Last Update : 27-August-2012, Monday

 

ભારત માટે ક્રિકેટનો સુપર સન્ડે

ઉન્મુક્ત ચાંદ અને ગુજરાતના સ્મિત પટેલ વચ્ચે અણનમ ૧૩૦ રનની ભાગીદારી ઃ અશ્વિને છ વિકેટ ઝડપીને ભારતને ઇનિંગથી જીતાડયું

અંડર-૧૯ની વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને કચડયું ઃ ટેસ્ટમાં ચોથા જ દિવસે ન્યુઝીલેન્ડ પરાસ્ત
ટાઉન્સવીલે/હૈદરાબાદ,તા.૨૬
ભારતના જુનિયર ક્રિકેટરોએ જોરદાર લડાયક દેખાવ કરતાં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર હરાવીને જુનિયર વર્લ્ડ કપ જીતી લીધો હતો. ભારતીય ક્રિકેટરો હજુ જુનિયર ક્રિકેટરોની સિધ્ધિની ઉજવણી કરે ત્યાં જ અશ્વિને છ વિકેટ ઝડપતાં ભારતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ચોથા જ દિવસે ઇનિંગથી જીત મેળવી હતી. ક્રિકેટમાં ભારતના બે પ્રભુત્વસભર વિજયથી ચાહકો માટે 'સુપર સન્ડે' બેવડી ખુશાલી લઇને આવ્યો હતો. ગત વર્ષે ભારતે આઇસીસી વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે જુનિયર વર્લ્ડ કપ જીતીને ક્રિકેટ જગતમાં તેનું મક્કમતાપૂર્વકનું પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હતુ. ભારતે ત્રીજી વખત જુનિયર વર્લ્ડ કપ જીત્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ટ્રાન્સવિલે ખાતે રમાયેલી ફાઇનલમાં સંદીપ શર્માની ચાર વિકેટની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૨૫ના સ્કોર સુધી સિમિત રાખ્યું હતુ. જો કે ઓસ્ટ્રેલિયાના બોલરોએ તરખાટ મચાવતા ભારતનો સ્કોર ૪ વિકેટે ૯૭ રન કરી દીધો હતો. ભારત પર પરાજયનું સંકટ તોળાતું હતુ ત્યારે જ કેપ્ટન ઉન્મુક્ત ચાંદ અને ગુજરાતના વિકેટકિપર બેટ્સમેન સ્મિત પટેલે બાજી સંભાળી હતી અને ધીમી પણ મક્કમ ગતિએ ભારતને વિજય તરફ અગ્રેસર કર્યું હતુ. ચાંદે ૧૩૦ બોલમાં ૭ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે અણનમ૧૧૧ રન ફટકાર્યા હતા. તેણે છગ્ગો ફટકારીને સદી પુરી કરી હતી. જ્યારે સ્મિત પટેલે પણ ભારે જવાબદારી સાથે રમતાં ૮૪ બોલમાં ૪ ચોગ્ગા સાથે અણનમ ૬૨ રન ફટકાર્યા હતા. બંને વચ્ચે ૧૩૦ રનની અણનમ ભાગીદારી થઇ હતી, જે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે પુરતી હતી.
ચાંદને તેની અણનમ ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે અગાઉ ભારત ૨૦૦૦માં કૈફની કેપ્ટન્સી હેઠળ અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યું હતુ, જેમાં યુવરાજે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. જ્યારે ૨૦૦૮માં કોહલીની કેપ્ટન્સી હેઠળ જુનિયર વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતુ.
દરમિયાનમાં હૈદરાબાદમાં અશ્વિનની કાતિલ બોલિંગને પરિણાંમે ભારતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં એક ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય મેળવ્યો હતો. સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પુજારાના ૧૫૯ રનની મદદથી ભારતે પ્રથમ ઇનિંગમાં ૪૩૮ રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં અશ્વિને છ વિકેટ ઝડપતાં ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ ૧૫૯ રનમાં સમેટાઇ હતી. આજે ચોથા દિવસે ફોલોઓન બાદ બીજી ઇનિંગને ન્યુઝીલેન્ડે ૧ વિકેટે ૪૧ રનથી આગળ ધપાવી હતી પણ ભારતના સ્પિનરો સામે રમવાની નબળાઇ પ્રવાસી ટીમને ભારે પડી હતી અને તેઓ માત્ર ૧૬૪ રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા. અશ્વિને ફરી છ વિકેટ ઝડપી હતી. ટેસ્ટમાં કુલ મળીને ૧૨ વિકેટ ઝડપનારા અશ્વિનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતીય ચાહકોએ ક્રિકેટમાં ભારતની બેવડી જીતની ભારે જોશ સાથે ખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતના વિજયમાં નિર્ણાયક ઇનિંગ રમનારો સ્મિત પટેલ અમદાવાદનો છે. જુનિયર ટીમમાં અમદાવાદના ફાસ્ટ બોલર રૃશ કાલરિયા પણ સામેલ હતો. જેના કારણે બંને ખેલાડીઓના પરિવારજનો,મિત્રો અને સાથી ખેલાડીઓએ જોશ ભેર ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડયા હતા.
વર્લ્ડ કપ વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડીને રૃ. ૨૦ લાખનું ઇનામ
નવી દિલ્હી,તા.૨૬
ભારતીય ક્રિકેટ બોર્ડે અંડર-૧૯ની વર્લ્ડ કપ વિજેતા ટીમના દરેક ખેલાડીને રૃપિયા ૨૦ લાખનું ઇનામ એનાયત કરવાની જાહેરાત કરી હતી. બોર્ડના પ્રમુખ શ્રીનિવાસને કહ્યું કે, આજનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ગૌરવશાળી છે અને બોર્ડ તરફથી તમામ ક્રિકેટરો માટે રૃપિયા ૨૦-૨૦ લાખના ઇનામની જાહેરાત કરવામાં આવે છે. જ્યારે ટીમના સપોર્ટ સ્ટાફને રૃપિયા ૧૫-૧૫ લાખ આપવામાં આવશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved