Last Update : 27-August-2012, Monday

 

મોૅઘવારીએ બચત પર પણ તરાપ મારી
નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો

 

મુંબઈ, તા. ૨૫
ભારત એક બચતકાર દેશ હોવાના લેબલને આપણે ધીરે ધીરે ગુમાવી રહ્યા છે. સતત બીજા વર્ષે દેશની ઘરેલું બચતમાં ઘટાડો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ઘરેલું નાણાંકીય બચતનો દર ૨૦૧૧-૧૨માં જીડીપીના ૭.૮૦ ટકા રહ્યો છે. ૧૯૮૯-૯૦ બાદ આ સૌથી નીચો દર છે. અગાઉના ત્રણ વર્ષમાં આ પ્રમાણ સરેરાશ ૧૧ ટકા હતું. નાણાંકીય બચતોમાં નોંધપાત્ર ઘટાડાનો અર્થ ભારતે તેની મૂડીની આવશ્યકતા માટે વિદેશી પ્રવાહ પર આધાર રાખવો પડે છે.
૨૦૧૧-૧૨ માટે નેટ ફાઈનાન્સિઅલ સેવિંગ રૃપિયા ૬.૯૫ લાખ કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીએ ૨.૬૦ ટકા ઓછું છે. ગયા વર્ષે કુલ રૃપિયા ૭.૧૨ લાખ કરોડનું સેવિંગ્સ થયું હતું. રોકાણકારોએ શેર્સ તથા ડિબેન્ચર્સની જેમ વિતેલા વર્ષમાં નાની બચત યોજનાઓમાંથી પણ નાણાં પાછા ખેંચી લીધા છે. સ્મોલ સેવિંગ્સમાંથી રૃપિયા ૨૨૦૦૦ કરોડનો આઉટફલો રહ્યો હતો જે આગલા વર્ષમાં રૃપિયા ૩૯૯૦૦ કરોડનો ઈનફલો રહ્યો હતો.વીમા ક્ષેત્રે કલેકશનમા ંકોઈ વધારો જોવાયો નથી. જો કે પેન્શન તથા પીએફમાં થોડાક વધુ નાણાં જોવા મળ્યા છે, પગાર મારફતની આવકમાં વૃદ્ધિ આ માટેનું કારણ કદાચ હોઈ શકે. ઘરેલું બચતકારો તરફથી બેન્કસ તથા નોન - બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓમાં નોંધપાત્ર ઈનફલો રહ્યો છે. ઊંચું વ્યાજ દર આપતી એનબીએફસી ડિપોઝિટમાં બે ગણો વધારો જોવાયો છે. મોટાભાગની કંપનીઓએ વ્યાજદરમાં એકથી બે ટકાનો વધારો કર્યો હોવાનું રિઝર્વ બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું.
ઘરેલું બચતમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઊંચો ફુગાવો છે. મોંઘવારીને કારણે ઘરેલું ખર્ચમાં વધારો થયો છે જેની અસર બચત પર પડી છે. ખર્ચ કાઢયા બાદ બચત કરાતી રકમ પર પરંપરાગત સાધનોમાં મળતા નબળા વળતરને કારણે પણ ઘરેલું રોકાણકારો ઊંચું વળતર મેળવવા અન્યત્ર નજર દોડાવી રહ્યા છે.ઘરેલું બચતકારો સોનામાં રોકાણ તરફ વળી રહ્યા હોવાનું પણ આરબીઆઈએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved