Last Update : 24-August-2012,Friday

 

સૈફ અલી ખાન નિર્માતા તરીકે છોટે નવાબનું ભવિષ્ય અસલામત

 

સૈફ અલી ખાન બોલીવુડનો પ્રિન્સ ચાર્મંિગ હશે તેમજ સુપરસ્ટાર ખાન કલાકારોમાં તેની ગણના થતી હશે, ૨૦ વર્ષની કારકિર્દીમાં તે અનુભવે ઘડાયો પણ હશે પરંતુ તેને બોલીવુડના સફળ નિર્માતાની હરોળમાં બેસાડી શકાય તેમ નથી. એક અભિનેતા તરીકે નામના મેળવનારો સૈફ એક નિર્માતા તરીકે સાવ નિષ્ફળ ગયો છે. ફિલ્મ નિર્માણમાં પઘ્ધતિસર અને વ્યવસ્થિત કામ કરવાની જરૂર છે. આમિર, શાહરૂખ અને અજય જેવા કલાકારો આ બાબતે ગણતરીબાજ સાબિત થયા છે, પરંતુ બૉક્સ ઓફિસ પર તેની ફિલ્મોની દશા તેમજ ફિલ્મ નિર્માણ માટે લાગતા વર્ષો અને બજેટ જોતા સ્પષ્ટપણે કહી શકાય છે કે સૈફ એક નિર્માતા તરીકે બેજવાબદાર સાબિત થયો છે. એક માત્ર ‘લવ આજ કલ’ને બાદ કરતા તેની બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ છે. તેની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ની બોક્સ ઓફિસ પર બૂરી વલે થઈ છે. જોકે ‘કોકટેલ’ ફિલ્મે સૈફને થોડી-ઘણી સફળતા અપાવી છે. આ ઉપરાંત તેની ફિલ્મ ‘ગો ગોવા ગોન’નું નિર્માણ શરૂ થયાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ ફિલ્મનું શૂટંિગ પૂરૃું થયું નથી. આ ફિલ્મ થિયેટરનું મોં ક્યારે જોશે એ એક પ્રશ્વ્ન છે. ‘લવ આજ કલ’ની સફળતા પછી એક નિર્માતા તરીકે પોતે સારી ફિલ્મો પસંદ કરી શકે છે એ બાબતે સૈફનો વિશ્વ્વાસ ઘણો વધી ગયો હતો. પોતાને નસીબનો બળિયો સમજીને સૈફે તરત જ તેની બીજી ફિલ્મ શરૂ કરી દીધી હતી. જેમ્સ બોન્ડનો ભારતીય પર્યાય ‘એજન્ટ વિનોદ’ તેને ઘણી લોકપ્રિયતા અપાવશે એવો તેને વિશ્વ્વાસ હતો. પરંતુ આ ફિલ્મ ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ હતી. ફિલ્મનું બજેટ ઘણું વધી ગયું હતું. તેમજ સૈફ અને તેના ભાગીદાર દિનેશ વિજન તેમજ દિગ્દર્શક શ્રીરામ રાઘવન વચ્ચેના મતભેદોની ફિલ્મના શૂટંિગ પર ઘણી અસર પડી હતી. આમ આ ફિલ્મ ખોટા કારણોસર જ અખબારોના મથાળા બનતી હતી. વાત એટલે સુધી વધી ગઈ હતી કે આ પ્રોડકશન હાઉસ પર તાળા લાગી જશે એવી પણ એક અફવા પ્રસરી હતી. આ તબક્કે ફિલ્મી પંડિતો અને ટ્રેડમાં ‘એજન્ટ વિનોદ’ અભેરાઈ પર ચઢી જશે એવી અફવા પણ હતી. આ કારણે સૈફ અને તેના પ્રોડકશન હાઉસને નુકસાન સહન કરવું પડ્યું હતું.
આમ છતાં પણ આ બધી અફવાઓનો સામનો કરીને સૈફે આ ફિલ્મ રિલિઝ કરી હતી. પરંતુ આ ફિલ્મને થિયેટર સુધી આવતા પૂરા ત્રણ વરસ લાગ્યા હતા. શૂટંિગ શેડ્યૂલમાં અનિયમિતતા, ઝઘડા, અને બજેટમાં ધરખમ વધારો જેવા મુદ્દાઓ આ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે સ્પષ્ટ દેખાઈ આવતા હતા. દુઃખની વાત એ છે કે ભારતીય જેમ્સ બોન્ડ તરીકે પબ્લિશ થયેલી આ ફિલ્મ ૧૯૭૭માં રિલિઝ થયેલી ઓછા બજેટની ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ની સફળતાની તોલે પણ આવી શકી નહોતી. આ ફિલ્મની નિષ્ફળતાએ એક નિર્માતા તરીકે સૈફની લાયકાત પર એક મોટો પ્રશ્વ્ન ચિહન મૂક્યો છે.
હવે તેના પ્રોડકશન હાઉસના નજીકના સૂત્રોની વાત સાચી માનીએ તો ‘ગો ગોવા ગોન’નું શૂટંિગ રખડાવવા પાછળ પણ સૈફ જ જવાબદાર છે. ૨૦૧૧ના નવેમ્બર મહિનામાં શરૂ થયેલી આ ફિલ્મનું શૂટંિગ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં પૂરું કરવાની યોજના હતી, પરંતુ હજુ સુધી આ ફિલ્મનું માં ૫૦ ટકા જેટલું જ શૂટંિગ પૂરું થયું છે. ‘‘આ ફિલ્મ જાન્યુઆરી મહિનામાં પૂરી થવાની હતી. એ પછી પોસ્ટ પ્રોડકશન અને પ્રમોશન માટે ચાર મહિના ફાળવવામાં આવ્યા હતા. આમ આ ફિલ્મ આ વર્ષના મે મહિનાના અંત કે જૂન મહિનાની શરૂઆતમાં રિલિઝ કરવાની યોજના હતી, પરંતુ હજુ સુધી ફિલ્મનું માંડ ૫૦ ટકા જ શૂટંિગ થયું છે. અને ફિલ્મનું કામકાજ ગોકળગાય ગતિથી આગળ વધી રહ્યું છે. આ જ રીતે કામ ચાલતું રહેશે તો આ ફિલ્મ ક્યારે પૂરી થશે એ ભગવાન જાણે,’’ એમ સૂત્રનું કહેવું છે.
ફિલ્મના કલાકારો અને કસબીઓની મુસીબત આટલેથી નથી અટકતી. ‘એજન્ટ વિનોદ’ રિલિઝ થઈ ગયા પછી પણ તેના હોમ પ્રોડકશનની ફિલ્મને તારીખો આપવાને બદલે સૈફ ‘રેસ-ટુ’ના તેના પાત્રની તૈયારીમાં પડી ગયો હતો. આ ફિલ્મના એકશન દ્રશ્યોની તાલીમ લેવા માટે તેણે તેની તારીખો આપી દીધી હતી. આ પછી તે આ ફિલ્મના શૂટંિગ માટે તુર્કી ગયો હતો. ‘રેસ-ટુ’ એક મોટી ફિલ્મ છે પણ, ‘ગો ગોવા ગોન’ પણ તેના હોમ પ્રોડકશનની જ ફિલ્મ છે. અને તેની બીજી ફિલ્મ જેટલું જ મહત્ત્વ તેણે આ ફિલ્મને પણ આપવું જોઈએ, યુનિટના સભ્યો આવો બળાપો વ્યક્ત કરે છે. જોકે આ ફિલ્મના દિગ્દર્શકો રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે નરો વા કુંજરો વા અભિગમ અપનાવતા કહે છે કે સૈફે તેના ભાગનું શૂટંિગ પૂરું કર્યું છે અને અમને તેની તારીખોની જરૂર નથી. ફિલ્મમાં થયેલા વિલંબ પાછળ સૈફનો કોઈ વાંક નથી.
૨૦ વરસના અનુભવ અને ‘એજન્ટ વિનોદ’ની બોક્સ ઓફિસ પર થયેલી હાલત પછી સૈફ તેના પ્રોડકશન હાઉસ બાબતે વઘુ ગંભીર બને એવી લોકો અપેક્ષા રાખે તો તેમા તેમનો વાંક નથી. શૂટંિગ વારેવારે આગળ ધકેલવાને કારણે ફિલ્મના બજેટમાં પણ તોતંિગ વધારો થયા કરે છે. આ પાછળ સૈફ અને ફિલ્મના એક હીરો કુણાલ ખેમુ વચ્ચે બગડેલા સંબંધો જવાબદાર હશે? એવો પ્રશ્વ્ન ઉદ્‌ભવે છે. કેટલાક મહિનાઓ પૂર્વે મળેલા એક સમાચાર મુજબ સૈફે સોહાને ચેતવણી આપી હતી કે તે કુણાલ સાથે લગ્ન કરશે તો તેને પિતાની મિલ્કતમાંથી એક કાણી કોડી પણ મળશે નહીં.
જાણવા મળ્યા પ્રમાણે આ ફિલ્મમાં કુણાલનું નામ દિગ્દર્શકોએ સૂચવ્યું હતું. કુણાલ સાથે ‘૯૯’માં કામ કર્યાં પછી તેઓ તેની ટેલન્ટ અને પ્રોફેશનલિઝમથી ઘણા પ્રભાવિત થઈ ગયા હતા. જોકે સૈફ આ ફિલ્મમાં કુણાલને લેવા રાજી નહોતો, પરંતુ તેની બહેન સોહા ખાતર તેણે કુણાલને આ ફિલ્મમાં સાઈન કર્યો હતો.
કુણાલની વાત છે તો તેની છેલ્લી મોટી હિટ ‘ગોલમાલ-થ્રી’ હતી આથી તે ‘ગો ગોવા ગોન’ને તેની કારકિર્દી માટે મહત્ત્વની માને અને આ ફિલ્મ જલદી રિલિઝ થાય એવી આશા રાખે એ પણ સ્વાભાવિક છે. આ ફિલ્મના નિર્માણમાં મોડું થવાને કારણે આખી ટીમનો ઉત્સાહ મંદ પડતો જાય છે જેની અસર ફિલ્મના પરિણામ પર થવાની શક્યતા છે. આમ અત્યારે તો ‘ગો ગોવા ગોન’ના ભવિષ્ય પર એક મોટો પ્રશ્વ્નાર્થ ચિહ્‌ન તોળાય છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved