Last Update : 24-August-2012,Friday

 
દિલ્હીની વાત
 

સંસદ ઠપ, સોનું-ચાંદી અપ
સતત ત્રણ દિવસ સંસદ ઠપ્પ રહી, બે દિવસથી બેંકોના કામકાજ બંધ છે છતાં સોના-ચાંદીના ભાવો અપ રહ્યા છે જે દર્શાવે છે કે સંસદની ઠપ્પ કાર્યવાહીની કોઈ અસર સોના-ચાંદીના બજારો પર વર્તાતી નથી. ઠપ સંસદનો કોઈ ગભરાટ બજારો પર વર્તાયો નથી. અમદાવાદમાં સોનું રૃા. ૩૦૦ વધીને ૩૧ હજાર જ્યારે ચાંદી રૃા. ૧૦૦૦ વધીને ૫૬ હજાર પર પહોંચી હતી.
કોંગ્રેસ - ભાજપની મિલીભગત...
સતત ત્રણ દિવસથી સંસદ ઠપ્પ છે. વિરોધ પક્ષોના અક્કડ વલણથી પ્રજા અકળાયેલી છે. વડાપ્રધાન રાજીનામું આપે કે ના આપે પણ કોલસા કૌભાંડમાં લાભાર્થીઓ સામે પગલાં લેવા કે તેમના લાયસન્સ રદ કરવા નથી તો સરકાર પગલાં લેતી કે નથી તો વિરોધ પક્ષ તે અંગે કોઈ રજુઆત કરતો પ્રજાની નજરે તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફીકસીંગ છે અને દેશની જનતાને તે બેવકૂફ બનાવે છે. રાજકીય પક્ષોને મળતા જંગી ભંડોળ અનેક કૌભાંડોને જન્મ આપે છે અને તેના તરફ આંખ આડા કાન કરવા પ્રેરે છે.
ચહેરા પર લાલી કે પીછે દલાલી
સંસદનો સતત ત્રીજો દિવસ વેસ્ટ ગયો છે. વિરોધ પક્ષ વડાપ્રધાનનું રાજીનામું માગે છે. જ્યારે સત્તાધારી પક્ષ કોલસા કૌભાંડ અંગે ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ - ભાજપને મનમોહનસિંહના માથા સિવાય ખપતું નથી એટલે મામલો ગુંચવાયેલો છે. 'યે જો કોંગ્રેસ કે ચહેરે પર લાલી હૈ, વો કોયલે કી દલાલી હૈ' જેવા સૂત્રોચ્ચારો સંસદમાં વિપક્ષોએ કર્યા હતા જ્યારે તેના વળતા જવાબમાં સત્તાધારી પક્ષે વડાપ્રધાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. સોમવારે આ વિરોધનો નીવેડો આવે એવી સંભાવના બધા પક્ષો વ્યક્ત કરી રહ્યા છે. લાગે છે કે બધા પક્ષો થાક્યા છે.
શરદ યાદવનું ડેમેજ કંટ્રોલ
વડાપ્રધાનના રાજીનામાના મુદ્દે એનડીએની સાથે જનતાદળ (યુ)ના મતભેદો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ શરદ યાદવે કંટ્રોલ હાથમાં લઈ લીધો હતો. પોતે એનડીએની માગણીની સાથે છે એમ કહીને તેમણે રાજકીય તળતો ગમ રાખ્યો હતો. શરદ યાદવે આજે ડેમેજ કંટ્રોલની કામગીરી બજાવી હતી. સંસદમાં કોલસા કૌભાંડ અંગે ચર્ચા થાય તે માટે તેમણે ભાજપના નેતાઓને પણ સમજાવ્યા હતા. આખા દિવસની દોડધામ દરમ્યાન શરદ યાદવે સરકારના મોટા માથાઓનો પણ સંપર્ક કર્યા હતા.
ટીમ અણ્ણાનો સળવળાટ
પ્રજાની નજરમાંથી ફેંકાઈ ગયેલી ટીમ અણ્ણા હવે કોલસા કૌભાંડના વિવાદથી ફરી સળવળી છે. અરવિંદ કેજરીવાલે સવારે ટ્વિટર પર લખ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ બંનેએ ભેગા થઈને ૧.૬૦ લાખ કરોડની લૂંટ ચલાવી છે. ૨૬ ઓગષ્ટે અણ્ણા સમર્થકો વડાપ્રધાન અને ભાજપના પ્રમુખ નીતીન ગડકરીને ઘેરવાનો કાર્યક્રમ આવશે. ટીમ અણ્ણાએ રાજકીય પક્ષ રચવાની વાત કરીને પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો હતો તેને ફરી સક્રિય થવાની તક મળી છે.
મહત્વના બીલો અટવાયા
સંસદની ઠપ્પ સ્થિતિથી મહત્વના બીલો અટવાયા છે. સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલ ટેન્સનમાં છે. તે માને છે કે કાલે શુક્રવારે પણ સંસદની ઠપ્પ સ્થિતિમાં ફેર નહીં પડે. આ સ્થિતિના કારણે રાજ્યસભામાં પેન્ડીંગ એવું વ્હીસલ બ્લોઅર બીલ અટવાયું છે જ્યારે લોકસભામાં કેમીકલ વેપન કન્વેન્શન બીલ પેન્ડીંગ છે. માનવ સંશોધન મંત્રાલયના પણ બીલો અટવાયા છે. અધ્યક્ષ મીરાકુમાર પણ સર્વપક્ષીય બેઠક યોજીને અટવાયેલી સંસદને પાટાપર ચઢાવવા માગે છે.
મમતા મક્કમ
યુપીએ સરકાર સામે મુસીબતોનો દરીયો છે. તેનો સાથી પક્ષ તૃણમુલ કોંગ્રેસ રીટેલ, ઈનસ્યોરન્સ અને ઉડ્ડયન ક્ષેત્રે એફડીઆઈનો હજુ જોરદાર વિરોધ કરી રહી છે. મમતા બેનરજી આજે નાણાપ્રધાન ચિદમ્બરમને મળ્યા હતા અને એફડીઆઈ બાબતે સ્પષ્ટ રજુઆત કરી હતી. સરકાર એફડીઆઈ લાવીને રાજ્યોને નિર્ણય માટેની સત્તા આપવા વિચારતી હતી પરંતુ મમતાએ હવા કાઢી નાખી હતી. સરકાર આર્થિક મંદી માટે ટલ્લે ચઢેલા એફડીઆઈના મુદ્દાને પણ આગળ ધરે છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved