Last Update : 24-August-2012,Friday

 

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ

- ઇન્ટરનેશનલ ‘એશિયન બાયોડાવર્સિટી ૨૦૧૨’ કોન્ફરન્સમાં એશિયાની બાયોડાવર્સિટી પર વિશ્વના તજ્‌જ્ઞોની સાથે સેપ્ટના સ્ટુડન્ટ નિશીત પંડયાએ રિસર્ચ પેપર રજૂ કર્યુ.

ભારત પ્રાકૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. આ વિવિધતાને કારણે દેશની બાયોડાવર્સિટીમાં પણ અનેક વિવિધતા જોવા મળી છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતમાં પણ વિવિઘ ક્ષેત્રમાં બાયોડવર્સિટી જોવા મળી રહી છે. પરંતુ આજે સરકારની એક તરફી વિકાસની નીતિઓએ દેશની આ બાયોડાવર્સિટીને અનેક ઘણું નુકસાન પહોચાડ્યું છે. બેંગ્લોરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ‘એશિયન બાયોડાવર્સિટી ૨૦૧૨’ કોન્ફરન્સમાં એશિયાની બાયોડાવર્સિટી પર વિશ્વના તજ્‌જ્ઞોએ રિસર્ચ પેપર રજુ કર્યા હતાં. આ ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સમાં સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ‘ડાંગ જિલ્લાની બાયોડાવર્સિટી’ પર રિસર્ચ પેપર રજુ કર્યું હતું. ડાંગ જિલ્લામાં ‘સાગના વૃક્ષને ઉગાડવા માટે જે પ્રોત્સાહન’ આપવામાં આવ્યું તેના કારણે આજે ડાંગ જિલ્લાની ૫૫૦ જેટલી સ્પીશીસ નામશેષ થઇ ગઇ છે. ઉપરાંત ડાંગમાં જોવા મળતી ઉડતી ખિસકોલી અને દીપડા જેવા અસંખ્ય જીવો આ વિસ્તારમાંથી નામશેષ થઇ ગયાં છે. જો કે, ઉડતી ખિસકોલીની વાત આવે તો કોઇને માનવામાં ના આવે. પરંતુ સેપ્ટના સ્ટુડન્ટે જે રિસર્ચ કર્યું તેમાં એવું તારણ બહાર આવ્યું છે કે ડાંગના જંગલમાંથી મોટા પાયે વૈવિઘ્યતા જોવા મળી છે.
એમ.ટેક ઇન કલાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં અભ્યાસ કરતાં નિશીત પંડ્યાએ ડાંગ જિલ્લાના ૭૦ ટકા વિસ્તારની બાયોડાવર્સિટી પર રિસર્ચ કર્યું છે. ડાંગ જિલ્લામાં સાગના વાવેતરને પ્રોત્સાહન આપવાને કારણે અહીં પર્યાવરણીય સમસ્યાઓ વધવા લાગી છે. ડાંગના લોકોને સાગથી પૈસા સારા મળે છે પરંતુ વાંસના ઝાડમાં ઘટાડો થઇ રહ્યો છે. આજથી દસ વર્ષ પહેલાં જે આદિવાસીઓ પોતાના ઘરે ખેતી કરીને પોતાનું જીવન ધોરણ ચલાવતાં હતાં, ત્યારે આજે આજ આદિવાસીઓ માર્કેટ પર નિર્ભર બન્યાં છે. માત્ર ડાંગના જંગલમાં જ જોવા મળતી ઉડતી ખિસકોલી દસ વર્ષમાં તો નામશેષ થઇ ગઇ છે. આ ખિસકોલીને ડાંગની લીલોતરી વઘુ અનુકૂળ આવતી હતી. પરંતુ સાગના વૃક્ષોનું વાવેતર વધવાને કારણે આ ખિસકોલી અહીંથી ગૂમ થઇ ગઇ. આ અંગે નિશીત પંડ્યા કહે છે કે ડાંગની બાયોડાવર્સિટીનું જે પ્રકારે દોહન થઇ રહ્યું છે, તેનાથી માત્ર એક વર્ગને જ ફાયદો થાય છે. મેં જોયું કે આજની યુવા પેઢી પણ ટ્રેડિશનલ નોલેજને ભૂલતી જાય છે. જો કે સાગને ઉગાડવાથી અહીંની આયુર્વેદીક વનસ્પતિ અને જમીનની બીજી નાની વનસ્પતિ નાશ પામી છે જેથી જમીનનું ધોવાણ વઘુ થયું છે અને ફળદ્રુપતા ઘટી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved