Last Update : 24-August-2012,Friday

 

અસિનયોગ્ય જીવનસાથીની તલાશમાં

 

અસિન થોટ્ટુમલકલ બોલીવૂડના ફિલ્મસર્જકો માટે શુકનિયાળ સાબિત થઈ છે. તેની બીજી એક ફિલ્મ ‘બોલ બચ્ચન’ રૂા. ૧૦૦ કરોડની કલબમાં સામેલ થવાને કારણે લોકો તેને શુકનિયાળ માનવા લાગ્યા છે. જોકે રૂા. ૧૦૦ કરોડની કલબની શરૂઆત તેની જ એક ફિલ્મ ‘ગજની’એ કરી હતી એ સૌને યાદ જ હશે. ‘‘તમે જે ફિલ્મના એક ભાગ હો એ ફિલ્મ દર્શકોને પસંદ પડે તો ઘણો આનંદ થાય છે. ‘બોલ બચ્ચન’ની સફળતાથી હું ઘણી ખુશ છું. માત્ર હું જ નહીં અમારી આખી ટીમ ખુશ છે,’’ અસિન કહે છે.
આ ફિલ્મમાં અસિને પહેલી વાર દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે કામ કર્યું હતું. રોહિત સાથે કામ કરવાની તેને ઘણી મઝા આવી હતી અને રોહિતની પ્રશંસા કરતા તેની જીભ સૂકાતી નથી. રોહિત બહારથી કડક છે, પરંતુ તેનું દિલ ઘણું કૂણું છે એમ અસિન કહે છે. રોહિત વઘુ વાતો કરતો નથી. તે જરા અંતર્મુખી છે, પરંતુ તેને જેની સાથે ફાવી જાય એ પછી તે ચૂપ બેસતો નથી. અને તેના વ્યક્તિત્વના રમૂજી પાસાનો તમને અનુભવ થાય છે એવો અસિનનો અનુભવ છે.
‘બોલ બચ્ચન’ના પ્રીમિયરમાં અસિનની ગેરહાજરીને કારણે જેટલા મોં એટલી વાતો સંભળાતી હતી આ બાબતની સ્પષ્ટતા કરતા અભિનેત્રી કહે છે, ‘‘મને લાગે છે કે આ વાતને ઘણી ચગાવવામાં આવી હતી. લોકોએ કાગનો વાઘ કરી દીધો છે. ફિલ્મના કલાકારો અને કસબીઓ સાચી વાત જાણે છે. પ્રમોશન દરમિયાન મારી તબિયત સારી ન હોવાથી હું એન્ટિબાયોટિક દવાઓ પર હતી અને ફિલ્મના પ્રીમિયરને દિવસે મને ઘણો તાવ આવતો હતો આથી હું પ્રીમિયરમાં હાજરી આપી શકી નહોતી.’’
આ ફિલ્મ અભિનેતાઓની આસપાસ જ ફરતી હતી અને હિરોઈનો નામ માત્રની જ હતી. આથી તે નારાજ થઈ હોવાથી પ્રીમિયરથી દૂર રહી હોવાની અફવા હતી. જોકે અસિન આ અફવાને સાવ વાહિયાત ગણાવે છે. તેનું કહેવું છે કે તે પહેલેથી જ જાણતી હતી કે આ ફિલ્મ પુરુષ પ્રધાન છે અને તેને એવી કોઈ સમસ્યા હોત તો તે શૂટંિગના પહેલા જ દિવસથી હોત છેલ્લી ઘડી સુધી તે શાંત બેસી રહી નહોત. ‘‘મારી મુલાકાતોમાં પણ આ ફિલ્મ અજય અને અભિષેકની હોવાનું મેં સ્પષ્ટ કર્યું હતું. આથી અચાક છેલ્લે જ દિવસે મને આ વાતનું ભાન થયું એમ લોકો કહે છે કે એ ઠીક નથી,’’ અસિન કહે છે.
તેની ‘રેડી’, ‘હાઉસ ફૂલ-ટુ’ અને ‘બોલ બચ્ચન’ ફિલ્મો કોમેડી હતી, પરંતુ કોમેડી ફિલ્મો જ સ્વીકારવાના ઇરાદા સાથે તેણે આ ફિલ્મો સાઈન કરી નહોતી. એક પછી એક આ કોમેડી ફિલ્મો મળી હોવાનો એક યોગાનુયોગ છે એમ અસિનનું કહેવું છે.
લોકો તેને ‘લકી મૅસ્કટ’ માને છે એ વાત નીકળતા જ અભિનેત્રી કહે છે, ‘‘મને લાગે છે કે દરેક વર્ગના દર્શકોને ગમે એવી ફિલ્મો પસંદ કરવાની મારામાં સૂઝ છે. મનોરંજક ફિલ્મોમાં ઇમોશનના અંશ હોય એ દર્શકોને ગમે છે અને આથી આને તમે મારી ફિલ્મો પસંદ કરવાની સૂઝ કહી શકો છો. પરંતુ ‘લકી મૅસ્કટ’ના ટેગની વાત છે તો હું આને હું મહત્ત્વ આપતી નથી. આ ક્ષણભંગુર છે આજે હું શુકનિયાળ છું તો આવતી કાલે લોકોનો આ અભિપ્રાય બદલાઈ પણ શકે છે, પરંતુ મને આશા છે કે એક સમયે લોકો હું સારો અભિનય કરી શકું છું એમ કહે.’’
દીપિકા પદુકોણ તેમજ અનુષ્કા શર્મા જેવી યુવા પેઢીની અભિનેત્રીઓ હજુ સુધી રૂા. ૧૦૦ કરોડની કલબમાં સામેલ થઈ નથી. અસિનનું નામ આ બાબતે કરીના, પ્રિયંકા જેવી અનુભવી અભિનેત્રીઓ સાથે લેવાય છે. આ વાતે કેવો અનુભવ થાય છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં અસિન કહે છે, ‘‘હજુ સુધી હું આ ઇન્ડસ્ટ્રીમાં મારી જાતને નવી જ માનુ છું. કારણ કે હંિદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને હજુ સુધી સાડા ત્રણ વરસ જ થાય છે. અને બીજી અભિનેત્રીઓને જે મેળવતા ૧૦થી ૧૨ વર્ષ લાગ્યા હતા. એ મેં માત્ર આટલા વરસો દરમિયાન મેળવ્યું છે. આ વાતનો મને ગર્વ અને આનંદ છે, પરંતુ આનો અહંકાર થવો જોઈએ નહીં ત્યારે આથી વઘુ સારું કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને અંગત રીતે મારું માનવું છે કે અભિનેત્રીઓએ રૂા. ૧૦૦ કરોડથી કલબને વઘુ મહત્ત્વ આપવું જોઈએ નહીં. તમારે માત્ર તમે સારું કામ કર્યું છે કે નહીં એ પર જ ઘ્યાન આપવું જોઈએ. બોક્સ ઓફિસના આંકડાની ચંિતા નિર્માતાઓ પર છોડી દેવી જોઈએ,’’
‘બર્ફી’ માટે અસિન પહેલી પસંદ હતી અને દિગ્દર્શક અનુરાગ બાસુએ તેને પ્રિયંકા અને ઇલેના બન્નેના પાત્રો ઑફર કર્યાં હતા. પરંતુ અસિને આ ફિલ્મનો અસ્વીકાર કર્યો હતો. ‘‘હા, આ વાત સાચી છે, પરંતુ વાત જામી નહોતી. મેં આ ફિલ્મનો અસ્વીકાર કર્યો હતો એમ નથી આ ફિલ્મ લંબાઈ ગઈ હતી અને ઘણી મોડી શરૂ થઈ હતી. આથી બઘુ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તેમજ આ ફિલ્મ વિશે ઘણું અનિર્ણિત હતું. આ કારણે વાત જામી નહોતી. ભવિષ્યમાં તેની સાથે કામ કરવાની ઇચ્છા છે,’’
સંિગલ હોવાની વાત છે તો, ‘‘દરેકને પ્રેમની તલાશ હોય છે અને હું આમા અપવાદ નથી, પરંતુ એ વ્યક્તિ તમારે યોગ્ય હોવી જોઈએ. ખોટી પસંદગી કરીને ફાયદો નથી મારો જીવન સાથી બુઘ્ધિમાન, સુરક્ષિત, પ્રતિષ્ઠિત હોવો જોઈએ તેમજ તેનામાં ડિગ્નિટી હોવી જોઈએ અને ચરિત્ર સારું હોવું જોઈએ. મને લાગે છે કે આવા ગુણો ધરાવતો પુરુષ મળવો મુશ્કેલ છે. અને આ કારણે હું સંિગલ છું.’’

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved