Last Update : 27-August-2012, Monday

 

સોનામાં આગળ ધપતી રેકોર્ડ બ્રેક તેજી
અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

રૃ.૫૮ હજાર પાર કરી ગયેલી ચાંદી ઃ સપ્તાહ દરમિયાન સોનાના ભાવો રૃ.૮૦૦ જયારે ચાંદીના ભાવો રૃ.૪૦૮૦ ઉછળ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. સોનામાં નવા ભાવ ઉછાળા વચ્ચે બજારમાં નવા રેકોર્ડ નોંધાયા હતા. અમદાવાદમાં આજે સોનાના ભાવો વધી ૧૦ ગ્રામના ૯૯.૯૦ના રૃ.૩૧૨૮૦ બોલાતા નવી ટોચ દેખાઈ હતી. ૯૯.૫૦ના ભાવો રૃ.૩૧૧૩૦ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૮૫ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૩૦૦ બોલાતા નવો રેકોર્ડ સર્જાયો હતો. દિલ્હીમાં છેલ્લા ૬ દિવસમાં સોનાના ભાવો રૃ.૬૭૫ વધી ગયા છે. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના વધુ રૃ.૧૧૦ વધી રૃ.૩૦૮૭૦ તથા ૯૯.૯૦ના રૃ.૧૧૦ વધી રૃ.૩૧૦૧૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો ૧૬૬૮.૫૦થી ૧૬૬૯ ડોલર વાળા આજે ઉછળી ૧૬૭૨થી ૧૬૭૨.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૦.૬૨થી ૩૦.૬૩ ડોલર વાળા ઉછળી આજે ૩૦.૮૬ ડોલર બોલાયાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૭૯૧૦ વાળા વધુ રૃ.૯૬૦ ઉછળી રૃ.૫૮૦૦૦ની સપાટી કુદાવી રૃ.૫૮૭૧૦ બંધ રહ્યા હતા. દિલ્હીમાં આજે ચાંદીના ભાવોે હાજરમાં વધુ રૃ.૯૫૦ વધી રૃ.૫૭૮૦૦ તથા વિકલી ડિલીવરીના વધુ રૃ.૭૨૦ વધી રૃ.૫૭૨૦૦ બોલાયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ભાવો ઉછળતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહચી છે અને તેના પગલે ટાંચી આવકો વચ્ચે આજે બંને કિંમતી ધાતુઓમાં નવી વેચવાલી નહિંવત રહી હતી, જો કે ઉંચા ભાવોએ માંગ પણ ધીમી પડતાં બજારમાં કામકાજો પાંખા પડી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું. ચાંદીમાં મુંબઈમાં બિલમાં માલોની અછત રહેવા સામે કેશમાં માલોની છૂટ રહેતાં કેશમાં ભાવો આજે મોડી સાંજે રૃ.૫૭૯૦૦થી ૫૮૦૦૦ આસપાસ બોલાીઈ રહ્યા હતા. જયારે બિલમાં ભાવો રૃ.૫૮૭૦૦ જેવા ઉંચા રહ્યાના નિર્દેશો હતા.મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૯૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૦૫૦ બોલાઈ રહ્યા હતા જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૩૫૯૦૦૦ વાળા રૃ.૨૦૦૦ વધી રૃ.૩૬૧૦૦૦ બોલાયા હતા. અમેરિકા તથા ચીન દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા સ્ટીમ્યુલ્સ પેકેજ અમલી બનાવવા વિચારણા શરૃ થઈ છે અને તેના પગલે વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની ખરીદી જળવાઈ રહેતાં ભાવો રોજેરોજ ઉછળતા રહ્યા છે.મુંબઈ બજારમાં અઠવાડિયામાં સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૮૦૦ વધ્યા છે જયારે બિસ્કિટના ભાવો સપ્તાહમાં રૃ.૮૦૦૦ વધી ગયા છે. ચાંદીના ભાવો અઠવાડિયામાં કિલોદીઠ રૃ.૪૦૮૦ વધી ગયા છે. ટૂંકાગાળામાં ભાવો નોંધપાત્ર વધી જતાં હવે સોના-ચાંદીમાં આગામી સપ્તાહમાં ભાવો ઉંચેથી પ્રત્યાઘાતી ઘટવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved