Last Update : 24-August-2012,Friday

 

સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો

- ગર્ભાવસ્થા સમયે જ પહેલા બાળકને એ વાત સમજાવવી જરૂરી છે કે તમે તેના માટે ગિફ્‌ટમાં એક હરતી ફરતી ડોલ લાવી રહ્યા છો. જે તારી બેસ્ટ ફ્રેન્ડ બનશે.

 

બીજા બાળકના જન્મ થતાંની સાથે જ સિબ્લંિગ રાઇવલરી શરૂ થઇ જાય છે. પહેલું બાળક એવુ મહેસુસ કરે છે કે મારા પેરેન્ટ્‌સનું ઘ્યાન બીજા બાળક પર વધારે છે. આ રીતે તે મનોમન તેના નાના ભાઇ બહેન પ્રત્યે નફરત કરવા લાગે છે. સ્વાભાવિક છે કે માતાનું ઘ્યાન હમેશા બીજા બાળક પ્રત્યે વધારે હોય છે. અહીયાથી જ શરૂ થાય છે સિમ્બંિગ રાઇવલરી એટલે કે બે બાળકો વચ્ચેની કોમ્પીટિશન. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે બાળકો એકબીજાની તુલના કરવા લાગે છે. પેરેન્ટ્‌સ પણ કેટલીક વાર નાના બાળકની મોટા બાળક સાથે તુલના કરે છે જેથી મોટા બાળકને પેરેન્ટ્‌સ પ્રત્યે સ્નેહ અને પ્રેમ ઓછો થતો જાય છે. આ અંગે નિશિતા વ્યાસ કહે છે કે ગર્ભાવસ્થા સમયે જ પહેલા બાળકને એ વાત સમજાવવી જરૂરી છે કે તમે તેના માટે ગિફ્‌ટમાં એક હરતી ફરતી ડોલ લાવી રહ્યા છો. જે તેની બેસ્ટ ફ્રેન્ડ હશે. તેની સાથે રમવાનું અને મોજમસ્તી કરવાની તને મજા આવશે. નાના બાળક માટે જ્યારે પણ શોપંિગ કરવા માટે જાઓ ત્યારે મોટા બાળકને શોપંિગ વિશે પુછવું જરૂરી છે. આનાથી બાળકને એ વાત સમજાશે કે મમ્મી બીજા માટે જે વસ્તુ ખરીદે છે એ પહેલા મારી સલાહ જરૂર લે છે. જ્યારે બીજા બાળકનો જન્મ થાય છે ત્યારે પહેલું બાળક પેરેન્ટસનું ઘ્યાન ખેચવા માટે એવા કામ પણ કરે છે જે પેરેન્ટસને પસંદ હોતા નથી. આ પ્રકારના સમયમાં બાળકને સજા આપવા કરતાં સ્નેહ આપવો જરૂરી થઇ પડે છે. નાનુ બાળક જેમ જેમ મોટુ થતુ જાય છે તેવા સમયે એ વાતનું ઘ્યાન રાખવું જોઇએ કે બન્ને વચ્ચે વિવાદ તો નથી થતો નહીતર સિમ્બંિગ રાઇવલરીનો રસ્તો પકડી લે છે. તેથી બાળકોને એ વાતથી વાકેફ તરતા રહેવું જોઇએ કે તે બન્ને એક બીજાના ગાઢ મિત્રો છે.
આ અંગે સંજય પંડ્યા કહે છે કે એક બાળકની સફળતા સાથે સાથે બીજા બાળકને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી એને મહેસુસ થાય કે તેના ભાઇ બહેનની સફળતામાં તેનો પણ યોગદાન છે. જો તમ નાના બાળકની ભૂલો વિશે વાત કરી રહ્યા હોવ તો તેની સાથે સાથે મોટા ભાળકની ભૂલોની વાત ન કરો આ રીતે બાળકો પોતાની ભૂલોને સ્વિકારી લેશે અને ફરી ભૂલો કરવાનો પ્રયત્ન નહી કરે. બાળકો જેમ જેમ મોટા થતાં જ્યા તેમ તેમ તેમને સંબંધોનું મહત્વ સમજાવવું જોઇએ જેથી બાળકો વચ્ચે સંબંધ જળવાઇ રહે ક્યારેય એવા સંજોગ ન ઉભા થાય જેથી બે ભાઇઓ કે બહેનો વચ્ચે દુશ્મની ઉભી થાય. ક્યારેક એવા સંજોગો પણ ઉભા થતા હોય છે જ્યારે બાળકો પેરેન્ટસને એવુ પુછતા હોય છે કે અમારા બન્નેમાં કોને વધારે પ્રેમ કરો છો. ત્યારે તમારો જવાબ ચોક્કસ હોવો જોઇએ કે મારા માટે બન્ને સમાન છો. તેમે બન્ને મારા માટે સમાન છે જો પેરેન્ટસ બાળકો પ્રત્યે ભેદભાવ રાખશે તો બાળકો તો અનુસરણ કરશે. દરેક બાળકને બાળપણથી જ ભાઇચારાના પાઠ શિખવાડવા જરૂરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved