Last Update : 27-August-2012, Monday

 

અમેરિકાના દંતકથારૃપ અવકાશયાત્રી હતા
ચંદ્રની ધરતી પર પ્રથમ પગ મુકનાર નિલ આર્મસ્ટ્રોંગની ૮૨ વર્ષે વિદાય

હાર્ટસર્જરી બાદ કથળેલી તબિયત નિલ અમેરિકન મહા નાયક ઃ ઓબામા

(પીટીઆઇ) વોશિંગટન, તા. ૨૬
૧૯૬૯માં ચંદ્ર પર પ્રથમ વખત પગ મૂકનાર અમેરિકન અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું અવસાન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતાં. કેટલાક સમય અગાઉ જ તેમનાં હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમેરિકન મિડિયા અનુસાર તેમના પરિવારજનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હૃદય સારવાર સંબધી પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી જટિલતાઓ તેમનું નિધન થયું હતું.
૨૦ જુલાઇ, ૧૯૬૯નો દિવસ માનવજીવનનાં ઇતિહાસમાં ગૌરવમય દિવસ બની ગયો હતો. આ દિવસે એપોલો-૧૧ અવકાશયાનનું નેતૃત્વ કરી રહેલા નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો. તેમની સાથે તેમના સહયોગી એડવીન એલ્ડ્રીન પણ હતા. આ બંનેે ચંદ્ર પર લગભગ ૩ કલાક રોકાયા હતાં.
નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સાથી અવકાશયાત્રીઓ એડવીન એલ્ડ્રીન અને માઇકલ કોલિન્સને લઇ અવકાશ યાન 'એપોલો-૧૧' ગયુ હતું. અને તેને ૪,૦૦,૦૦૦ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં ૪ દિવસ લાગ્યા હતા. સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું હતું.
તેમના પરિવારજનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખુબ જ સારા માણસના નિધનથી અમે દુઃખી છીએ. અમે તેમના નોંધપાત્ર જીવનની ઉજવણી કરીશું અને અમને આશા છે તેમનું જીવન સમગ્ર વિશ્વના યુવાનો માટે ઉદાહરણરૃપ બનશે કે જેઓ પોતાના સ્વપ્નો પૂર્ણ કરવા માટે કઠોર પરિશ્રમ કરે છે, સંશોધન માટે આતુર છે અને પોતાના બદલે એક મહાન કાર્ય માટે પોતાનું જીવન સર્મપિત કરે છે.
મહાન અવકાશ યાત્રીને શ્રદ્ધાંજલી આપતા અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે નીલની ગણના તેમના સમયમાં જ નહીં પરંતુ કાયમ માટે એક મહાન અમેરિકન હીરો તરીકે થશે. તેમણે જણાવ્યું હતું કે મને અને મારી પત્નીને આ દુઃખદ સમાચાર સાંભળીને ઘણો આઘાત લાગ્યો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved