Last Update : 27-August-2012, Monday

 

ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

દેશમાં સરેરાશ વરસાદની ખાાૃધ ઘટીને ૧૪ ટકા પર આવી ગઈ

નવી દિલ્હી, તા. ૨૫
ગયા સપ્તાહમાં પડેલા ભારે વરસાદને કારણે ખરીફ વાવણીના અંતિમ તબક્કાને ઈંધણ મળ્યું છે. ખાસ કરીને ચોખા અને ઓઈલસીડસના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થઈ શકયો છે. ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં પડેલા વ્યાપક વરસાદને પરિણામે વરસાદની ખાધ ઘટીને ૧૪ ટકા પર આવી ગઈ છે એટલું જ નહીં મોટા જળાશયોના સંગ્રહમાં પણ વધારો થયો છે. સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા જેનું નિરીક્ષણ થાય છે તે ૮૪ મોટા જળાશયોમાં પાણીનું સ્તર તેની કુલ ક્ષમતાના ૫૭ ટકા પર આવી ગયું છે એમ કમિશનના સૂત્રોએ જણાવ્યું હતું.
ચોખાનું વાવેતર ગયા વર્ષાના આ સમયગાળામાં ૩૪૨ લાખ હેકટરની સરખામણીએ આ વર્ષેમાં અત્યારસુધી ૩૨૯.૧૯ લાખ હેકટર થયું છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઝારખંડમાં રોપણીના કામમાં ગતિ આવી છે. ડાંગરના ટ્રાન્સપ્લાન્ટિંગમાં આવેલી ગતિથી ચોખાના એકરેજમાં રહેલી ખાધનું અંતર ઘટયું છે, જે ચોમાસાના પ્રારંભના સમયમાં ઘણું વધુ હતું. કડધાન્યમાં બાજરાના વાવેતરમાં હજુ પણ ઘટ છે. મકાઈની વાવણી ગયા વર્ષના ૨૪ ઓગસ્ટ સુધીમાં જે ૭૧.૨૬ લાખ હેકટર રહી હતી તે આ વર્ષે સાધારણ ઓછી રહી છે, એમ કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. કઠોળના પાકના વાવેતરની ખાધમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં તુવેરનું પ્લાન્ટિંગ ઊંચું રહ્યું છે જ્યારે કર્ણાટકમાં ગયા વર્ષના સ્તરે જ છે.
ગયા વર્ષના ૨૦.૩૮ લાખ હેકટર સામે આ વર્ષે અડદનો વાવણી વિસ્તાર વધીને ૨૨.૩૦ લાખ હેકટર રહ્યો છે. મગનું વાવેતર હજુપણ ચાર લાખ હેકટર ઓછું છે. રાજસ્થાનમાં મગનું વાવેતર ઓછું થયું છે જ્યારે મહારાષ્ટ્ર વધુ વિસ્તાર વાવણી હેઠળ લેવાયો છે. તેલીબિયાંની પાંચ લાખ હેકટરની ખાધ લગભગ પૂરી થઈ છે. તેલીબિયાંમાં સોયાબીનનું વાવેતર આ વર્ષે વધુ કરાયું છે પરંતુ ગુજરાતમાં નબળા વરસાદને કારણે મગફળીનું વાવેતર ઓછું લેવાયું છે. ગયા વર્ષના ૪૧.૨૧ લાખ હેકટર સામે મગફળીની ૩૬ લાખ હેકટર વિસ્તાર પર વાવણી થઈ શકી છે જ્યારે સોયાબીનનું વાવેતર ચાર લાખ હેકટર ઊંચું રહીને ૧૦૬.૭૭ લાખ હેકટર રહ્યું છે. રોકડિયા પાકની સ્થિતિ પર નજર નાખીએ તો આન્ધ્ર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વધુ એકરેજ લેવાતા ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં કપાસના વાવેતરની ઘટની ભરપાઈ કરી શકાઈ છે, એમ પણ કૃષિ મંત્રાલયના સાધનોએ વધુમા ંજણાવ્યું હતું. ગુજરાતમાં કપાસના વાવેતરમાં પાંચ લાખ હેકટરનો ઘટાડો થયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved