Last Update : 27-August-2012, Monday

 

એસએમએસ વિના અફવા ?

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- શું એસએમએસ વિના અફવા ફેલાવી જ ના શકાય ? જાણી લો એના નુસખા...

 

ગયા અઠવાડીયે આસામમાં બબાલ થઇ અને બિચારા આસામીઓ અફવાથી ડરીને પોતપોતાના વતન તરફ રવાના થઇ ગયા.
આ બધામાં જાણે આપણા બધાનો વાંક હોય એમ સરકારે એસએમએસ પર ૂબૂચ મારી દીધો. હવે તમે રોજના પાંચ જ મેસેજ મોકલી શકો છો.
જોકે આનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે સવારના પહોરમાં જે 'પ્રેરણાત્મક' મેસેજોનો મારો થતો હતો એ 'પ્રેરક આત્મા'ઓ જખ મારીને જમીન પર આવી ગયા છે. પણ સૌથી મોટું નુકસાન એ થયું છે કે દેશના કરોડો લોકોના ચહેરા પર ડેઈલી ધોરણે જે બે-પાંચ સ્માઈલ આવતાં હતાં એવાં કોરોડો સ્માઈલ્સ અદ્રશ્ય થઇ ગયાં છે. પ્રજા 'સ્માઈલ' કરે છે તે વાત આ સરકાર સહન કરી શકતી નથી.
એની વે, મૂળ સવાલ એ છે કે શું માત્ર એસએમએસ વડે જ અફવાઓ ફેલાવી શકાય ? ના. એસએમએસ વિના પણ અફવાઓ ફેલાવવાના ઘણા રસ્તા છે. જેમકે....
* * *
(૧) આખો દિવસ 'બ્રેકિંગ ન્યુઝ'... 'બ્રેકિંગ ન્યુઝ' કરીને બતાડયા કરો કે ''અફવા ફેલાઇ છે.. અફવા ફેલાઇ છે...''
* * *
(૨) 'અફવા ફેલાઇ છે' એવા ન્યુઝ આપતી વખતે બારણામાં ઘૂસતા ચાર જણ અથવા બારીમાંથી ડબામાં ચડતા એકાદ જણનું ક્લિપિંગ દિવસમાં મિનિમમ ૧૦૦૦ વાર બતાડવાનું!
* * *
(૩) લોકો ભાગી રહ્યા છે એવા ન્યુઝ જો ૫૦ વાર બતાડતા હોઇએ, તો 'મંત્રીશ્રીએ શાંતિ રાખવાની અપીલ કરી છે' એવું માત્ર ૧ જ વાર બતાડવું.
* * *
(૪) ફલાણા શહેરથી ૬૦૦૦ લોકો ભાગી ગયા અને ઢીકણા શહેરથી ૩૦૦૦ ભાગ્યા એવું ૧૦૦ વાર બતાડવા સામે ૧ વાર પણ એવું ના બતાડવું કે હજી ફલાણા શહેરના ૩૦,૦૦૦ આસામીઓ ભાગ્યા નથી. અને ભૂલેચૂકે એવા એકાદ ફેમિલીને તો હરગિઝ ના બતાડવું જે એમ કહે કે ''ના અમને કોઇ ડર નથી. અમે અહીં સલામત છીએ, એટલે ક્યાંય જવાના નથી.''
* * *
(૫) જો એસએમએસથી અફવા ફેલાઇ હોય તો એ જ મોબાઈલનો ઉપયોગ પોઝિટીવ રીતે કદી ન કરવો કે 'જો તમને કોઇ તરફથી ધમકી મળી હોય તો તરત ફલાણા નંબરે પોલીસને જાણ કરો.' અથવા 'કોઇપણ મદદ કે માહિતી માટે આ નંબર પર ડાયલ કરીને મફતમાં પૂછો'...
* * *
(૬) અફવા ઈન્ટરનેટથી ફેલાઇ હોવાની શંકા હોય તો ઈન્ટરનેટનો પણ ઉપર કહ્યા મુજબનો પોઝિટીવ ઉપયોગ નહિ કરવાનો.
* * *
(૭) આસામીઓ જે જે વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા હોય કે જે યુનિવર્સિટી કેમ્પસમાં અસલામતી અનુભવતા હોય ત્યાં એક પોલીસવાનને પણ તહેનાત કરવાની.
* * *
ઉપરનું બધું વાંચીને તમને થતું હશે કે યાર, મિડીયા અને સરકારે એક્ઝેક્ટલી આ જ તો કર્યું છે! તો દોસ્તો, જોવાની વાત જ એ છે ને! એ લોકો પોતે જ એક નાનકડી અફવાને તોતિંગ સ્વરૃપ આપીને દેશના કરોડો લોકો સુધી પહોંચાડે છે અને પછી વાંક કોઇ બીજાનો કાઢે છે.
વળી, એવું પણ નથી કે સરકાર અમુક 'સ્ફોટક' વાતોને દબાવી શકતી નથી. સવાલ એ છે કે સરકાર અને મિડીયા શેને સ્ફોટક માને છે!
દાખલા તરીકે આસામની જ આ ઘટનાઓમાં સરકાર અને મિડીયાએ આ 'શુભકાર્ય' કર્યું જ છે...
* * *
(૧) આસામમાં ફાટી નીકળેલાં રમખાણોના સમાચાર મિડીયામાં જ ત્રીજા દિવસે આવ્યાં હતા!
(જો તમે ટીવી ન્યુઝ જોતા હો તો તમને યાદ આવશે કે 'તીન દિન પહલે શરુ હુયે ઘટનાક્રમ' એવા શબ્દોનો અછડતો ઉલ્લેખ થયો હતો. જો તમે છાપાં ધ્યાનથી વાંચતા હો તો યાદ આવશે કે આખા સમાચારમાં ક્યાંક નાનકડી વિગત હોય એ રીતે લખેલું હતું કે 'ત્રણ દિવસ પહેલાં ફાટી નીકળેલી હિંસામાં...')
* * *
(૨) રમખાણો 'કોમી' છે અને ગામ ખાલી કરીને ભાગનારા લોકો બાંગ્લાદેશી મુસલમાનો છે એ વાત તો ચોથા-પાંચમા દહાડે સ્પષ્ટ કરવામાં આવી હતી.
* * *
(૩) જોવાની વાત એ પણ છે કે શરૃઆતમાં રમખાણોથી સ્થળાંતર કરનારાઓની સંખ્યા ૬૦,૦૦૦ બતાડવામાં આવી હતી. પછી 'પરિસ્થિતિ કાબૂ હેઠળ છે' 'હિંસા બંધ થઇ ગઇ છે' 'આસામમાં શાંતિ છે' 'અનિચ્છનીય કોઇ ઘટના બની નથી' એવા સમાચારો પછી અચાનક એક દિવસ અંગ્રેજી છાપામાં છપાય છે કે આસામમાં પાંચ લાખ લોકોનું સ્થળાંતર થયું છે!
(મારા મિડીયાવાળા સાહેબો, આ અનિચ્છનીય ઘટના ક્યારે બની ગઇ? શાંતિ સ્થપાઇ ગયા પછી?)
* * *
મારા ભણેલા-ગણેલા વાચકો, આપણે ભલે એમ માનતા હોઇએ કે છાપાં-ટીવીમાં જે આવે છે તે સત્ય છે. પરંતુ કેટકેટલાં 'સત્યો' છૂપાવાય છે અને કેટકેટલાં 'અર્ધસત્યો' આપણા માથે મરાય છે એ બતાડવા જ આટલો બોરિંગ અને સિરીયસ લેખ લખ્યો છે.
ધન્યવાદ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 

 

 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved