Last Update : 27-August-2012, Monday

બોલીવુડના લોકપ્રિય ચરિત્ર અભિનેતા એ.કે. હંગલનું ૯૮મે વર્ષે અવસાન

બોલીવુડની એક પણ અગ્રગણ્ય હસ્તીઓ તેમની સ્મશાન યાત્રામાં જોડાવાની દરકાર કરી નહીં

મુંબઈ, તા.૨૬
બોલીવૂડના લોકપ્રિય ચરિત્ર અભિનેતા એ.કે. હંગલનું ૯૮મે વર્ષે રવિવારે સવારે નવ વાગ્યે સાંતાક્રુઝ સ્થિત આશા પારેખ હોસ્પિટલમાં નિધન થયું હતું. 'શોલે', 'શૌકીન' તેમજ 'નમક હરામ', 'લગાન' જેવી ફિલ્મોએ તેમને ઘણી લોકપ્રિયતા મેળવી આપી હતી. જાંઘના હાડકામાં ફ્રેકચર થવાને કારણે ૧૬મી ઓગસ્ટે આ પીઢ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આયુષ્યના ચોથા દાયકામાં બોલીવુડમાં પ્રવેશનારા એ.કે. હંગલે અંદાજે ૨૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'શોલે'ના રહિમ ચાચાના પાત્રે તેમને ઘણી લોકપ્રિયતા અપાવી હતી.
અવતાર વીનિત કિશન હંગલનો જન્મ સિઆલકોટ (પાકિસ્તાન)ના કાશ્મીરી પંડિતને ત્યાં થયો હતો. ૨૧મે વર્ષે માત્ર રૃ.૨૦ સાથે મુંબઈ આવ્યા હતા અને શરૃઆતમાં તેમણે દરજીનો વ્યવસાય કર્યો હતો. પટૌડીના નવાબ અને બ્રિટિશરો તેમના ગ્રાહક હતા અને તેમને રૃ.૫૦૦નું વેતન મળતું હતું.
ઈન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિએશન (ઈપ્ટા) સાથે તેઓ વર્ષોથી જોડાયા હતા અને આ સંસ્થા હેઠળ તેમણે બલરાજ સહાની અને કૈફી આઝમી સાથે કામ કર્યું હતું.
૧૯૯૩માં તેમના જન્મસ્થાન પાકિસ્તાની મુલાકાત લેવા માટે વીસા મેળવવા માટે અરજી કર્યાં પછી તેમને રાજકીય ટીકાનો ભોગ બનવું હતું. આ પછી પાકિસ્તાન કોન્સ્યુલેટે મુંબઈમાં યોજેલા પાકિસ્તાન દિવસની ઉજવણીમાં સામેલ થવા બદલ શિવસેનાના વડા બાલ ઠાકરેએ તેમને રાજદ્રોહી ગણાવ્યા હતા અને તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ ફિલ્મોમાંથી તેમના દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા.
આયુષ્યના અંતિમ દિવસો તેમણે ગરીબાઈમાં કાઢયા હતા અને તેમના પુત્ર વિજયે બોલીવુડના લોકો પાસે મદદનો હાથ ફેલાવતા બચ્ચન પરિવાર, દિગ્દર્શક વિપુલ શાહ, મિથુન ચક્રવર્તી, આમિર ખાન અને સલમાન ખાને તેમને આર્થિક સહાય કરી હતી.
એ.કે. હંગલની અંતિમ ક્રિયા દરમિયાન બોલીવુડની કોઈપણ અગ્રગણ્ય હસ્તીએ ભાગ લીધો નહોતો. 'મને એક મોટી ખોટ પડી છે. હવે હું સાવ એકલો પડી ગયો છું. તેમનો મને ઘણો ટેકો હતો.' એમ તેમના ૭૪ વર્ષના નિવૃત્ત સ્ટીલ ફોટોગ્રાફર વિજયે કહ્યું હતું.
રાકેશ બેદી, રઝા મુરાદ, અવતાર ગિલ તેમજ ગાયિકા અને અભિનેત્રી એ.કં. હંગલની સ્મશાનયાત્રામાં જોડાયા હતા. 'તેઓ ફિલ્મોમાં કામ કરવા નહોવા છતાં પણ લોકોના મનમાંથી દૂર થયા નહોતા. તેઓ મારા ગુરુ હતા. તેઓ અભિનયની એક સંસ્થા હતા. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેમણે બધા સુપરસ્ટાર સાથે કામ કર્યું હતું પરંતુ આજે ઈન્ડસ્ટ્રીનો એક પણ સુપરસ્ટાર અહીં હાજર નથી', એમ રઝા મુરાદે કહ્યું હતું.
'તેઓ એક રાજાની જેમ રહ્યા હતા. તેઓ ઘણા સક્રિય હતા. કામ અને પૈસાની અછત હોવા છતાં પણ તેઓ ક્યારે પણ હિંમત હાર્યા નહોતા. એક અભિનેતા ઉપરાંત તેઓ સ્વાતંત્ર્યસેનાની હતા. તેમની ઘણી ખોટ સાલશે', એમ ઈલા અરૃણે કહ્યું હતું.
માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અંબિકા સોનીએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે, 'તેમણે સર્જેલો શુન્યાવકાશ ભરવાનું કામ ઘણું મુશ્કેલ છે. તેમના યાદગાર પાત્રો દ્વારા હંગલજીએ પેઢીઓને એક સૂત્રે બાંધી હતી. તેમની ભૂમિકાઓ દ્વારા પોઝિટિવ વિચારો અને માનવ મૂલ્યોનો બોધપાઠ મળતો હતો. તેમના અવસાનથી હિંદી સિનેમાને એક બેનમૂન ચરિત્ર અભિનેતાની ખોટ પડી છે.'

ઇપ્ટાથી શરૃ થયેલી હંગલની અભિનય કારકિર્દીનો અંત 'મધુબાલા'થી આવ્યો
ચાલીસી દરમિયાન ફિલ્મોમાં પ્રવેશેલા આ પીઢ અભિનેતાએ ૨૦૦ થી પણ વધુ ફિલ્મો કરી હતી
(પી.ટી.આઇ.) મુંબઇ તા.૨૬
ચરિત્ર અભિનેતા એ.કે. હંગલના અવસાનને કારણે હિંદી ઇન્ડસ્ટ્રીને એક મોટી ખોટ પડી છે. ૯૮ વર્ષના આ અભિનેતાએ તેમની કારકિર્દી દરમિયાન અંદાજે ૨૦૦ થી પણ વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. જેમાં 'શોલે', 'નમક હરામ', 'શૌકીન', 'આયના', 'બાવર્ચી', 'લગાન' 'અવતાર', 'અર્જુન', 'આંધી', 'કોરા કાગઝ', 'ચિત્તચોર', 'ગુડ્ડી', 'અભિમાન', 'અનામિકા' અને 'પરિચય' જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થયા છે.
'આપકી કસમ', 'અમરદીપ', 'નૌકરી', 'થોડી સી બેવફાઇ' અને 'ફિર વોહી રાત' જેવી રાજેશ ખન્નાની ફિલ્મોમાં તેમણે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. 'શોલે'ના રહેમાન ચાચાના પાત્રમાં 'ઇતના સન્નાટા ક્યો હૈ ભાઇ' જેવા સંવાદે તેમને ઘણી લોકપ્રિયતા અપાવી હતી.
'ધ લાઇફ એન્ડ ટાઇમ ઓફ એ કે હંગલ' નામની તેમની આત્મકથામાં તેમણે કેવી રીતે ફિલ્મોમાં પ્રવેશ્યા તેમજ 'જેન્ટલમેન'ની ઇમેજ દૂર કરવા માટે તેમણે કરેલા સંઘર્ષ વિશે વાત કરી હતી.
'ફિલ્મોમાં કારકિર્દી બનાવવાની મને જરા પણ ઇચ્છા નહોતા. મારી થિયેટરની કારકિર્દીથી હું ખુશ હતો પરંતુ સંજોગો મને ફિલ્મી દુનિયામાં ખેંચી લાવ્યા હતા જો કે આ કારણે હું નાખુશ નથી. અહીં મને શો બિઝનેસ તરીકે ઓળખાત એક અલગ જ ક્ષેત્રના લોકો સાથે પરિચય થયો છે. અહીં ઘણા વર્ષો વિતાવ્યા પછી પણ હું બહારનો હોઉ એવી મને લાગણી થાય છે,' એમ તેમણે લખ્યું હતું.
આમિર ખાનની ફિલ્મ 'લગાન'ના 'ઘનન ઘનન' ગીતમાં કાલે 'મેઘા કાલે મેઘા પાની તો બરસાઓ' પંક્તિ ગાતા એક વૃદ્ધ પુરુષના પાત્રમાં તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હિંદી સિનેમામાં તેમણે આપેલા યોગદાન બદલ ૨૦૦૬માં તેમને પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ઇન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિએશન (ઇપ્ટા) સાથે વર્ષો સુધી કામ કર્યા પછી આયુષ્યના ચોથા દાયકાના અંતમાં તેમને રાજ કપૂર અભિનીત બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ફિલ્મ 'તીસરી કસમ' (૧૯૬૬)માં રાજ કપૂરના પાત્રના ભાઇની ભૂમિકા મળી હતી પરંતુ એડિટિંગ ટેબલ પર તેમના બધા જ દ્રશ્યો પર કાતર ફરી વળી હતી જોકે આ ફિલ્મ પછી તેમને પાછું વળીને જોવાનો સમય મળ્યો નહોતો અને તેમણે અંદાજે ૨૦૦ કરતા પણ વધુ ફિલ્મોમાં યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાન દિવસમાં ભાગ લેવાને કારણે તેમની ફિલ્મો પર પ્રતિબંધ મૂકાયા પછીના બે વરસે તેમણે અમિતાભ બચ્ચનની હોમ પ્રોડકશન ફિલ્મ 'તેરે મેરે સપને' થી પુનરાગમન કર્યું હતું. આ પછી આમિર ખાનની ફિલ્મ 'લગાન' પછી છેલ્લે તેઓ શાહરૃખ ખાનની ફિલ્મ 'પહેલી'માં જોવા મળ્યા હતા. આ પછી સાત વરસના અંતરાલ બાદ તેમણે તાજેતરમાં ટીવી શો 'મધુબાલા'માં કેમેરાનો સામનો કર્યો હતો.
આ સિરિયલના સેટ પર તેઓ વ્હીલચેર પર આવ્યા હતા અને પોતે શારીરિક રીતે શૂટિંગનો ભાર સહન કરી શકશે કે નહીં, એવી તેમને શંકા હતી પરંતુ એક વાર કેમેરો શરૃ થતા જ તેઓ જોશમાં આવી ગયા હતા.

મેરેથોન મેન એ.કે. હંગલની વિદાયથી બોલિવૂડમાં 'સન્નાટો'
બોલિવૂડની હસ્તીઓએ પીઢ અભિનેતાને સ્મરણાંજલિ આપી
(પીટીઆઈ) મુંબઈ, તા. ૨૬
શોલે ફિલ્મમાં ગબ્બર સિંહના 'કિતને આદમી થે' પછીનો પ્રખ્યાત ડાયલોગ છે 'ઈતના સન્નાટા ક્યોં હે ભાઈ...' એ.કે. હંગલનો આ ડાયલોગ આજે તેમના અવસાન પછીની સ્થિતિ માટે બંધબેસે છે. હંગલ સાહેબની વિદાયથી બોલિવૂડમાં પણ 'સન્નાટો' છવાઈ ગયો છે. સાથળના હાડકામાં ફ્રેક્ચરના કારણે તેઓ થોડા સમયથી બીમાર હતા અને આજે સવારે ૯ વાગ્યે તેમણે મુંબઈની આશા પારેખ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાયથી બોલિવૂડની હસ્તીઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
* થિએટરમાં અભિનય કળાને આજીવન વરેલા એ.કે. હંગલ તેમની ફિલ્મો દ્વારા હંમેશા યાદ રહેશે.
- શેખર કપુર, દિગ્દર્શક
* હિન્દી સિનેમાના મેરેથોન મેન અંતિમ પડાવે પહોંચી ગયા. અમે તમને ખુબ યાદ કરીશું હંગલ સાહેબ.
- અનુપમ ખેર, અભિનેતા
* તેરે મેરે સપનેમાં હંગલ સાહેબ સાથે કામ કરવાની મને તક મળી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
- અર્શદ વારસી, અભિનેતા
* અલવિદા હંગલ સાહેબ
- મહેશ ભટ્ટ, ફિલ્મ નિર્માતા
* ભારતીય સિનેમાના પીઢ કલાકાર હંગલ સાહેબના નિધનથી 'સન્નાટો' છવાયો છે.
- અસ્મિત પટેલ, અભિનેતા
* એ.કે. હંગલ હવે આપણી વચ્ચે નથી. આદરણીય વ્યક્તિત્વને સલામ. તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
- રણવિર શૌરી, અભિનેતા

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 
Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
Gujarat Samachar POLL

Olympics 2012 Photos

webad3 lagnavisha
   
Follow Us

Facebook Twitter
   
ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 
આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

Gujarat Samachar © 2012 All Rights Reserved