Last Update : 27-August-2012, Monday

 
કોલસાની ખાણો એ ખરેખર તો સોનાની ખાણો છે !
- અખબારી જૂથથી માંડી કેમરાના રોલ બનાવનાર કંપનીઓ દેશને લૂંટવા કૂદી પડી !
- રૂપિયા ૩૭,૮૦,૦૦,૦૦,૦૦,૦૦૦ નું કોલસા કૌભાંડ
- ‘‘માસ્ટર મારેય નહીં અને ભણાવેય નહીં’’ એવા વડાપ્રધાનની ‘‘આંખ આડા કાન’’ કરવાની ટેવનું પરિણામ
- આ વડાપ્રધાન પ્રમાણિક કહેવાય કે ભ્રષ્ટાચારી ?
- કોલસામાં કાળા થયેલા વડાપ્રધાન રાજીનામું આપી દેતો ?
- જરાપણ કૌભાંડી ન હોય એવો નેતા દેશમાં કોઈ છે ખરો ?
- દેશને વેચી ખાનારા પક્ષો અને નેતાઓથી આપણો દેશ ભરેલો પડ્યો છે

વડાપ્રધાનને ઉલ્લુ બનાવતા રહ્યા અને એ જાણતા હોવા છતાં વડાપ્રધાન ઉલ્લુ બનતા રહ્યા.
‘‘સારો એની સારપ ન છોડે’’ એ સાચું પણ એની એ સારપના કારણે દેશને જે નુકસાન થઈ રહ્યું હોય, દેશને લૂંટનારા ખુલ્લંખુલ્લા દેશને લૂંટ્યા કરે... એ સારપ શા કામની ? એ ઈમાનદારી શા કામની ? એવી ઈમાનદારીથી એ ઈમાનદાર વ્યક્તિ બરબાદ થઈ જાય તો ઠીક છે, કુટુંબ બરબાદ થઈ જાય એ પણ ઠીક છે, પણ દેશ બરબાદ થઈ જાય તો શું ?
વડાપ્રધાન મનમોહન સંિહનો વાંક નથી એવું કહી શકાય તેમ નથી. એ જાણતા હતા અને એમણે ‘‘આંખ આડા કાન ર્ક્યા !’’ ‘‘માસ્તર મારેય નહીં અને ભણાવેય નહીં’’ એનું આ પરિણામ.
૩૯ ખર્વ અને ૮૦ અબજ રૂપિયા !
આ કોલસા કૌભાંડ શું છે ?
આપણા દેશમાં કોલસાની જે ખાણો આવેલી છે, એ ખાણોમાંથી કોલસા કાઢવાના કોન્ટ્રક્ટ આપવામાં આવે છે. એ કોન્ટ્રાક્ટ હરરાજીથી આપવામાં આવવા જોઈએ પણ ટુજી સ્કામમાં જેમ કશી હરરાજી કર્યા વિના બારોબાર કંપનીઓને મોબાઈલ ફોનના વિસ્તારો વેચી દેવાયેલા એમ કોલસાની ખાણોમાં પણ થએલું.
આ ખાણોનો હવાલો મનમોહન સંિહ પાસે હતો... એટલે કે યુપીએ સરકાર પહેલાં હપ્તામાં પાંચ વર્ષ રહી એમાં સાડા ત્રણ વર્ષ સુધી કોલસાની ખાણોના પ્રધાન મનમોહન સંિહ હતા. મનમોહન સંિહ વડાપ્રધાન હોવાથી એમને બીજી ઘણી જવાબદારી સંભાળવી પડતી હોવાથી એમની નીચેના બધા ખાતાઓમાં એમને સહાયક રહે એવા એક કે બે જુનીયર પ્રધાન રાખવામાં આવે છે. એ સહાયક પ્રધાન જ બધી નાની મોટી ઝીણી વિગતોનું ઘ્યાન રાખતા હોય છે. પણ નીતિ વગેરેની જવાબદારી સિનીયર પ્રધાનની હોય છે.
કોલસાની ખાણોના કોન્ટ્રાક્ટ આપવાના કિસ્સામાં એવું બનેલું કે ખાણોને હરરાજીથી વેચવી જેથી દેશને વઘુમાં વઘુ લાભ મળે એની નીતિ નક્કી થએલી હતી પણ એનો અમલ કરવામાં નહીં આવેલો. એટલે હરરાજી વિના મનફાવે એ ભાવે કોલસાની ખાણો આપી દેવામાં આવતી હતી.
આપણા દેશમાં કોલસાની ખાણો ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને બંગાળમાં મુખ્યત્વે છે. દેશમાં આ ઉપરાંત કોલસાની ખાણો મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને આન્ધ્રપ્રદેશમાં છે.
દ્દઢ નિર્ણય શક્તિ અને કડકઈ ભરી આંખો દેશના નેતામાં ન હોય તો દેશને કેટલું નુકસાન થઈ શકે છે એનો આ કોલસાનીતિ જવલંત દાખલો છે. વડાપ્રધાન મનમોહન સંિહની ઈચ્છા, દાનત, ઘણી સારી, કોઈ આંગળી ઊંચી કરી શકે નહીં એવી, પણ દ્દઢ નિર્ણય શક્તિ તથા કડક નજરના અભાવના કારણે બીજી દરેક બાબતમાં વિરોધપક્ષના નેતાઓ અને પોતાના પક્ષના નેતાઓ પણ એમને ઉલ્લુ બનાવતા રહ્યા છે એમ કોલસાની ખાણોના કોન્ટ્રાક્ટ આપવા વિષે જે નીતિ નિયમો તેઓ કોલસાપ્રધાન વત્તા વડાપ્રધાન હોવાના નાતે બનાવતા હતા એમાં એમના જ પક્ષના તથા ભાજપ અને ડાબેરી પક્ષોના નેતાઓ વાંધા વચકા કર્યા કરતા હતા.
નવાઈની વાત એ છે કે જે ભાજપ અત્યારે કોલસા કૌભાંડના મુદ્દે મનમોહન સંિહનું રાજીનામું માંગે છે એ જ ભાજપના રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને છત્તીસગઢના ભાજપના મુખ્યપ્રધાન હતા એમણે મનમોહન સંિહે કોલસાની ખાણોની વહેંચણી માટે કરેલા નિયમો (કાયદાઓ)માં વાંધા વચકા ઊભા કર્યા કરેલા. રાજસ્થાનમાં કોલસાની ખાણો નથી પણ આરસપાહણ અને લાલ, લીલા તેમજ પીળા પથ્થરની તથા બીજી ખાણો છે એટલે ત્યારની રાજસ્થાનની ભાજપ સરકારે વિરોધ કરેલો.
કોલસાની ખાણોની વહેંચણી અંગેના નિયમો તો મનમોહનસંિહે ૨૦૦૪માં તૈયાર કરાવેલા. એ નિયમોમાં કોલસાની ખાણોની વહેંચણી લીલામથી કરવાનો જ નિયમ હતો પણ એ દરમ્યાન ત્રણ વખત કોલસાની ખાણોના પ્રદેશના કૌભાંડી નેતા શિબૂ સોરેન કોલસાપ્રધાન બનેલા. કોંગ્રેસની બીજા પક્ષો સાથેની સરકાર હતી એમાં શિબૂ સોરેનનો ઝારખંડ મુક્તિ મોરચા પક્ષ પણ એક હતો. એટલે શિબુ સોરેનને પ્રધાન બનાવવા જ પડે અને એ મહાકૌભાંડી હોવાથી કોલસાપ્રધાન જ બનવાની માંગણી કરતા જેને ‘‘અલ્ટ્રા જેન્ટલમેન’’ વડાપ્રધાન મનમોહનસંિહ ટાળી શકતા નહીં. એ મનમાં સમજતા હતા કે કોલસાની ખાણોના કોન્ટ્રાક્ટરો શિબુ સોરેન અને બીજા સેંકડોને હજારો લાખો રૂપિયાની લાંચ આપે છે... છતાં મનમોહનસંિહે આંખ આડા કાન કર્યા એટલે દેશને કેટલું બઘું નુકશાન થયું ? જાતે બદનામ થયા ! અને એમના રાજીનામાની માંગણી થવા લાગી !
ભલમનસાઈ સારી છે પણ એ બધે ન વપરાય.
એ પાંચ વર્ષોમાં કોલસાપ્રધાન કાં મનમોહનસંિહ હતા કાં શિબૂ સોરેન હતા પણ એમના પેટાપ્રધાન (રાજ્ય કક્ષાના પ્રધાન) ડી. નારાયણ રાય હતા. મનમોહનસંિહ જ્યારે પણ કોલસાની ખાણોની હરરાજી વિષેના નિયમોની ચર્ચા કરતા ત્યારે આ બન્ને ગમે તેમ કરીને એને ટાળી દેવડાવતા અને એ મુદ્દે પ્રગતિ થવા દેતા નહીં. (કોલસાની ખાણોના માફીયાઓ લાકો રૂપિયાની લાંચ આપે છે. એ લાંચથી નહીં માનનારાઓને મારી પણ નાંખતા હોય છે.)
નારાયણ રાવ તો કોંગ્રેસના હતા એટલે એમણે મનમોહનસંિહને સાથ આપવો જોઈએ એના બદલે એ શિબૂ સોરેનની તરફેણ કરતા હતા. (કોલસાના માફીયાઓના કારણે) કોલસાની ખાણોની વહેંચણી હરરાજી, લીલામથી કરવાના નિયમો છેલ્લા છ વર્ષમાં છ વખત તૈયાર કરાયા. પેલાઓએ સૂચવેલા સુધારા વધારા કરવામાં આવે તો પછી બીજા સુધારા સૂચવવામાં આવે પણ કોઈ પણ હિસાબે નિયમોનો અમલ થવા ન દે. એનું કારણ મનમોહનસંિહનો ઢીબો સ્વભાવ જ... બાકી એમણે જો આંખો કરડી કરી હોત તો જે નુકસાન થયું છે એ ન થાત.
ત્યારના રાજસ્થાનના ભાજપના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ તો વળી વડાપ્રધાનને પત્ર લખીને એ નીતિનો વિરોધ કરેલો. ત્યારે બંગાળમાં ડાબેરીઓની સરકાર હતી તો એણે પણ મનમોહનસંિહના સૂચવેલા નિયમોનો વિરોધ કરેલો. છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર હતી અને એણે પણ વિરોધ કરેલો.
ભ્રષ્ટાચાર કેવો વ્યાપેલો છે અને ભાજપ તથા ડાબેરીઓ કેવી બે મોઢાની નીતિ કરે છે એ જોવાનું છે.
આ ત્રણ રાજ્યો સિવાયના રાજ્યોએ કોલસાની ખાણોને લીલામથી વહેંચવાના કેન્દ્રએ કરેલા નિયમોનો વિરોધ નહીં કરેલો.
આ રીતે મનમોહનસંિહે ઘડેલી લીલામ અંગેની નીતિની ફાઈલ વડાપ્રધાનના કાર્યાલય, કોલસા મંત્રાલયના કાર્યાલય અને કાયદા મંત્રાલયના કાર્યાલય વચ્ચે આંટાટલ્લા ખાતી રહી. ૨૦૦૪ની સાલથી ૨૦૦૯ સુધી આમ અટવાયા કર્યું અને પછી ૨૦૧૦માં આ નીતિ ઉપર મોહર લાગી પણ પેલા નિયમો વિષે અસ્પષ્ટતા ચાલુ જ રહી.
એટલે હજી પણ કોલસાની ખાણોનો એક પણ કોન્ટ્રાક્ટ લીલામના નિયમો પ્રમાણે નથી થયો. કોલસા માફીયાઓ દ્વારા દેશને લૂંટવાનું હજી ચાલુ જ છે.
આમાં વાંક મનમોહનસંિહની ઢીલી નીતિનો, આંખ આડા કાન કરવાની ટેવનો અને ‘‘માસ્તર મારેય નહીં અને ભણાવેય નહીં’’ના સ્વભાવનો છે. એમણે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવાની ભાજપની માંગણી વાજબી છે પણ પછી શું ? એમની અવેજીમાં વડાપ્રધાન બનવાને યોગ્ય જે વ્યક્તિ એમને રાષ્ટ્રપતિ બનાવ્યા એ સિવાય કોંગ્રેસમાં વડાપ્રધાન બનવાને યોગ્ય બીજુ કોણ ? રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના નેતા હોઇ શકે પણ એમનામાં વડાપ્રધાનને યોગ્ય આવડત છે કે નહીં એ શંકાનો વિષય છે.
આ પરિસ્થિતિમાં, ‘‘મેલ કરવત, મોચીના મોચી’’ વાળું થાય. મનમોહનસંિહ રાજીનામું આપે અને એનો અસ્વીકાર કરીને એમને જ ફરી વડાપ્રધાન બનાવવા પડે... પણ એમણે આ મુદ્દા ઉપર એકવાર રાજીનામું આપીને ધડાકો તો કરવો જ જોઈએ !
એ પછી એમણે કડક બનીને કોલસાની ખાણોના કોન્ટ્રાક્ટ આપવાના લિલામના નિયમો તરત અમલી કરવા જોઈએ.
ગુણવત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved