Last Update : 27-August-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૮-૨૦૧૨ સોમવાર
અધિક ભાદરવા સુદ અગિયારસ.
''ગુજરાત સમાચાર''ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની છઠ્ઠી માસિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ


અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૯ મિ. (સૂ) ૭ ક. ૧૦ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલી બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- મુળ સવારના ૮ ક. ૦૬ મિ. સુધી પછી પૂર્વાષાઢા. આજે સવારના ૮ ક. ૦૬ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મુળ શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-કર્ક, ગુરૃૃ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-ધન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.ભા/૫
માસ-તિથિ-વાર ઃ- અધિક ભાદરવા સુદ અગિયારસ ને સોમવાર.
- કમલા એકાદશી.
- વિષ્ટી બપોરના ૧૩-૨૩થી રાત્રે ૨૯-૨૯ સુધી.
- આજે વરસાદ પડે તો અનાજ સસ્તુ થાય!
''ગુજરાત સમાચાર''ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની છઠ્ઠી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૦ રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૭-૮-૨૦૧૨ સોમવાર
મેષ ઃ અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશીએ આજે ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. બહાર જવાનું થાય.
વૃષભ ઃ કમલા એકાદશીએ આજે ઉચાટ-ઉદ્વેગના કારણે શાંતિ-રાહત જણાય નહીં. ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં.
મિથુન ઃ અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશીનો આજનો દિવસ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતાનો રહે.
કર્ક ઃ આજે આપના રોજીંદા કામ સિવાય ધર્મકાર્યમાં વ્યસ્તતાવાળો રહે. દેવદર્શન, દાનપુણ્ય કાર્યથી આનંદ રહે.
સિંહ ઃ આપના અંગત કામ સિવાય વડીલવર્ગના, સગા સંબંધી- મિત્રવર્ગના કારણે વ્યસ્ત રહેવું પડે. બહાર જવાનું થાય.
કન્યા ઃ હરો ફરો, કામકાજ કરો, ધર્મકાર્ય કરો પરંતુ વિચારોની દ્વિધા- ઉચાટમાં એકાગ્રતા જળવાય નહીં.
તુલા ઃ અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશીએ ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્ન રહે. દાન પુણ્ય કાર્ય થાય.
વૃશ્ચિક ઃ આજે ધર્મકાર્યથી આપ આનંદમાં રહો. સીઝનલ ધંધો-આવક થાય. પોતાનું અંગત કામ ઉકેલાય.
ધન ઃ આપને શાંતિ-રાહત જણાય. ધર્મકાર્ય થઇ શકે. દાનપુણ્ય-ધર્મકાર્ય આજની અગિયારસે થઇ શકે.
મકર ઃ અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશીએ આજે ધર્મકાર્ય-દાનપુણ્ય કાર્ય થાય. ખર્ચ છતાં આનંદ રહે.
કુંભ ઃ આપના ઘર-પરિવારના સહકારથી- ધર્મકાર્યથી આપને આનંદ રહે. બહાર જવાનું થાય. સંતાનથી ખર્ચ થાય.
મીન ઃ અધિક ભાદરવા મહિનાની કમલા એકાદશીએ ધર્મકાર્યમાં કે અન્ય કામમાં એકાગ્રતા, આનંદ જણાય નહીં.


જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૭ ઓગસ્ટ ૨૦૧૨ સોમવાર
આજથી શરૃ થઇ રહેલું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધાના કામકાજમાં સફળતા-પ્રગતિનું બનતું જાય. તમારી મહેનતું શુભ ફળ પ્રાપ્ત કરી શકો. સ્થળ-સ્થાનની ફેરફારી, બઢતી, પગાર વધારો, નોકરીમાં થાય. ધંધો હોય તેમને ધંધો-આવક વધે. સંયુક્ત ધંધો હોય તો સ્વતંત્ર ધંધો થઇ શકે. વિશેષમાં-
* ધર્મકાર્ય- વ્યવહારિક- સામાજીક કામ થાય. પરિવારમાં પુત્રપૌત્રાદિકની પ્રગતિથી આનંદ રહે. સંયુક્ત આવકની શરૃઆત થાય. સુખ સંપત્તિમાં વધારો થાય.
* વર્ષારંભના પ્રારંભમાં એકસો વીસ દિવસ તન- મન- ધનથી- વાહનથી સંભાળવા. નોકરી-ધંધામાં ચિંતા- બંધન- ઠપકો- શિક્ષા જણાય.
* સ્ત્રી વર્ગને પિયર પક્ષની ચિંતા રહે. પોતાના આરોગ્યની અસ્વસ્થતાથી પરિવારના રોજીંદા કામમાં રૃકાવટ જણાય. વર્ષાંતે રાહત રહે.
* વિદ્યાર્થી વર્ગે ભણવામાં ધ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લગ્ન પહેલાં સસરા છગને જમાઈ લલ્લુને પૂછ્‌યું, ‘‘જમાઈરાજ, તમારી કોઈ ખાસ માંગણી હોય, ઈચ્છા હોય તો કહી દો !’’
લલ્લુ વઘુ પડતો હોંશિયાર હતો. એ બોલ્યો, ‘‘સસરાજી, હું એવી વસ્તુ ઈચ્છું છું કે જે પેટ્રોલથી ચાલે, તમે અપાવી દો.’’
‘‘બસ, એમાં શું ? માંગી માંગીને આવું જ માંગ્યું ?’’ છગન બોલ્યો, ‘‘તમને એક ઈમ્પોટેર્ડ સિગારેટ લાઈટર આપીશું.’’

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved