Last Update : 27-August-2012, Monday

 

અણ્ણા ટીમ દ્વારા આક્ષેપો
ભાજપ- કોંગ્રેસની કોલસા કૌભાંડમાં સાઠગાંઠ સોનિયા-વડાપ્રધાન- ગડકરીના ઘરે ઘેરાવો

ટીમ અણ્ણાની અટકાયત ઃ પ્રદર્શનકારીઓને પોલીસે નિર્દયતાથી માર્યા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬
કોલ બ્લોક ફાળવણી મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા ભાજપ પ્રમુખ નિતીન ગડકરીના નિવાસસ્થાન તરફ કૂચ કરી કહેલા અરવિંદ કેજરીવાલ સહિતનાં ટીમ અણ્ણાના સભ્યોની પોલીસે અટકાયત કરી લીધી હતી. ટીમ અણ્ણાના કાર્યકરોને રોકવા માટે પોલીસે ટીયરગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
કેજરીવાલની આજે બીજી વખત અટકાયત કરવામાં આવી હતી. આજે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહારથી પણ કેજરીવાલની અટકાયત કરવામાં આવી હતી.
જંતર મંતર ખાતેનાં પ્રદર્શનમાં કિરણ બેદી હાજર ન રહેતા ભાજપને નિશાન બનાવવાની બાબતે ટીમ અણ્ણાના મતભેદો સપાટી પર આવ્યા હતા. વિવિધ સ્થળોએ કિલ્લેબંધી કરવામાં આવી હોવા છતાં શરૃઆતમાં પોલીસ કાર્યકરોને વડાપ્રધાનનાં નિવાસસ્થાન તરફ કૂચ કરતા રોકી શકી ન હતી. જો કે અંતમાં જ્યારે તે નિવાસસ્થાનની નજીક પહોંચ્યા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા.
ટોળાને વિખેરવા માટે જનપથ, અકબર રોડ અને તઘલક રોડ પર લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસે ટીયરગેસ અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. વિવિધ સ્થળોએથી કેજરીવાલની સાથે અટકાયત કરવામાં આવેલા પ્રશાંત ભૂષણ, મનિશ સિસોદિયા અને કુમાર વિશ્વાસે પત્રકારોને જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ દેશની જનતાને કોલ બ્લોકની ફાળવણીમાં કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠની જાણ કરવાનો છે.
કાર્યકતાઓને જનપથ, અકબર રોડ અને તઘગક રોડ પર રોકવામાં આવ્યા હતા પરંતુ કાર્યકર્તાઓએ કિલ્લેબંધી તોડવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને ચેતવણી આપી હતી. ચેતવણી પછી પણ કાર્યકર્તાઓએ આગળ વધવાનું ચાલુ રાખતા પોલીસને ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
કેજરીવાલ, મનિશ સિસોદિયા, ગોપાલ રાય, કુમાર વિશ્વાસ, સંજય સિંહ સહિતના છ કાર્યકરોને એક કલાક સુધી અટકાયતમાં રાખ્યા પછી મુક્ત કરી દેવામાં આવ્યા હતાં.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved