Last Update : 27-August-2012, Monday

 
દિલ્હીની વાત
 

સરકારને હાશકારો...
નવી દિલ્હી, તા.૨૪
૨-જી ટેલિકોમ કૌભાંડ અંગેના પી. ચિદમ્બરમ્ પરના આરોપોને સુપ્રીમ કોર્ટે આજે ફગાવતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે સુબ્રમણ્યમ સ્વામી રિવ્યૂ પીટીશન દાખલ કરવાના છે. કોલસા કૌભાંડમાં વિરોધ પક્ષોનો માર સહન કરી રહેલી કોંગ્રેસ માટે હકીકતે આ રાહતભર્યા સમાચાર છે. સરકાર માટે આ મુદ્દે ડાબેરી પક્ષો મુસીબત ઊભી કરી રહ્યા છે. ડાબેરી નેતાઓ કહે છે કે ચુકાદો ગમે તે આવે પણ તે સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ ચિદમ્બરમને બોલાવતા રોકી શકે નહીં. તેમ છતાં આ તબક્કે ચિદમ્બરમ્ અને સરકાર સામેની સીધી મુસિબત ટળી છે.
પારદર્શક વહીવટના ધાંધીયા
કોલસા ફાળવણી કૌભાંડમાં ચારે બાજુથી ઘેરાયેલી સરકાર સ્વચ્છ વહીવટવાળી ટેન્ડર વ્યવસ્થા કે હરાજીના બદલે હાલની સ્થિતિ જ ચલાવવા તૈયાર હોય એમ દેખાઈ રહ્યું છે. કોલસા પ્રધાન શ્રી પ્રકાશ જયસ્વાલે કહ્યું છે કે ટેન્ડર કે હરાજીની પ્રોસેસ ઘણી લાંબી છે એટલે ૫૪ કોલ-બ્લોકની હરાજી સિસ્ટમેટીક રીતે શક્ય નથી. સંસદ જે મુદ્દે સતત ચાર દિવસ બંધ રહી છે તે મુદ્દે પારદર્શક સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો થતા નથી તે આઘાતજનક છે. ૫૭ કોલ-બ્લોકને ખાનગી કંપનીઓને ફાળવીને સરકાર વધુ એક વિવાદ સર્જશે એમ મનાય છે.
કૌભાંડ થયું છે જ ક્યાં ?
જ્યારથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું છે કે સંસદને ઠપ્પ કરતા વિપક્ષો સામે એગ્રેસીવ બનીને વિરોધ કરો ત્યારથી કોંગી નેતાઓએ વિપક્ષો સામે મોરચો ખોલ્યો છે. પી. ચિદમ્બરમ્, શ્રી પ્રકાશ જયસ્વાલ અને સલમાન ખુરશીદે વિવિધ ખુલાસા કર્યા હતા. ચિદમ્બરમે કહ્યું છે કે કોલસા ફાળવણી બાબતે સરકારને કોઈ ખોટ ગઈ નથી. જે ૫૭ કોલસા ખાણોનો ઉલ્લેખ થાય છે તે પૈકી ૫૬ ખાણોમાંથી તો કોલસા કઢાયા જ નથી તો પછી કૌભાંડ ક્યાંથી થાય ??
સિબ્બલની 'લોસ' યાદ છે ને ?
અહીં વાચકોનું ધ્યાન દોરવું જરૃરી છે કે સરકારી ખુલાસા અને હકીકતોમાં મોટું અંતર હોય છે. દેશનું સૌથી મોટું કૌભાંડ 2-G ટેલિકોમના ખુલાસામાં ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે તેને ઝીરો-લોસ અર્થાત સરકારને કોઈ ખોટ ગઈ નથી એમ જણાવ્યું હતું. સિબ્બલના આ બ્લંડરે સરકારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકી દીધી હતી. ટેલિકોમ કૌભાંડમાં કેન્દ્રીય પ્રધાન એ. રાજા અને સાંસદ કનીમોઝી સહિત છ જણાને જેલમાં ધકેલાયા હતા.

Share |
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved