Last Update : 24-August-2012,Friday

 

બદનક્ષીના કેસ સામે પણ વિરોધ થયો
ન્યાયતંત્રને ભ્રષ્ટ કહેવાની હંિમત મમતાએ બતાવી છે

 

- ન્યાયમૂર્તિઓ અંગેની જવાબદારી નક્કી કરતું બિલ વિશ્વાસ ઊભો કરશે

પ્રથમવાર એવું બન્યું છે કે, કોઈ મુખ્યપ્રધાને ન્યાયતંત્રને પડકાર્યું છે. લોકશાહીનો એક પાયો બીજા પાયાને બદનામ કરી રહ્યો છે. પ્રજાની નજરમાં આ બંને પાયા ભ્રષ્ટ છે પરંતુ તેને ખુલ્લંખુલ્લા કહેવાની હંિમત ભાગ્યે જ કોઈ કરે છે. મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ન્યાયતંત્રને સીઘું નિશાના પર લીઘું છે, મમતાએ ન્યાયતંત્રની બદનક્ષી કરી છે એવી પીઆઇએલ પણ થઈ છે, કલકત્તામાં વકીલોએ દેખાવો પણ કર્યા હતા. મમતા બેનરજી તેમની વાતમાં મક્કમ છે. જો કે, તેમણે એટલો ફેરફાર કર્યો હતો કે, ન્યાયતંત્રમાં બધા ભ્રષ્ટ નથી સારા લોકો પણ છે.
આ મામલો રાજકીય ટર્ન લઈ ચૂક્યો છે. મમતા બેનરજી અને તેમના શાસનના વિરોધીઓ બાંયો ચઢાવીને મેદાનમાં આવ્યા છે. સામા છેડે મમતાની ન્યાયતંત્ર સામેની ટીકાનો વિરોધ કરનાર કલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ સમરેશ બેનરજીને ધમકીના કોલ મળવા લાગ્યા હતા. મમતા બેનરજીના સમર્થકો દીદીના વિરોધીઓની ધોલાઈ કરતા પણ ખચકાતા નથી એ હવે સર્વસામાન્ય વાત બનતી જાય છે.
સુપ્રિમ કોર્ટે ગયા શુક્રવારે કહ્યું હતું કે, આપણી ન્યાયતંત્રની સિસ્ટમ ગુનેગારોની જંિદગી આસાન બનાવી રહી છે. જ્યારે કાયદાનું પાલન કરતા નાગરિકોને ન્યાય માટે ફાંફા મારવા પડે છે. ગીતીકા શર્મના કેસમાં ગોપાલ કાંડા સામે થયેલી એફઆઇઆર સામે માગેલી આગોતરા જામીન અરજીના ચુકાદામાં એવો ઉલ્લેખ કરાયો હતો કે પૈસાદાર અને વગવાળા આરોપીઓ કાયદાથી બચવા તમામ ટેકટીક્સ અપનાવે છે જેથી ન્યાય ઇચ્છતા લોકો અને કાયદાનું પાલન કરતા લોકો ન્યાયતંત્ર પર ગુસ્સે ભરાય છે.
ન્યાયતંત્રમાં હાલમાં જે ચર્ચા ચાલે છે તે જ્યુડીશીયલ સ્ટાન્ડર્ડસ અને એકાઉન્ટેબલીટી બિલ અંગે છે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને જવાબદાર ગણવા બાબતે સરકાર વિચારી રહી છે. સરકાર માને છે કે, જો આ બિલ પાસ થશે તો પ્રજામાં ન્યાયતંત્ર બાબતે વિશ્વાસ ઉભો કરી શકાશે. જો કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કાપડિયાએ જણાવ્યું હતું કે, જવાબદારીની વાતથી ન્યાયમૂર્તિઓ ડરતા નથી પરંતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર જવાબદારીના નામે કોઈ સમાધાન થઈ શકે નહિ. કાયદા પ્રધાન સલમાન ખુરશીદની હાજરીમાં મુખ્ય ન્યાયમૂર્તિ કાપડીયાએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું,. ત્યારબાદ બે દિવસ પછી કાયદા પ્રધાને ન્યાયમૂર્તિઓની જવાબદારી નક્કી કરતા બિલની રૂપરેખા આપી હતી જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા છીનવાય એવો કોઈ પ્રયાસ બિલમાં કરાયો નથી.
સ્લીપર પહેરીને ફરતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને પ્રજાના મનની વાત કરી હોઈ આવા નેગેટીવ સ્ટેટમેન્ટ છતાં તેમની પ્રશંસા થઈ રહી છે. ન્યાયતંત્રમાં ઘણા ન્યાયમૂર્તિઓ સામે ભ્રષ્ટાચારની તરાસ થઈ છે, ઘણાંને સસ્પેન્ડ કરાયા છે વઘુ પડતી સંપત્તિના કેસ પણ ચાલે છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બાલાકૃષ્ણન સામે પણ ભ્રષ્ટાચારનો કેસ થયેલો છે. ન્યાયમૂર્તિઓ ઘણીવાર પ્રજાની નજરમાંથી ઉતરી ગયા છે તો ઘણીવાર સમગ્ર ન્યાયતંત્ર પરનો પ્રજાનો વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટનાઓ બની છે.
મમતા બેનરજી કોઈ મુદ્દો આસાનીથી છોડે એવા નથી તેમણે લોકશાહીના મજબૂત સ્તંભની ટીકા કરી છે છતાં સરકાર તેમને ભીંસમાં લઈ શકે એમ નથી કેમ કે તે કેન્દ્ર સરકારના મજબૂત અને મહત્ત્વના સાથી પક્ષ છે જ્યારે વિરોધ પક્ષ એનડીએ પણ તેમને ભવિષ્યનો મહત્ત્વનો સાથી પક્ષ ગણે છે. કાયદા પ્રધાન સલમાન ખુરશીદે પણ મમતાના નિવેદન અંગે કોઈ સ્પષ્ટ મત આપ્યો નહોતો.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન માર્કન્ડેય કાત્ઝુએ તો મમતાના નિવેદન અંગે બદનક્ષીના કેસનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે મમતાએ જે કંઈ કહ્યું છે તેમાં ખોટું કશું નથી. ભૂતપર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એસ. પી. ભરૂચા અન્ય કેટલાક ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. માત્ર કાત્ઝુ નહીં પણ અનેક નેતાઓ મમતાને ટેકામાં ઉભા રહેવા તૈયાર છે.
એક તરફ મમતા સામે કેસ કરનારાઓને ધમકી મળે છે તો બીજી તરફ મમતાને ટેકો પણ મળી રહ્યો છે. આ કેસનું શું થશે ? અંતે તેનું પિલ્લું વળી જશે. કેમ કે મમતા સામેનો વિરોધ લાંબો ચાલી શકે એમ નથી પશ્ચિમ બંગાળ કોંગ્રેસ મમતાનો વિરોધ કરે છે પણ કેન્દ્રમાં કોંગ્રેસ મમતા સામે કોઈ વિરોધ કરી શકતી નથી.
ન્યાયતંત્ર સામે મમતા બેનરજીએ ઉઠાવેલો અવાજ અંતે તો પ્રજાની અંદરનો અવાજ છે. ન્યાયતંત્રમાં વિશ્વસનીયતા ઉભી કરવાના પ્રયાસો સરકારે કરવા જરૂરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 

 

 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved