Last Update : 27-August-2012, Monday

 
 

નડાલ ઇજાના કારણે નહીં રમે ઃ ડેલ પોટ્રો, સોંગા પણ રેસમાં
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

વિમેન્સમાં સેરેના ફેવરિટ ઃ ક્લાઇસ્ટર્સ કારકિર્દીનું આખરી ગ્રાન્ડ સ્લેમ રમશે

ન્યુ યોર્ક,તા.૨૬
અમેરિકન હાર્ડ કોર્ટ પર આવતીકાલથી ટેનિસ સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ યુએસ ઓપનનો પ્રારંભ થશે. સ્વિત્ઝર્લેન્ડના વર્લ્ડ નંબર વન ખેલાડી ફેડરરની સાથે સાથે બ્રિટનના એન્ડી મરે અને સર્બિયાના સુપર સ્ટાર યોકોવિચને મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સ્પેનિશ સ્ટાર નડાલ ઇજાના કારણે સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમમાં રમી રહ્યો નથી, જેના કારણે ચાહકો માની રહ્યા છે કે ફેડરર, મરે અને યોકોવિચ વચ્ચે જ મુખ્ય મુકાબલો રહેશે.
જ્યારે વિમેન્સમાં વિમ્બલ્ડન અને ત્યાર બાદ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી અમેરિકાની સેરેના વિલિયમ્સને જ હોટફેવરિટ માનવામાં આવી રહી છે. બેલ્જીયમની લેજન્ડરી ખેલાડી ક્લાઇસ્ટર્સ ફ્લશિંગ મેડોવ્સ ખાતે આવતીકાલથી શરૃ થઇ રહેલી ગ્રાન્ડ સ્લેમમાં આખરી વખત રમતી જોવા મળશે. આ ઉપરાંત શારાપોવા, એઝારેન્કો, ક્વિટોવા પર પણ બધાનીનજર રહેશે.
ફ્લશિંગ મેડોવ્સ ખાતે શરૃ થઇ રહેલી યુએસ ઓપનમાં ફેડરર રેકોર્ડ છઠ્ઠી વખત ટાઇટલ જીતવાના ઇરાદા સાથે રમવા ઉતરશે. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં અનેક કિર્તિમાન સ્થાપિત કરી ચુકેલા ફેડરરે આશરે બે વર્ષ સુધી એક પણ ગ્રાન્ડ સ્લેમ જીત્યું નહતુ. જો કે આ સિઝનમાં તેણે ધમાકેદાર દેખાવ કરતાં આગવો ટચ પાછો મેળવ્યો હતો. ૩૧ વર્ષની વયે વિશ્વભરના ટેનિસ સ્ટાર્સને હંફાવનારા ફેડરરને વધુ એક ટાઇટલ જીતતો જોવા તેના ચાહકો આતુર છે.
જો કે ગત સિઝનની ડ્રીમ રન બાદ યોકોવિચ હવે નવેસરથી શરૃઆત કરવા ઇચ્છે છે. યોકોવિચે ગત વર્ષે અંહી નડાલને ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું હતુ અને આ વખતે તે ટાઇટલ જાળવી રાખવા માટે આતુર છે.જો કે વિમ્બલ્ડન અને ઓલિમ્પિકમાં તેનો દેખાવ અપેક્ષા પ્રમાણેનો રહ્યો નહતો. જો કે ટેનિસ સિઝન હવે ગ્રાસ કોર્ટમાંથી હાર્ડ કોર્ટ પર આવી છે ત્યારે તેને આશા છે કે તેનું ભાગ્ય પણ બદલાશે. ઓલિમ્પિકની ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના સુપરપાવર ફેડરર સામે ચમત્કારિક વિજય મેળવનારા મરેને આશા છે કે તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવાની આશા અંહી પુરી થશે. આ ઉપરાંત મેન્સમાં ૨૦૦૯નો ચેમ્પિયન ડેલ પોટ્રો,અમેરિકાનો રોડ્ડિક, ચેક રીપબ્લીકનો ટોમસ બર્ડિચ પણ બધાના આકર્ષણનું કેન્દ્ર બનશે.
વિમેન્સમાં સેરેના વિલિયમ્સ કારકિર્દીનું ૧૫મું મેજર ટાઇટલ જીતવા માટે ફેવરિટ મનાય છે. જો કે શારાપોવા, આખરી ટુર્નામેન્ટ રમી રહેલી ક્લાઇસ્ટર્સ, લી ના જેવી ખેલાડીઓ તેના માટે પરેશાની સર્જી શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved