંતુ સંસદમાં ચર્ચાના વધારે મહેનત માગતા રસ્તે ચાલવા માટે હવે વિપક્ષો પણ તૈયાર નથી. તેમને એક ચોક્કસ માગણી સાથે સંસદની કામગીરી ખોરવવાનો વ્યૂહ અનુકૂળ આવી ગયો છે. તેમાં રાજકારણ તો બરાબર ખેલી શકાય છે, પણ નાગરિકોએ જે હેતુથી પોતાના પ્રતિનિધિઓને સંસદમાં મોકલ્યા છે તે હેતુ સિદ્ધ થતો નથી.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved