Last Update : 24-August-2012,Friday

 

ઐયાશીની કિંમતની લોહીથી ચૂકવણી

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

કોલેજિયનો ઊંઘા રવાડે ચડી જાય અને બાપના પૈસે તાગડધીન્ના કરે ત્યારે બાપા બળાપો કાઢતા હોય છે કે આ મારા બેટા પૈસાનું પાણી કરીને લોહી પી જાય છે, માનતા જ નથી પરંતુ ઊત્તર પ્રદેશમાં ચોંકાવનારી હકિકત બહાર આવી છે. નૈનીની બે કોલેજના છાત્રો ઐયાશી કરવા માટે પોતાનું લોહી વેંચીને પૈસા મેળવવા પાડયા છે. એક રાષ્ટ્રીય હિન્દી દૈનિકે આપેલા ચોંકાવનારા આ અહેવાલ મુજબ પોલીસે તાજેતરમાં જ રીઢા લૂંટારૂની એક ગેંગને પકડી હતી. આ આરોપીઓની પૂછપરછ વખતે એમણે માહિતી આપી હતી કે નૈનીની કોલેજના કેટલાક સ્ટુડન્ટો પૈસા કમાવા માટે અને પછી એ પૈસા મોજમજા કરવા પાછળ ઊડાડવા માટે પોતાનું લોહી વેંચે છે. આમાંનો એક આરોપી તો પ્રાઈવેટ હોસ્પિટલને લોહી પૂરૂં પાડવામાં દલાલની ભૂમિકા ભજવે છે. એટલે આ ખૂનના કારોબારમાં પ્રાઈવેટ હોસ્પિટલો અને ડૉકટરો પણ સંડોવાયેલા હોય એવી શંકા છે. લૂંટની સાથે લોહીનો સાઈડ બિઝનેસ કરતા આ બદમાશોએ કોલેજીયનો ઉપરાંત કેટલાક રિક્ષાવાળા, મજૂરો તેમ જ ફૂટપાથો પર પડયા રહેતા ભીખારીઓ પાસેથી પણ લોહી વેંચાતુ લઈ પોતાનું કમિશન કાતરીને કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોને પૂરૂં પાડે છે. હવે પોલીસ આ લોહીયાળ ધંધાનું મૂળ શોધવા કામે લાગી ગઈ છે. પૈસા ખાતર માણસ લોહી વેંચવા તૈયાર થઈ જાય એ કેવી મજબૂરી ? આ સ્થિતિમાં ‘મરીઝ’ સાહેબનો શેર યાદ આપે છેઃ
ગરબોના જીવનમાં
ઝેર એવું રેડજે યારબ
મરણનો ધૂંટ પીલે
એનું જીવન ચૂસનારાઓ
ભારત માતાનું અનોખું મંદિર
પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ લોકોના હૈયામાં દેશભક્તિનો ઊભરો આવે છે અને ભારત માતાનો જય જય કાર થાય છે. પરંતુ પછી તરત ઊભરો શમી જાય છે. પરંતુ મઘ્ય પ્રદેશના ઈન્દોરમાં એક એવું અનોખું મંદિર છે જયાં ૩૬૫ દિવસ ભારત માતાનો જય જય કાર સંભળાય આ અનોખું મંદિર છે ભારત માતાનું લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે સદ્‌ગરુ ધાર્મિક અને પરમાર્થિક ટ્રસ્ટના આ મંદિરમાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ નથી. ફક્ત હાથમાં ત્રિરંગો ઘ્વજ લઈને ઊભેલા ભારત માતાની મૂર્તિ શોભે છે. કોઈ પૂજા-પાઠ નથી થતા, ઘંટનાદ નથી થતો કે પૂજા-અર્છના કરવા કોઈ પૂજારી પણ નથી. મંદિરમાં ફક્ત રાષ્ટ્રભક્તિના ગીતોની ગુંજ સંભળાય છે. મંદિર રોજ સવાર-સાંજ નિયમિત ખુલ્લું મૂકવામાં આવે છે. દર્શને આવતા લોકો ભારત માતાને પ્રણામ કરીને મનોમન વંદે માતરમ્‌નું રટણ કરીને રાષ્ટ્ર-ભાવના પ્રગટ કરે છે. આજે જયારે ચારે તરફ જયાં જુઓ ત્યાં ધાર્મિકસ્થાનો નજરે પડે છે, પરંતુ બધે ભારત-માતાના મંદિરો કયારે નજરે પડશે?
વિધવાઓની વાહરે ઃ વાહ...૨ે
મારૂં વનારાવન છે રૂડું રે વૈકુંઠ નહી રે આવું... વનરાવન એટલે કૃષ્ણ કનૈયાની વૃંદાવન નગરીને આ ગીતમાં ભલે સ્વર્ગથી પણ રૂડી ગણી હોય. પણ આજે આ જ વૃંદાવનના વિધવા-આશ્રમોમાં રહેતી લગભગ દોઢ-બે હજાર વિધવાઓ માટે તો વનરાવન નરકથી પણ બદતર છે. ભરપેટ ખાવાય ખાંડ મળે છે. માંદી પડે ત્યારે સરખી સારવાર કે દવા પણ નથી મળથી. વિધવાઓ માટે શ્રીકૃષ્ણની નગરમાં જીવવું અઘરૂં છે એટલું જ નહીં મરવું પણ દુષ્કર છે.એવું સાંભળવા મળ્યું હતું કે સરકારી શરણગૃહોમાં રહેતી વિધવાઓમાંથી કોઈ મૃત્યુ પામે ત્યારે કેવી અમાનવીય રીતે અંતિમવિધિ થાય છે એ જાણીને સર્વોચ્ચ અદાલતને પણ આંચકો લાગ્યો હતો. અંતિમ સંસ્કાર કરવા માટે પૈસાની કમી છે એવું કારણ ધરીને મૃત વિધવાના શરીરના કટકા કરી કોથળામાં બાંધીને પછી નદીમાં પધરાવી દેવામાં આવે છે કેવી દયનિય સ્થિતિ કહેવાય ? વિદ્યાર્થીઓને આવી વિકટ સ્થિતિમાંથી બહાર લાવવા માટે ન્યાયાલયના સૂચનને માથે ચડાવી ઠેકઠેકાણે સુપલભ શૌચાલયો ઊભા કરી લોકોને ‘શંકા-નિવારણ’ની સગવડ પૂરી પાડનારી સંસ્થા સુલભ ઈન્ટરનેશનલે વિધવાઓની સહાયનું બીડું ઝડપ્યું છે. આ ૧૭૮૦ વિધવાઓના ભોજન, કપડા, સ્વાસ્થ્યની સંભાળ લેવામા આવશે. સાથે સાથે તેમને રોજગાર માટેની તાલીમ આપવામાં આવશે અને બાળકોને શિક્ષણ પણ અપાશે. ખરેખર વિધવાઓની સ્થિતિ સુધરશે તો એ પણ દિલથી લલકારશે કે મારૂં વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહી રે આવું...
ગાંધીજીએ ભંડોળ માટે તવાયફની મદદ માગી હતી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની નજરમાં ઊંચ-નીચના કોઈ ભેદભાવ નહોતા. બાપુની દ્રષ્ટિમાં સહુ સમાન હતા. આ મહામાનવના જીવનનો કિસ્સો તાજેતરમાં જ એક રાષ્ટ્રીય હિન્દી દૈનિકમાં ટાંકવામાં આવ્યો હતો. આ કિસ્સા મુજબ આઝાદીની લડત વખતે કોંગ્રેસ મુજબ આઝાદીની લડત વખતે કોંગ્રેસ પક્ષ માટે ભંડોળ મેળવવા માટે ગાંધીજીએ એ જમાનાની મશહૂર તવાયફ અને ગાયિકા ગૌહર જાનની મદદ માગી હતી. બાપુએ ગોહર જાનને સંગીતનો કાર્યક્રમ યોજી એમાંથી જે આવક થાય એ કોંગ્રેસના ફંડમાં આપવા જણાવ્યું હતું. ગૌહર જાનનું નામ એ જમાનામાં એટલું મશહૂર હતું કે માચીસની ડબ્બીઓ પર તેના ફોટા છપાતા અને પિકચર પોસ્ટકાર્ડ બહાર પડતા. ૧૯૦૨માં તેણે પહેલીવાર ગ્રામોફોન રેકર્ડ પર પોતાનું ગીત રેકોર્ડ કરાવ્યું હતું. એ જમાનામાં તેને ત્રણ હજાર ચૂકવાયા હતા. અનેક ભાષામાં ગાઈ ચૂકેલી ગોહર જાનની ૬૦૦ રેકર્ડ બહાર પડી હતી.
ગાંધીજીનું સૂચન માથે ચડાવતા પહેલાં ગૌેહરજાને શરત મૂકી કે કાર્યક્રમ રજૂ કરીશ પણ આપે હાજર રહેવાનું. ગાંધીજીએ શરત સ્વીકારી. ગૌહર જાનનો કાર્યક્રમ યોજાયો ત્યારે એવું થયું કે ગાંધીજી છેલ્લી ઘડીએ ખૂબ જ મહત્ત્વના રોકાણને લીધે હાજર ન રહી શકયા. પણ બાપુએ પોતાના પ્રતિનિધિ તરીકે શૌકતઅલીને મોકલ્યા. કાર્યક્રમ સફળ રહ્યો. ટિકિટમાંથી ૨૪ હજારની રકમ ભેગી થઈ. શૌકતઅલી ભંડોળ માટેની રકમ લેવા ગયા. ગૌહર જાને ચોવીસ હજારમાંથી ૧૨ હજાર આપ્યા. શૌકતઅલીએ અડધી રકમ કેમ આપી એવો સવાલ કર્યો. ગૌૈહર જાને જવાબ આપ્યો કે ‘આદરણિય ગાંધીજીને કહેજો કે આપ તો સત્યવાદી છો અને પ્રામાણિક છો, તો પછી કાર્યક્રમમાં હાજર રહેવાનું વચન કેમ ન પાળ્યું ? એમણે પોતાનું વચન તોડયું એટલે જ મેં આવકનો અડધો જ હિસ્સો ફંડમાં આપવાનું નક્કી કર્યું છે.’
દિલ્હીના ભીખારીઓને પિરસાય બર્ગર, સ્પ્રંિગરોલ, પિઝા
માગણોને ટાઢો-સૂકો રોટલો આપીને કે વાસી ખવડાવીને પુણ્યનું પોટલું બાંધી લીધાનો ઘણાં લોકો સંતોષ માનતા હોય છે. પોતે જ ખાય એ જ રસ્તાના ભીખારીઓને ખવડાવી શકે એવાં કેટલાં ભૂખ-ભંજક તમે જોયા છે? જો કે દિલ્હીના ભીખારીઓના દિવસો ફર્યા છે. વાર-તહેવારે મંદિરોમાં દર્શને આવતા ભક્તો બહાર બેસતા ભીખારીઓને ટાઢી પૂરી-ભાજી કે પછી સેવ-બુંદી ખવડાવતા હોય છે, જયારે હવે માલેતુજાર વર્ગમાંથી દર્શને આવવાવાળા અલ્ટ્રા-મોડર્ન ભક્તોએ તો ભીખારીઓનું મેનુ જ ફેરવી નાખ્યું છે. બેસ્વાદ અને ઠંડી વાનગીને બદેલ વેજબર્ગર, પિઝા, સ્પ્રંિગરોલ અને નૂડલ્સ સહિત ચટાકેદાર આઈટમો ભીખારીઓને ખવડાવે છે. મંદિરની નજીકની હોટલોનો વકરો અમુક વારે વધવા માંડયો છે. જમીનનો મોટો કારોબાર ચલાવતા એક દિલ્હીવાસી કહે છે કે આપણું પેટ છે એવું જ ભીખારીઓનું પેટ છે. એમને વાસી કે બેસ્વાદ ખાવાનું આપવું એ તોે અપમાન જ કહેવાય. એટલે હું તો મહાવીર મંદિરની બહાર બેસતા ‘બેગર્સ’ને મહિનામાં એક વાર સ્પ્રંિગ-રોલ અને હરાભરા કબાબ ખવડાવું છે. એક હોટેલીયરે આપેલી માહિતી મુજબ ચોક્કસ વારે ગરમા ગરમ ફૂડ આઈટમ્સની સાથે ડિસ્પોઝેબલ પ્લેટ અને મિનરલ વોટરની બોટલોના રણ ઘણાં ઓર્ડર મળે છે. બીપીએલવાળા જ બીપીએલવાળાની કેવી ખાતર બરદાસ્ત કરે છે? ભીખારીઓ એટલે બીલો-પોવર્ટી- લાઈનવાળા અને માલેતુજારો એટલે બીલો-પ્રોપર્ટી-લાઈનવાળા.
પંચ-વાણી
પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે ‘ભૂખ સબસે બડા અભિશાપ હૈ’ કઈ ભૂખ ખબર છે? સત્તાની ભૂખ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 

 

 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved