Last Update : 27-August-2012, Monday

 
 

કેપ્ટન ચાંદ (૧૧૧*)ની સાથે ગુજરાતના સ્મિત પટેલની અણનમ ૬૨ની ઇનિંગ
ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો
બન્યું હતુ

ગુજરાતનો ફાસ્ટ બોલર રૃશ કલારિયા પણ ટીમમાં હતો ઃ ભારત ૨૦૦૦માં અને ૨૦૦૮મા જુનિયર વર્લ્ડ ચેમ્પિયન

 

ટાઉન્સવીલે,તા.૨૬
ભારતે ફરી વખત ક્રિકેટમાં સુપર પાવર તરીકેની પ્રતિભાનો પરચો આપતા સિનિયર બાદ જુનિયર વર્લ્ડ કપ જીતી લીધો હતો. કેપ્ટન ઉન્મુક્ત ચાંદની અણનમ ૧૧૧ રનની ઇનિંગ અને તેની સાથે ગુજરાતના વિકેટકિપર બેટ્સમેન સ્મિથ પટેલ (૬૨*)ની પાંચમી વિકેટની અણનમ ૧૩૦ રનની વિજયી ભાગીદારીને સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ફાઇનલમાં હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારતે ત્રીજી વખત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીત્યો હતો. ફાઇનલમાં એક સમયે ૨૨૬ રનનો પીછો કરતાં ભારતે ચાર વિકેટ માત્ર ૯૭ રનમાં ગુમાવી હતી. જો કે ચાંદ અને સ્મિત પટેલે જોરદાર દેખાવ કરતા ભારતને વિજય અપાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમમાં ગુજરાતના ફાસ્ટ બોલર રૃશ કાલરિયાનો પણ સમાવેશ થતો હતો.
નોંધપાત્ર છે કે ગત વર્ષે ધોનીની કેપ્ટન્સી હેઠળની ભારતની સિનિયર ક્રિકેટ ટીમે જોરદાર દેખાવ કરતાં વર્લ્ડ કપ જીત્યો હતો. જે પછી જુનિયરોએ પણ ખમીર બતાવતા વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. ભારતે સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને અને ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન ચાંદ અને વિકેટકિપર બેટ્સમેન સ્મિથ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી બાબા અપરાજીત, સ્પિનર હરમીત સિંઘે પણ મહત્વનો ફાળો આપ્યો હતો. વર્લ્ડ કપમાં ભારત તરફથી ચાંદ અને સ્મિથની સાથે સાથે પ્રશાંત ચોપરા અને વિજય ઝોલે જોરદાર દેખાવ કર્યો હતો. જ્યારે બોલિંગમાં સંદીપ શર્મા અને રવિકાંત સિંઘે ૧૨-૧૨ વિકેટ ઝડપી હતી, જ્યારે કમલ પાસ્સીને ૧૦ વિકેટ મળી હતી. ભારતના આ બધા યુવા ખેલાડીઓ જ આવનારા દિવસોમાં સિનિયર ટીમમાં સ્થાન મેળવવાના પ્રબળ દાવેદાર છે.
જુનિયર વર્લ્ડ કપ મોટાભાગના દેશો માટે સિનિયર ટીમમાં સ્થાન મેળવવાનું પ્રવેશ દ્વાર મનાય છે. ભારતે વર્ષ ૨૦૦૦માં કૈફની કેપ્ટન્સી હેઠળ યુવરાજના ઓલરાઉન્ડ દેખાવને સહારે વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ યુવરાજ ૨૦૧૧માં ભારતને સિનિયર્સના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક સાબિત થયો હતો. તે સમયે ભારતીય ટીમમાં રિતિન્દર સોઢી, રાત્રા, વેણુ ગોપાલ રાવ વિગેરે જેવા પાછળથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવનારા ખેલાડીઓ હતા. આવી જ રીતે વર્ષ ૨૦૦૮માં જ્યારે કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો ત્યારે જાડેજા ઉપરાંત મુકુંદ અને સૌરભ તિવારી પણ ટીમમાં સામેલ હતા, જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહ્યા છે. હવે ભારતના યુવા ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદારી નોંધાવી દીધી છે.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

બેનક્રોફ્ટ એલબી બો.એસ.શર્મા

૦૨

૧૪

પેર્સન બો.એસ.શર્મા

૦૦

૦૨

એમ.બ્યુકેનન કો.પટેલ બો.આર.સિંઘ

૧૨

૨૬

કે.પેટરસન બો.અપરાજીત

૧૬

૨૨

બોસીસ્ટો અણનમ

૮૭

૧૨૦

હેડ રનઆઉટ

૩૭

૫૬

એ.ટર્નર કો.ચાંદ બો.એસ.શર્મા

૪૩

૫૦

ગ્રેગોરી કો.નાથ બો.એસ.શર્મા

૦૪

૦૫

પેરીસ રનઆઉટ

૦૦

૦૧

સંધુ અણનમ

૧૦

૦૬

વધારાના (લેગબાય ૫,વાઇડ ૬,નોબોલ ૨, બાય ૧)

૧૪

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૮ વિકેટે

૨૨૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૨ (પેર્સન ૦.૪) ૨-(બેનક્રોફ્ટ ૨.૬) ૩-૩૮(પેટરસન ૧૦.૨) ૪-૩૮(બ્યુકેનન ૧૦.૨) ૫-૧૦૩(હેડ ૨૯.૧), ૬-૧૯૬(ટર્નર ૪૫.૬),૭-૨૦૪ (ગ્રેગોરી ૪૭.૪), ૮-૨૦૬(પેરિસ ૪૮.૧).બોલિંગઃ એસ.શર્મા ૧૦-૨-૫૪-૪, પાસી ૯-૦-૪૪-૦, આર.સિંઘ ૯-૦-૪૧-૧, અપરાજીત ૧૦-૦-૩૧-૧, હરમીત ૧૦-૧-૩૬-૦, ચાંદ ૨-૦-૧૩-૦.
ભારત

-

રન

બોલ

પી.ચોપરા કો.પેર્સન બો.સ્ટેકેટી

૦૦

૦૭

ચાંદ અણનમ

૧૧૧

૧૩૦

અપરાજીત કો.ટર્નર બો.સંધુ

૩૩

૩૮

વિહારી કો.એન્ડ બો.ટર્નર

૦૪

૧૩

ઝોલ કો.પેર્સન બો.પેરીસ

૦૧

૧૪

સ્મિત પટેલ અણનમ

૬૨

૮૪

વધારાના (લેગબાય ૫, વાઇડ ૧૧)

૧૬

 

 

 

કુલ ૪૭.૪ ઓવરમાં ૪ વિકેટે

૨૨૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૨ (ચોપરા ) ૨-૭૫(અપરાજીત ૧૪.૪) ૩-૮૨(વિહારી ૧૭.૬) ૪-૯૭(ઝોલ ૨૪.૨).બોલિંગઃ પેરીસ ૧૦-૨-૩૩-૧, સ્ટેકેટી ૯-૧-૪૭-૧, સંધુ ૧૦-૦-૪૩-૧, ટર્નર ૮.૪-૧-૪૨-૧, ગ્રેગોરી ૬-૦-૪૦-૦, હેડ ૪-૦-૧૭-૦.

૨૦૧૨ ઃ વર્લ્ડકપમાં ભારતનો દેખાવ
મેચ હરિફ પરિણામ

મેચ

હરિફ

પરિણામ

ગૃપ સ્ટેજ

વિન્ડીઝ

ભારત ૪ વિકેટથી હાર્યું

ગૃપ સ્ટેજ

ઝિમ્બાબ્વે

ભારતનો ૬૩ રનથી વિજય

ગૃપ સ્ટેજ

પાપુઆન્યુગીની

૧૦૭ રનથી ભારત જીત્યું

ક્વાર્ટર ફાઈનલ

પાકિસ્તાન

ભારતને ૧ વિકેટે વિજય

સેમિફાઈનલ

ન્યુઝિલેન્ડ

૯ વિકેટથી ભારતની જીત

ફાઈનલ

ઓસ્ટ્રેલિયા

૬ વિકેટથી ભારતનો વિજય

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved