Last Update : 27-August-2012, Monday

 

વડા પ્રધાનના રાજીનામાની માગણી પર
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

રણનીતિ ઘડવા આજે પક્ષની બેઠક ઃ અન્ય વિપક્ષો જડ વલણની તરફેણમાં નથી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૬
વડાપ્રધાનના રાજીનામાની માંગણીમાં ભાજપ મકક્મ રહેતા સંસદના ચોમાસુ સત્રનો શેષભાગ પણ ધોવાઈ જવાની સંભાવના છે. વિરોધ પક્ષોમાંના ઘણા ખરા કેગના કોલ બ્લોકના અહેવાલ ઉપર ચર્ચા થાય એવું ઈચ્છે છે અને વડાપ્રધાનના રાજીનામાની માંગણીના મુદ્દે ભાજપ એકલો પડી ગયો હોવા છતાં પોતાનું જડ વલણ છોડવા તૈયાર નથી.
એનડીએનો મહત્ત્વના સહયોગી એવો જ.દ.-યુ પણ ભાજપના આ જડ વલણથી નારાજ છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાનના રાજીનામાની માંગણી નહીં છોડે અને સંસદ ચાલવા નહીં દે. પક્ષના નેતાઓએ આગળની વ્યૂહરચના ઘડી કાઢવા આવતીકાલે બેઠક યોજી છે. અગાઉ આવતીકાલે એનડીએના બધા ઘટકપક્ષોની સંયુક્ત બેઠકની યોજના હતી પરંતુ બધા સહયોગી પક્ષો હાજર રહી શકે તેમ ન હોવાથી બેઠક પડતી મૂકાઈ હતી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અન્ય વિરોધ પક્ષોનો સહયોગ મેળવવા ડાબેરીઓ સહિતના પક્ષોનો સંપર્ક સાધ્યો હતો અને વડાપ્રધાનના રાજીનામાના મુદ્દે સંસદ ન ચાલવા દેવા સાથ આપવા જણાવ્યું હતું. પરંતુ ડાબેરીઓ સંમત થયા નહોતા. સીપીઆઈના નેતા ગુરુદાસ દાસગુપ્તાએ સંસદ ન ચાલવા દેવા બદલ ભાજપની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુધ્ધ દેશની એકતાને નબળી પાડતું ભાજપનું વલણ કમનસીબ છે.
ટીડીપી અને બીજેડી જેવા અન્ય વિરોધ પક્ષો પણ ભાજપના જડ વલણની તરફેણમાં નથી. સપા અને બસપા પણ સંસદના અવરોધ કરતાં ચર્ચાને આવકારે છે.
સરકાર ઈચ્છે છે કે સંસદનું કામકાજ ચાલે કે જેથી વડાપ્રધાન નિવેદન આપી શકે. જો સંસદ ન ચાલે તો વડાપ્રધાન કેગના કોલ બ્લોકના અહેવાલના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરવા દેશની જનતા સમક્ષ ટેલિવિઝન પર રજૂઆત કરી શકે છે કે અન્ય સંચાર માધ્યમની સહાય પણ લઈ શકે છે.
વડાપ્રધાન પોતે પણ આક્ષેપોનું ખંડન કરવા તૈયાર છે કે ૧.૮૬ લાખ કરોડના નુકસાનનો કેગનો અહેવાલ ગેરમાર્ગે દોરનારો અને ભૂલભરેલો છે. વડાપ્રધાન સંસદમાં છ મુદ્દાનો પ્રતિભાવ રજૂ કરવા માંગે છે પણ ભાજપના કારણે એ શક્ય બનતું નથી. આ પ્રતિભાવમાં વડાપ્રધાન એવી રજૂઆત કરશે કે છત્તીસગઢ, પ.બંગાળ, રાજસ્થાન, ઓરિસ્સા અને ઝારખંડમાં બિનકોંગ્રેસી સરકારોએ ૨૦૦૫માં જાહેર હરાજી કરાવવાનો કાયદો લાવવાની કેન્દ્ર સરકારની પહેલનો વિરોધ કર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved