Last Update : 27-August-2012, Monday

 

ઉત્તર ભારતમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર ઃ પૂરમાં પાંચ તણાઈ ગયા

હિમાચલપ્રદેશમાં ભૂસ્ખલનોથી સડક વ્યવહાર બંધ ઃ આસામના પાંચ જિલ્લા પૂરગ્રસ્ત

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૬
સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદનું જોર યથાવત્ જળવાઈ રહ્યું છે. મોટા ભાગની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે જેમાં ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પાંચ જણા તણાઈ ગયા છે. જ્યારે બ્રહ્મપુત્ર નદીના પાણી ફરી એકવાર આસામમાં છ જિલ્લાઓમાં રેલાઈ ગયા છે. ચાલુ વર્ષે આસામમાં બ્રહ્મપુત્રના પાણીએ ત્રીજી વાર માનવ વસાહતોમાં પ્રવેશીને ખાનાખરાબી સર્જી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વરસાદના કારણે જમ્મુ કાશ્મીરમાં ત્રણ જણાએ જીવન ગુમાવ્યા છે. જેમાં કહુઆ જિલ્લાના ખોકયાત વિસ્તારમાં નદીના પુરમાં એક મધ્યમ વયની વ્યક્તિ, જ્યારે જમ્મુ જિલ્લાના અર્ણિયા વિસ્તારમાં એક ટીનએજ વ્યક્તિ અને કથુઆ જિલ્લાના હત્લી વિસ્તારમાં કાચું ઘર તૂટી પડતા એક છ વર્ષીય છોકરાનું મૃત્યુ નિપજ્યું હતું.
હિમાચલપ્રદેશમાં ભારે વરસાદના કારણે ચાકી ખંડની એક વ્યક્તિ તણાઈ ગઈ હતી. કાંગરા જિલ્લામાં આભ ફાટતા એક ડઝન કરતા વધારે મકાનો ધોવાઈ ગયા હતા. જેમાં સાદમા ગામ ખાતે મકાનો અને પશુઓની ગમાણો ધોવાઈ ગઈ હતી તો લૂંજ ગામમાં શાળાના મકાનને નુકસાન પહોંચ્યું હતું. રાજ્યના કેટલાક માર્ગો ભૂસ્ખલનના કારણે બંધ કરવાની ફરજ પડી હતી.
હિમાચલના ઉના જિલ્લામાં ચંબ ખાતે સૌથી વધુ ૬૬ એમ.એમ. વરસાદ નોંધાયો હતો. જ્યારે કસૌલીમાં ૫૧ એમ.એમ. અને ઉનામાં ૫૦ એમ.એમ. વરસાદ નોંધાયો હતો. જ્યારે પાટનગર શિમલામાં ૩૧ એમ.એમ. વરસાદ નોંધાયો છે.
પાટનગર દિલ્હીમાં ૨૪.૬ એમ.એમ. વરસાદ નોંધાયો છે. જ્યારે વાતાવરણમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સામાન્ય કરતા મહત્તમ તાપમાન એક ડિગ્રી નીચું ૩૨.૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ૧ ડિગ્રી નીચું ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭થી ૯૫ ટકા રહ્યું હતું.
જ્યારે ઉત્તર ભારતની નદીઓમાં પુરમાં વરસાદને કારણે વધારો થતા બ્રહ્મપુત્રના પાણી આસામના નીચાણવાળા વિસ્તાર લખમીપુર, ઘેમાજી, ગોલાઘાટ, સોણિતપુર અને કામરૃપ જિલ્લાઓમાં પ્રવેશી ગયા હતા. આસામમાં બ્રહ્મપુત્રના પાણી ત્રીજીવાર ભયજનક સપાટીને વટાવી ગયા છે જેમાં માનવ વસવાટ તેમજ ખેતીવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. બ્રહ્મપુત્રના પાણી ગોમતીઘાટ, સોણિતપુરના જીઆભોરોલી, લખીમપુરના ગાઈ નદી અને સીગોરા ખાતે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved