Last Update : 24-August-2012,Friday

 

કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ

 

- આ સોફ્‌ટવેર ઇંગ્લિશ કમાન્ડથી ઓપરેટ થાય છે.તેમાં ઓપન મેનુ એવો કમાન્ડ આપવાથી મેનુ ઓપન થઇ જાય છે અને સામે તરત જ કમ્પ્યૂટર રિસ્પોન્સ પણ આપે છે.

શહેરના ઘાટલોડીયા વિસ્તારના કે.કે નગરમાં રહેતો જય પટેલે એન્જિનિયરીંગના ત્રીજા વર્ષના અભ્યાસ દરમિયાન ઇનોવેશન ફોર ઓપરેટીંગ કોમ્પ્યુટર બાય વોઇસ કમાન્ડ નામનું એપ્લીકેશન સોફ્‌ટવેર બનાવ્યુ છે જેના થકી વ્યક્તિ પોતાના અવાજ દ્વારા કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે, જય પટેલે ચાર મહિનાની મહેનત બાદ આ સોફ્‌ટવેર બનાવવામાં સફળ થયો છે. આ સોફ્‌ટવેરની વિશેષતા એ છે કે હવે કમ્પ્યૂટર ઓપરેટ કરવા માટે માઉસ કે કી બોર્ડની જરૂર નહી પડે. હાથ ન હોય તેવા વ્યક્તિઓ પણ કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે. દૂર બેસીને પણ કમ્પ્યૂટર ઓપરેટ કરી શકાશે. કોઇ પણ સ્થળે પ્રેઝન્ટેશન આપતી વખતે કોઇ અન્ય વ્યક્તિની જરૂર નહી પડે. ઇન્સ્ટોલ કરવા માટે વધારે જગ્યા રોકતું નથી. આ સોફ્‌ટવેરની મદદથી દરેક વ્યક્તિનું કામ સરળ થઇ જશે.
આ અંગે એન્જિનિયરંિગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો જય પટેલ કહે છે કે ૪ મહિનાની મહેનત બાદ મે આ એપ્લીકેશન સોફ્‌ટવેર બનાવ્યું છે. જેની મદદથી કમ્પ્યૂટર બોલીને ઓપરેટ કરી શકાશે જેમ કે આપણે કોઇ વ્યક્તિને અવાજ આપીએ અને તે પ્રતિસાદ આપે એવી જ રીતે કમ્પ્યૂટર પણ પ્રતિસાદ આપશે. મને આ સોફ્‌ટવેર બનાવવાનો વિચાર પ્રણવ મિસ્ત્રીના સીક્સ્થ સેન્સ ટચંિગ ડીવાઇસ પરથી આવ્યો હતો, આ સોફ્‌ટવેર વોઇસ કમાન્ડ પર આધારિત છે. આ સોફ્‌ટવેર કમ્પ્યૂટર અને માણસ વચ્ચે વાતચીત કરવા માટે એક સેતુ સમાન છે. આ સોફ્‌ટવેર હેડફોનની મદદથી ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે કમ્પ્યૂટર આપણી ભાષા સમજી શકતું નથી પણ હવે આ એપ્લીકેશન સોફ્‌ટવેરની મદદથી તે ઓપરેટરની ભાષા સમજી શકશે અને સામે રીપ્લાય પણ આપી શકશે. આ સોફ્‌ટવેરની મદદથી દરેક ક્ષેત્રમાં કામ કરવાની ગતિમાં વધારો થશે તથા જે લોકો ઈંગ્લિશ ભાષા જાણતા નથી તેવા લોકો પણ સરળતાથી કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે.
જો કે, આવનાર સમયમાં ગુજરાતીમાં પણ કમ્પ્યૂટર ઓપરેટ કરી શકાય તે માટેનું રિસર્ચ જય પટેલ કરી રહ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved