Last Update : 27-August-2012, Monday

 

સાંસ્કૃતિક વારસા સમા સ્થાપત્યોને જાળવવા માટે
'વર્લ્ડ હેરિટેજ સાઇટ'નો દરજ્જો મળવો જરૃરી?

 

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિ દ્વારા આપણા સ્થાપત્યોને સાંસ્કુતિક કે કુદરતી વારસા સમી ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થવો સમ્માનીય બાબત છે. દર વર્ષે આ સમિતિ બેઠક યોજીને દુનિયાના વિવિધ દેશોમાં રહેલી આવી ધરોહરને ચકાસીને આ પ્રકારનું માન આપે છે. જો કે તાજેતરમાં ભારતમાંથી સૂચવવામાં આવેલા બે નામ ને રિજેકટ કરી નાંખવામાં આવ્યા છે. આમાં નેચરલ હેરિટેજ સાઇટ હેઠળ પશ્ચિમ ઘાટ અને સાંસ્કુતિક વારસા સમી ધરોહર હેઠળ રાજસ્થાનના સાત ટેકરીવાળા દુર્ગનો સમાવેશ થતો હતો. જો કે આ બંને સ્થળો અનુક્રમે આઇસીયુએન(ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર) અને આઇસીઓએમઓએસ (ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટસ એન્ડ સાઇટસ)ને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. પશ્ચિમ ઘાટ વિશેના નિષ્ણાતોના મતમાં અંતર જોવા મળ્યું હતું જયારે દુર્ગને તો આ યાદીમાં સ્થાન પામવા માટે અયોગ્ય ગણવામાં આવ્યો હતો.
આપણા દેશના હેરિટેજ બાબતોના નિષ્ણાતોએ આ નિષ્ફળતા માટે સંબંધિતોની ટીકા કરવાનું શરૃ કરી દીધું છે. પરંતુ હકીકત એ છએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામવું સહેલું નથી. વાસ્તવમાં દર વર્ષે બધા દેશને બે નામ નોમિનેશન માટે આપવાના હોય છે. અને ભારતમાં તો આ યાદીમાં સ્થાન પામી શકે તે હેતૂથી બનાવવામાં આવેલી એક યાદીં ૩૪ નામ છે. આ તમામ સાઇટના ડોઝીયર (દસ્તાવેજો) તૈયાર થઇ રહ્યા છે. આ જોતાં એમ લાગે છે કે જો દર વરસે બે ભારતીય સાઇટના નામ સ્વીકારવામાં આવે તો પણ આ યાદી પૂરી થતાં ૧૭ વર્ષ નીકળી જાય .
વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેગ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તેનું મૂલ્ય ઓછું હોતું નથી. છતાં આ દરજ્જો મેળવવા માટે જે ડોઝિયર તૈયાર કરવું પડે છે તે માટે પુષ્કળ ભંડોળ અને માનવ બળની જરૃર પડે છે. અને બાદમાં તેની યુનેસ્કોના ધારાધોરણ સાથે તુલના કરવામાં આવે છે. જો કે કેટલાક નિષ્ણાતો એવો દાવો કરે છે કે આ દરજ્જો પ્રાપ્ત કર્યા પછી તે સાઇટની જાળવણી યોગ્ય રીતે થાય છે. અહીં પ્રશ્ન એ છે કે કોઇ પણ સ્થાપત્યની જાળવણી માટે શું આવા લેબલ જરૃરી છે? આપણે તે વગર તેનુંસંવર્ધન ન કરી શકીએ.?
લેખક ,ફિલ્મમેક ર અને સંવર્ધનકાર સોહેલ હાશ્મી કહે છે કે, આપણી સાઇટને વર્લ્ડ હેરિટેજના નકશા પર મૂકવી અત્યંત જરૃરી છે. આનાથી દેશ વિદેશના લોકો આ સ્થળ કરફ આકર્ષાશે ,તેમને આ સ્થળની વધુ વિગતો મળશે અને તેનું સંવર્ધન પણ થશે. મહાબલીપુરમના મંદિરોનો કિસ્સો યાદ છે ને? ફલાયઓવર બનાવવા માટે તેને તોડી પાડવાના હતા પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનું ટેગ હોવાથી આ મંદિરો બચી ગયા હતા.
આમ જુઓ તો હાશ્મીના વિચારો યોગ્ય જ છે કારણકે ભારતમાં કોઇ પણ ઐતિહાસિક ધરોહરને કયારે નુકસાન પહોચશેત ે કહી શકાય નહિ. જો સાઇટ વર્લ્ડ હેરિટેજ સાઇટનું લેબલ ન ધરાવતી હોય તો તો કાયદાને ગણકાર્યા વગર જ તેને વિકાસમાં અડચણરૃપ છે એમ કહી તોડી પાડવામાં આવે છે.
જો કે મુખ્ય મુદ્દો એ છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરવા ભારે કિંમત ચૂકવવી પડે છે. આ સંબંધિત કામ કરનારા આ બાબતનો નાણાકીય આંકડો જણાવવા તૈયાર નથી.છતાં આ માટે પુષ્કળ ભંડોળ જોઇએ છે એ દેખીતી વાત છે. ઇન્ટેક જમ્મુ કાશ્મીરના સાઇમા ઇકબાલ હાલમાં ત્યાં રહેલા છ મોગલ ઉદ્યાનોના દસ્તાવેજો તૈયાર કરી રહ્યા છે. આ છ ઉદ્યાનોમાં નિશાત ,શાલીમાર ,અચબાલ ,ચશ્મા શાહી ,વેરીંનાગ અને પરી મહલનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે આવા પ્રકલ્પમાં સરકાર મદદ કરે છ. અમે સંશોધન અને દસ્તાવેજો તૈયાર કરવા માટે જરૃરી ભંડોળ ફાળવવા માટેનો પ્રસ્તાવ કેન્દ્ર અને રાજય સરકારને પાઠવીએ છીૅએ.મોટે ભાગે તો સ્થાનિક સરકાર જ ભંડોળ પૂરું પાડે છે. આમાં ભારે સંશાધનો વપરાતા હોવાથી જયારે સાઇટ રિજેકટ થાય છે ત્યારે માત્ર નાણાંજ વેડફાતા નથી પણ બીજું ઘણું વેડફાય છે.
જાણીતા હેરિટેજ કન્સલ્ટન્ટ આભા નારાયણ લાંબા હૈદરાબાદના ત્રણ કુતુબશાહી સ્થાપત્યો ગોલકોન્ડા કિલ્લો ,ચારમિનાર અને કુતુબશાહી મકબરાના નોમિનેશન દસ્તાવેજો તૈયાર કરવાના કામ સાથે સંકળાયેલા હતા. જો કે તેઓ એવી દલીલ કરે છે કે આમાં નાણાં વેડફાતાં નથી પણ તેનું રોકાણ થાય છે. જયારે કોઇ સ્થળને નોમિનેશન માટે તૈયાર કરવામાં આવે છે ત્યારે તેમાં તથા તેની આસપાસ ઘણા સુધારા કરવા પડે છે. આનાથી આપોઆપ તે સ્થળની પ્રતિષ્ઠા વધી જ જાય છે.
આભાની વાત સાચી છે છતાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવવા માટે જ કોઇ સ્થાપત્યની દરકાર લેવામાં આવે તે બાબત આપણી સ્વાર્થી મનોવૃત્તિનો ખ્યાલ આપે છે. તે જપ્રમાણે બાકીના મહત્ત્વનાં સ્થળોની અવગણના થાય છે તે દુઃખદ વાત છે.
ઇન્ટેકના દિલ્હી વિભાગના કન્વેનર એજીકે મેનન વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં દિલ્હીનો સમાવેશ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ કહે છે કે આવા કોઇ લેબલ વગર પણ આપણે આપણા વારસાની જાળવણી કરવી જોઇએ. પરંતુ જે દેશમાં મૂળભૂત સવલતો સુધ્ધાં ઉપલબ્ધ ન હોય ત્યાં આવી આશા રાખી શકાય નહિ. હેરિટેજ સ્ટેટસ મળવાથી જે તે સ્થળની જાળવણી તો અવશ્ય થાય છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જે નાણાં વર્લ્ડ હેરિટેજનો દરજજ્જો પ્રાપ્ત કરવા માટેના દસ્તાવેજો તૈયાર કરવામાં ખર્ચાય છે તેનો ઉપયોગ આ સ્થાપત્યો ની જાળવણીમાં ન કરી શકાય ?વાસ્તવમાં આ માટે દેશવાસીઓએ આગળ આવવાની જરૃર છે.
જો આપણે આપણા વારસાની જાળવણી અત્યારે નહિ કરીએ તો ભાવિ પેઢીને આ અમૂલ્ય ભેટ નહિ આપી શકીએ.

હેરિટેજ યાદીમાં સ્થાન મેળવવા માટે બનાવવામાં આવેલી યાદી
* ચર્ચગેટથી મુંબઇ સીએસટીનો વિસ્તાર
* દિલ્હી -હેરિટેજ શહેર
* ડેઝર્ટ નેશનલ પાર્ક ,જેસલમેર, રાજસ્થાન
* નાલંદામાંથી મળીઆવેલા અવશેષો , બિહાર
* ભીતરકણિકા સંવર્ધન વિસ્તાર, ઓરિસ્સા
* ગોલકોન્ડા કિલ્લો ,હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
* હેમીસ ગોમ્પા, લડાખ
* શાંતિનિકેતન, બોલપુર, પશ્ચિમ બંગાળ
* શ્રી ગરમંદિર સાહિબ ,અમૃતસર, પંજાબ
* ઓક ગુ્રવ સ્કૂલ, જહરીપાની, ઉત્તરાખંડ
* નામડાફ નેશનલ પાર્ક , અરુણાચલ પ્રદેશ
* મટ્ટાનચેરી પેલેસ , એરનાકુલમ , કેરળ
* વાઇલ્ડ એસ સેન્ચુરી, કચ્છનુંનાનું રણ

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved