Last Update : 24-August-2012,Friday

 
 

પુજારા અને કોહલી વચ્ચે ૧૨૫ રનની ભાંગીદારી
પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

કોહલીના ૫૮, સેહવાગના ૪૭ ઃ એક તબક્કે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૨૫ રન હતો

 

હૈદરાબાદ,તા.૨૩
સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાએ 'જુનિયર વોલ' તરીકેની અપેક્ષાઓ પર ખરા ઉતરતાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારીને ભારતને સંગીન સ્થિતીમાં પહોંચાડયું હતુ. દ્રવિડના અનુગામી તરીકે ટીમમાં સમાવાયેલા ચેતેશ્વરની નોટઆઉટ ૧૧૯ રનની ઇનિંગ તેમજ કોહલી (૫૮) અને સેહવાગ (૪૭)ની બેટિંગને સહારે ભારતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ દિવસની રમતના અંતે પાંચ વિકેટે ૩૦૧ રન કર્યા હતા. દ્રવિડ અને લક્ષ્મણની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં ભારતનો દેખાવ ભારે આત્મવિશ્વાસભર્યો રહ્યો હતો. એક તબક્કે ન્યુઝીલેન્ડે પ્રભુત્વ મેળવવાની તક સર્જતાં ભારતનો સ્કોર ૧૨૫ રનમાં ત્રણ વિકેટ કરી નાંખ્યો હતો.
જો કે ચેતેશ્વરની કોહલી સાથેની ૧૨૫ રનની અને કેપ્ટન ધોની (૨૯*) સાથેની નોટઆઉટ ૪૭ રનની ભાગીદારીએ ફરી પાછું ભારતને મજબુત સ્થિતીમાં લાવી દીધું હતુ.
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન ધોનીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દ્રવિડ અને લક્ષ્મણ જેવા દિગ્ગજ બેટ્સમેનોની નિવૃત્તિને કારણે સર્જાયેલી ખોટને પુરવા માટે પુજારા અને રૈનાને તક આપવામાં આવી હતી. ગંભીર અને સેહવાગની ઓપનીંગ જોડીએ ૫૯ બોલમાં ૪૯ રનની ભાગીદારી નોંધાવી હતી. બોયુલ્ટે ન્યુઝીલેન્ડને પ્રથમ સફળતા અપાવતા ગંભીરને ૨૨ રનના વ્યક્તિગત સ્કોરે વિકેટકિપર વાન વીકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સેહવાગે તેની આગવી શૈલીમાં બેટિંગ જારી રાખતાં ૪૧ બોલમાં ૯ ચોગ્ગા સાથે ૪૭ રન નોંધાવ્યા હતા.તે બ્રાસવેલનો શિકાર બન્યો હતો અને તેંડુલકર પણ આગવી લયમાં રમી શક્તો નહતો. તેણે ૧૮ રન કરવા માટે ૬૨ બોલ લીધા હતા અને તેમાં ૨ ચોગ્ગા સામેલ હતા.
સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ તેની વિરલ પ્રતિભાનો ચમકારો બતાવતા જોરદાર બેટિંગ કરી હતી અને કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.પુજારાએ ૧૬૯ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે સદી પુરી કરી હતી અને રમતના અંતે તે ૨૨૬ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧૯ રને નોટઆઉટ હતો.
ભારતીય ઇનિંગને મજબુત સ્થિતીમાં પહોંચાડતા પુજારા અને કોહલીની જોડીએ ૧૨૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ઇજા પરની સર્જરી બાદ આશરે દોઢ વર્ષ પછી પુનરાગમન કરી રહેલા પુજારાએ સાબિત કર્યું હતુ કે તેની રમતમાં હજુ અગાઉના જેવું જ જોશ અને તાજગી છે. તેણે કારકિર્દીનો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. પુજારા છેલ્લે જાન્યુઆરી ૨૦૧૧માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમ્યો હતો અને તે પછી તેને ઇજાની પરેશાનીને કારણે તક મળી નહતી. જો કે હૈદરાબાદમાં તેણે પુનરાગમન ટેસ્ટમાં જ ધમાકેદાર દેખાવ કરીને ફરી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. કોહલીએ ૧૦૭ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૫૮ રન કર્યા હતા. જ્યારે રૈના માત્ર ૩ રને જીતેન પટેલનો શિકાર બન્યો હતો. આખરે ધોનીએ દિવસના અંત સુધી પુજારા સાથે ટકી રહીને ભારતની વિકેટો પડતી અટકાવી હતી.
ભારત પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગંભીર કો. વાન વીક બો.બોયુલ્ટ

૨૨

૩૬

સેહવાગ કો.ગપ્ટિલ બો.બ્રેસવેલ

૪૭

૪૧

પુજારા રમતમાં

૧૧૯

૨૨૬

૧૫

તેંડુલકર બો.બોયુલ્ટ

૧૯

૬૨

કોહલી કો.ગપ્ટિલ બો.માર્ટિન

૫૮

૧૦૭

રૈના કો.વાન વીક બો.પટેલ

૦૩

૧૩

ધોની રમતમાં

૨૯

૩૭

વધારાના (બાય ૬, લેગબાય ૩, વાઈડ ૧)

૧૦

 

 

 

કુલ ૮૭ ઓવરમાં ૫ વિકેટે

૩૦૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૪૯ (ગંભીર ૯.૬) ૨-૭૭ (સેહવાગ, ૧૪.૩) ૩-૧૨૫(તેંડુલકર ૩૪.૫) ૪-૨૫૦(કોહલી ૬૮.૧) ૫-૨૬૦(રૈના ૭૨.૪)
બોલિંગઃ માર્ટિન ૧૮-૨-૬૦-૧, બોયુલ્ટ ૧૬-૨-૬૩-૨, બ્રેસવેલ ૧૦.૪-૧-૫૩-૧, ફ્રેન્કલીન ૧૧.૨-૦-૩૩-૦, પટેલ ૨૪-૬-૫૮-૧, વિલિયમસન ૭-૦-૩૧-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved