Last Update : 27-August-2012, Monday

 

મેન ઈન સર્ચ ઓફ બ્યુટી

 

 

શશહેરના દરેક મોટા સ્ટોરમાં એક દિવસમાં એક લાખથી વઘુનું વેચાણ ફક્ત પુરુષોનાં વસ્ત્રોનું જ થાય છે. પુરુષો માટે લગ્ન કે હનીમૂન જેવા પ્રસંગો માટે વસ્ત્રોની એક આખી અલગ ‘રેન્જ’હોય છે. પછી તે સૂટ હોય કે કૂરતા-પાયજામા, શેરવાની, અચકન હોય કે અંગરખા બઘું લોભામણાં અંદાજમાં મળે છે.
મોટા મોટા શોરૂમમાં પુરુષો માટે ઘરેણાં પણ મળે છે. જેમ કે કુરતા માટેના હીરાના બટન, સોનાના ‘કફલિક્સ’ અને રત્નજડિત ઘડિયાળ વગેરે.
ક્રિઝને ચકાસતો પુરૂષઃ
ટાઇ બાંધવાની ૮૫ રીતો છે. સિલ્ક ટાઇથી માંડીને કોટન ટાઇમાં મૂંઝાયેલાં પુરુષ દરેક ખૂણેથી ક્રીઝને ચકાસે છે. કારણકે ‘મની અને મસલ્સ’કે‘પૈસા અને પુરુષત્વ’ની આ સ્પર્ધામાં તે ક્યાંય પણ પાછળ રહેવા નથી માગતો.
જો કે સામાન્ય પુરુષ જાણે છે કે તે ફિલ્મી સિતારાની જેમ અંગત ‘બોડી ટ્રેનર’નહીં રાખી શકે છતાં પણ ફિટનેસને વ્યક્તિત્વનો પર્યાય માનીને ચાલે છે.
શહેરના એક પ્રખ્યાત બ્યૂટી અને ફિટનેસ સેન્ટરના તાલામાર્થીઓના જણાવ્યા અનુસાર, અહીં આવતા લોકોમાં ૪૦ ટકા પુરુષો હોય છે. પુરુષને હવે અહેસાસ થઇ ગયો છે કે તેની કમર ત્રીસ ઇંચનો ઘેરાવો પાર કરતા જ મહિલાઓની ભૃકૃટિનું નિશાન બની જાય છે.
‘સાદું જીવન ઉચ્ચ વિચાર’વાળી માન્યતા તો અત્યારે કયાંય જોવા મળતી નથી. આઘુનિકતામાં જકડાયેલો પુરુષ સ્ત્રીઓની માગણી પ્રત્યે જાગૃત તથા સંવેદન શીલ બની ગયો છે.
લાજવાબ હેરસ્ટાઇલઃ
હેરસ્ટાઇલમાં પણ પુરુષોનો જવાબ નથી. હવે કોઇ ફિલ્મી સ્ટારની પાછળ નથી ભાગતું. પહેલા ફિલ્મ સ્ટાર વિદેશ જઇને ત્યાંની હેરસ્ટાઇલ અપનાવતા હતા. પરંતુ આજે વિદેશી ફેશન સામાન્ય જનતામાં પણ છવાઇ ગઇ છે. તેથી આજે સૌને ‘રિક્કી માર્ટિન’હેરસ્ટાઇલ પસંદ છે.
હવે બોબી દેઓલની લટ પાછળ કોઇ નથી ભાગતું કારણ કે હવે સૌ પોતાનું ‘લુક’સમજ્વા લાગ્યા છે.

વ્યક્તિત્વની કસોટીઃ સુંદરતા
શરીર તથા મોઢામાંથી વાસ આવવાની પરેશાની સાથે જોડાયેલ જાહેરાતો એ પુરુષને અહેસાસ કરાવ્યો છે કે તેનું વ્યક્તિત્વ તેના પહેરવેશ, લુક અને તેની આંગળી ઓની સુંદરતા પર આધાર રાખે છે.
ભારતીય મહિલાઓની ‘લુક ગુડ’ અને ‘ફીલ ગુડ’ ક્રાંતિએ પુરુષોને હચમચાવી નાખ્યા છે. લલિતાજીનું ચમકતું સફેદ શર્ટ જ તેના માટે પૂરતું નથી. આજના પુરુષ માટે એ જરૂરી બની ગયું છે કે તે એકવીસમી સદીની નખરાળી નારી સાથે હવાથી સુગંધિત લહેરની જેમ ચાલે. એટલા માટે જ આજે પુરુષ સૌંદર્યનું મહત્વ સ્ત્રી સૌંદર્ય જેટલું જ છે, એ બધાં જાણે છે. તેમના મનમાં આ વાત ઘર કરી ગઇ હોવાથી જ પુરુષો ફિગર પ્રત્યે કોન્શિયસ થઇને તેની સારસંભાળ લેતા થઇ ગયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved