Last Update : 24-August-2012,Friday

 

ડ્રુ બેરીમોર ‘ચાર્લીઝ એન્જલ’ની અભિનેત્રી બે વખત ડિવોર્સ લીધા બાદ ત્રીજી વખત પ્રેમમાં પડી છે અને ખૂબજ ખુશખુશાલ છે


હોલીવૂડ અભિનેત્રી ડ્રુ બેરીમોરની ‘ચાર્લીઝ એન્જલ્સ’ ફિલ્મ વિશ્વવિખ્યાત છે. બેરીમોરે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે છેલ્લા એક વર્ષથી વિલ કોપલમેન સાથે તે ડેટીંગ કરી રહી છે. ડ્રુ આ પહેલા બે વખત લગ્ન કરીને છૂટાછેડા લઈ ચૂકી છે અને હવે ત્રીજી વખત પ્રેમમાં પડી છે. કોપલમેન આર્ટ કન્સલ્ટન્ટ છે. ડ્રુને પ્રેમમાં દ્રઢ વિશ્વાસ છે. તે કોપલમેન સાથે લગ્ન કરવાની છે. જોકે હજી સુધી તારીખ નક્કી કરી નથી.
બેરીમોરને તેના વ્યક્તિત્વ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે ‘હું કેવી છું એ બાબતે હું કોઇ દરકાર કરતી નથી. હું મારા સૌંદર્યનું થોડું ઘ્યાન રાખું છુ અને એ ખાસ ખયાલ રાખું છું કે હું ભૂત જેવી ન દેખાઉં. બાકી કોઇ પણ પ્રકારની ચંિતા કરતી નથી અને બિન્દાસ્ત જીવન જીવું છું. કોઇપણ પ્રકારનું દબાણ અનુભવવું એ હાસ્યાસ્પદ બાબત છે. કદાચ આ જ કારણોસર હું સારુ પર્ફોર્મ કરું છું. ખૂબજ ખુશ રહું છું અને હંમેશા સકારાત્મક વિચારું છું. પૂરતી ઊંઘ લઉં છું.’
સ્વસ્થ રહેવા માટે તમે શું કરો છો? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘હું પુષ્કળ લીલોતરી ખાઉ છું. શાકભાજી પ્રત્યે મને ખૂબજ પ્રેમ છે. શું ખાવું અને શું ન ખાવું એનો હું હંમેશા ખયાલ રાખું છું. શું સ્વાસ્થ્યપ્રદ છે એ વિશે જાગૃત રહું છું. જોકે આવું તો બધા લોકો કરે છે. હું કઇ એમાં નવું નથી કરતી. જેટલીવાર મારો ચ્હેરો ચીકાશયુક્ત બને એટલી વખત હું મોં ધોવું છું. ’
તમને કઈ બાબતથી હસી આવે છે એવું પૂછવામાં આવતા ડ્રુ જણાવે છે કે ‘મને હસવું ખૂબજ ગમે છે. મને કોઇપણ સમયે હસવું આવે છે. ખડખડાટ અને રોકી ન શકાય એવા હાસ્યથી વઘુ સારું બીજું કશું જ નથી. હું હસતી હોઉ અને મારી સાથે બીજા બધા પણ હસતા હોય એ ક્ષણો મારા માટે સૌથી પ્રિય છે. ’
પોતાના બોયફ્રેન્ડ વિશે ડ્રુએ કહ્યું કે ‘તે ખૂબજ સારો માણસ છે. હું ખૂબજ નસીબદાર છું અને અત્યંત ખુશ છું. હું જેટલી તેની સાથે પ્રેમમાં છું એટલો જ તેને પ્રેમ કરું છું.’
જીવનમાં ક્યારેય એવી ક્ષણ આવી છે કે જ્યારે તમે બે ઘડી થોભી અને પોતાની જાતને કહ્યું હોય કે હું જીવનમાં ખૂબજ સુખી છું? એવા પ્રશ્નના ઉત્તરમાં બેરીમોરે સસ્મિત કહ્યું હતું કે ‘હું વેનિસ ગઈ હતી અમે બોટંિગ કરી રહ્યા હતા. સોનેરી તડકો હતો અને હું બિયર પી રહી હતી. અમે એક આર્ટ મ્યુઝિયમમાં જઈ રહ્યા હતા. હું ત્યાં વર્ષોથી જવા માગતી હતી. જ્યારે હું આ રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હોઉ છું ત્યારે હું ખૂબજ ખૂશ હોઉ છું. ત્યારે હું પેલેઝો ગ્રાસી જઈ રહી હતી. મ્યુઝિયમમાં પ્રવેશ્યા બાદ મેં ખૂબજ કૂદકા માર્યા હતા. આ ક્ષણો ખરેખર ખૂબજ રોમાંચક હતી.’
શું તેઓએ ખાસ તમારા માટે મ્યુઝિયમ ખોલ્ય્યું હતું? એવા સવાલના જવાબમાં તેણે ખડખડાટ હાસ્ય સાથે કહ્યું કે ‘મ્યુઝિયમ બધા માટે ખુલ્લું જ હતું. તેમાં કઇ અંગત જેવું નહોતું.’
કળાના શોખ વિશે બેરિમોર જણાવે છે કે ‘મને કળા ખૂબજ ગમે છે. મોડર્ન આર્ટના તો રીતસર પ્રેમમાં જ છું. જોકે અત્યારની મોડર્ન આર્ટ થોડી ઠંડી હોય છે. મને છેલ્લા સો વર્ષની મોડર્ન આર્ટ ખૂબજ પસંદ છે. વેનિસમાં રાખવામાં આવેલું કલેકશન મને ખૂબજ ગમે છે.જ્યારે તમે સાંકડી ગલીઓમાંથી પસાર થતા હો ત્યારે તમે એમાં ડૂબી જાઓ છો. વેનિસમાં ઉભરતા કલાકારો માટેની પણ ગેલેરી છે. હું જ્યારે ન્યુયોર્ક ગઈ હતી ત્યારે મને નિયો ગેલેરીની મુલાકાત લેવાની ખરેખર ખૂબજ મજા પડી હતી.’
ડ્રુ બેરીમોરની તાજેતરની ફિલ્મ ‘બિગ મિરેકલ’માં આર્કટીક મહાસાગરમાં બરફ વચ્ચે ફસાઈ ગયેલા વ્હેલના પરિવારને બચાવવાની કહાની છે. તમે તમારી વાસ્તવીક જંિદગીમાં કયા પ્રાણીઓને બચાવ્યા છે? એવા સવાલના જવાબમાં બેરીમોરે કહ્યું હતું કે ‘મને કૂતરાઓ બહુ ગમે છે. મેં ઘણા બધા કૂતરાઓ બચાવ્યા છે. કૂતરાઓ સાથે કામ કરવાની ખરેખર મજા પડે છે.’
‘બિગ મિરેકલ’ ફિલ્મમાં ડ્રુ બેરિમોર વ્હેલ સાથે તરતી હોય એવો સીન દેખાડવામાં આવ્યો છે. જોકે આ ફિલ્મમાં જે વ્હેલ દેખાડવામાં આવી છે એ એનિમેટેડ છે. વાસ્તવીક જીવનમાં તમને વ્હેલ સાથે તરવાનો મોકો મળ્યો છે? એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મ માટે રિસર્ચ કરવા વ્હેલ સાથે થોડો સમય વિતાવ્યો હતો. હું કોઇ વ્હેેલ સાથે તરી નથી. હું ડોલ્ફીન સાથે તરી છું, જેની તસવીર પણ મેં ખેંચાવી છે. તેની આંખ એકદમ મીઠી લાગે છે.’
વ્હેલ વિશે તેણે કહ્યું કે ‘વ્હેલ ખૂબજ અસામાન્ય જીવ છે. તે ખૂબજ સુંદર દેખાય છે. મને તે ખૂબજ ગમે છે અને હું માનું છું કે લોકોએ તેને એકલી જીવવા દેવી જોઇએ. તેના જીવનમાં ખલેલ પહોંચાડવી જોઇએ નહીં.’

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved