Last Update : 24-August-2012,Friday

 

સની લિઓન બોલીવૂડમાં પ્રવેશી આનંદ અનુભવે છે

 

છેવટે એમેરિકન એડલ્ટ ફિલ્મ સ્ટાર સની લિઓન બોલીવૂડમાં પ્રવેશી. તેની પહેલી ફિલ્મ ‘જિસ્મ-૨’એ અનેક વિવાદો સર્જયા હતા. ફિલ્મના પોસ્ટરથી લઇને અશ્વ્લીલ દ્રશ્યોએ સહુનું ઘ્યાન ખેચ્યું હતું અને વિવાદ પણ જગાવ્યા હતા. આ ફિલ્મનું પ્રમોશન શરૂ થતાં જયારે સનીને પક્ષકારો સામે રજૂ કરવામાં આવી ત્યારે તેનો પતિ ડેનીયલ વેબર તેની સાથે રહેતો હતો.
મુંબઇના ઉપનગરની એક પંચતારક હોટલમાં જયારે સની પહેલીવખત પત્રકાર પરિષદમાં હાજર રહી ત્યારે ટીકાત્મક પ્રશ્નો ના ઉત્તર આપવા સજ્જ હતી. તેણે કહ્યું હતું કે આવા સવાલો વ્યવસાય સાથે સંકળાયેલા હોય જ છે. મને તેના જવાબ આપવાની આદત પડી ગઇ છે.
કેનેડામાં જન્મેલી ભારતીય મૂળની સનીએ ૧૧ વર્ષ અગાઉ એડલ્ટ ફિલ્મોદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. ૨૦ વર્ષની વયે એક મિત્રએ તેને આ ઉદ્યોગની માહિતી આપી હતી. આ વિશે વાત કરતા સની કહે છે કે હું પહેલેથી બિઝનેસ કરવાની ક્ષમતા ધરાવતી હતી. આથી જયારે મને એડલ્ટ ફિલ્મોદ્યોગ વિશે જણાવવામાં આવ્યું ત્યારે મને એમ થયું કે આટલા બધા પૈસા સામે મારે તો માત્ર આટલું જ કરવાનું છે.
હાલમાં ૩૧ વર્ષની થયેલી સની લોસ એન્જલસમાં રહે છે. તે એડલ્ટ ફિલ્મોની સ્ટાર હોવા સાથે અનેકબ્રાન્ડ સાથે પણ જોડાયેલી છે. તેનો પતિ ડેનીયલ હંમેશા સનીને ડગલેને પગલે સાથે આપે છે તથા તેને સારી રીતે સાચવે છે. તે કહે છએ કે હું સની માટે પ્રોટેકટીવ છું.
ડેનીયલ લોસએન્જલસના રોકબેન્ડ ધ ડિસ્પેરોનો ગિટારવાદક છે. સની સાથે ડેટંિગ કરવા દરમિયાન ડેનિયલ એડલ્ટ ફિલ્મોદ્યોગથી માહિતગાર થયો હતો. તેમની પ્રેમ કહાની સામાન્ય યુગલો જેવી નહોતી. સનીને મનાવતાં એક મહિનો થયો હતો. એક મહિના સુધી મે ફૂલો મોકલીને સનીને ખુશ કરી હતી. ત્યારબાદ તે મારી સાથે ડેટ પર જવા તૈયાર થઇ હતી એમ તેણે જણાવ્યું હતું.
જો કે ડેનિયલ જયુઇશ પરિવારનો છે અને ત ેના માતા પિતા સનીને અપનાવવામાં આનાકાની કરતા હતા. અનેક સમજાવટ બાદ તેઓ તૈયાર થયા હતા અને ૨૦૧૧માં સની અને ડેનીયલે લગ્ન કર્યા હતા. ડેનીયલ કહે છે કે અગાઉ મારી મમ્મી ફરિયાદ કરતી હતી કે હું લોકોને મારી વહુના વ્યવસાય અંગે શું કહું? હવે ‘જિસ્મ-૨’રજૂ થતાં તેને આસવાલનો જવાબ મળી ગયો છે.
જો કે સનીના રૂઢીચુસ્ત માતા પિતા જેમણે પોતાની દીકરીનું નામ કરેણ મલ્હોત્રા રાખ્યું હતું તેઓ પણ સનીના આ વ્યવસાયની વિરુઘ્ધજ હતા. જો કે પછી પુત્રીના પ્રેમની સામે તેમણે ઝુકવું પડયું હતું. તેઓ મારી જરૂરિયાત સમજયા અને મને અપનાવી લીધી હતી. જો કે મેં પણ સજાતીય અથવા સોલો ફિલ્મમાં જ અભિનય કરીને મારી મર્યાદા વળોટી નથી. જે પુરુષો સાથે હું સંબંધ ધરાવું છું તેની સાથેજ મેંએડલ્ટ ફિલ્મમાં કામ કર્યું છે એમ સનીએ કહ્યું હતું.
અભિનેત્રીના મતે સેકસમાં માત્ર શારીરિક સંબંધ જ હોતો નથી પણ લાગણી સુઘ્ધાં હોય છે. આથી હું જેના માટે લાગણી ધરાવતી હોંઉ તેની સાથે જ આ અભિનય કરી શકું છું એમ તેણે ઉમેર્યું હતું.
જો કે બોલીવૂડની પોતાની પહેલી ફિલ્મ વિશે થયેલા હોબાળાની વાત કરતા તેણે કહ્યું હતું કે આમાં એવું કશું નથી જે અગાઉની ફિલ્મોમાં ન દેખાડવામાં આવ્યું હોય .
ટૂંક સમયમાં સની પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘રાગિણી એમએમએસ’ નું શૂટંિગ શરૂ કરશે .તે એડલ્ટ ફિલ્મોમાં અભિનય કરવાનું છોડી દેશે કે કેમ તેનો નિર્ણય હજુ આ દંપતીએ કર્યો નથી. પણ તેઓ થોડા સમયમાં પોતાનો પરિવાર વિસ્તારવા ઇચ્છે છે. જેા કે સની કહે છે કે એડલ્ટ ફિલ્મોદ્યોગના કલાકારોના જીવન પર એક અભિશાપ હોય છે અને તેમના સંતાનો પણ છેવટે આ ઉદ્યોગનો હિસ્સો બનીને રહી જતાં હોય છે .હું નથી ઇચ્છતી કે મારી સાથે પણ આવું થાય .

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved