Last Update : 24-August-2012,Friday

 

મનોજ બાજપાઈ:‘‘એવોર્ડ માત્ર મારા ઘરની શોભા વધારે છે’’


‘ગેન્ગ્‌સ ઑફ વાસેપૂર’માં મનોજ બાજપાઈએ ભજવેલા સરદાર ખાનના પાત્રને ઘણી પ્રશંસા મળી હતી. આ કારણે અભિનેતા ઘણા ખુશ છે. ૧૯૯૪માં શેખર કપૂરની ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ પછી કૅન્સના ડિરેકટર્સ ફોર્ટનાઈટમાં દેખાડવામાં આવેલી આ પહેલી ભારતીય ફિલ્મ હતી. ‘‘આ કારણે મને સારી ઑફરો નહીં મળે તો પણ કંઈ બદલાયું નથી એમ હું કહીશ.’’ મનોજ કહે છે સફળતા મળવાને કારણે વઘુ પડતા ખુશ નહીં થવાનું અનુભવે મનોજને શીખવી દીઘું છે. ૧૯૯૮માં રિલિઝ થયેલી ‘સત્યા’ તેમજ ૨૦૧૦માં રિલિઝ થયેલી ‘રાજનીતિ’ જેવી ફિલ્મોએ આ પૂર્વે પણ તેને સફળતાનો સ્વાદ ચખાડ્યો છે. ‘‘હું જે પ્રકારનું કામ કરું છું એ પ્રકારના પાત્રો આ પૂર્વે લખાતા નહોતા. મારા જીવનની આ કથની છે.’’ મનોજ કહે છે અને આમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૧૮ વર્ષના અનુભવ અને બે નેશનલ એવોર્ડ પછી મનોજ માટે સફળતા અને નિષ્ફળતા નવા છે એમ કહી શકાય તેમ નથી. એક સમય એવો પણ હતો જ્યારે તેના મનમાં આક્રોશની જ્વાળા ભભૂકતી હતી. ૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પીંજર’ના તેના પાત્ર રશિદે તેને બીજી વાર નેશનલ એવોર્ડ મેળવી આપ્યો હોવા છતાં પણ તેણે ૧૦ મહિના કામધંધા વગર ઘરમાં બેસી રહેવું પડ્યું હતું. દરમિયાન તેને મળતા વિલનના બધા પાત્રોની ઑફરોનો મનોજે અસ્વીકાર કર્યો હતો. ‘‘એવોર્ડનો કોઈ અર્થ નથી એવોર્ડ માત્ર મારા ઘરની શોભા વધારવા માટે જ ઉપયોગી છે.’’ મનોજ કહે છે.
‘‘મનોજ એક એવો કલાકાર છે જે દરેક પાત્રને પૂરતો ન્યાય આપી શકે છે. રોલમાં પોતાની જાતને ઢાળવા માટે તે લોકોથી દૂર જઈને તેના સંવાદોની પ્રેક્ટિસ કરતો હતો અને લોકોને તે પાગલ હોય એવી લાગણી થતી હતી. ‘ગેન્ગસ ઑફ વાસેપૂર’માં મનોજે એક અવિચારી પુરુષનું પાત્ર ભજવવાનું હતું જે તેના વ્યક્તિત્વની સાવ વિરુદ્ધ હતું. અમારે એક નવા મનોજને તૈયાર કરવાનો હતો. આથી અમે તેનું માથુ મુંડાવવાનું નક્કી કર્યું હતું. ‘‘ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપ કહે છે. તે સમયે મનોજે એક આખો દિવસ દિગ્દર્શકની મેકઅપ ટીપ સાથે પસાર કર્યો હતો. તેમણે તેના ચહેરા સાથે જાતજાતના પ્રયોગ કર્યાં હતા તેમજ પાતળા અને ભૂખ્યા હોવાનું દેખાડવા માટે મનોજે છ કિલો જેટલું વજન પણ ઉતાર્યું હતું.
૧૭ વર્ષની ઉંમે બેટ્ટિઆની ખ્રીસ્ત રામ હાઈસ્કૂલ પાસ કર્યાં પછી મનોજ બિહાર-નેપાળની સીમા પર આવેલા નરકટિઆગંજ નજીક આવેલા તેના ગામ બેલવામાંથી દિલ્હી સ્થળાંતર કર્યું હતું. બેલવામાં તેના પિતા ખેતી કરતા હતા. એક હંિદી મેગેઝિનમાં નસીરુદ્દીન શાહની એક મુલાકાતમાં તેને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) વિશે જાણકારી મળી હતી. આ જાણકારી પછી તે અભિનેતા તરીકે નસીબ અજમાવવા માટે દિલ્હી આવ્યો હતો અને રૂા. ૩૦૦માં આખો મહિનો પસાર કરતો હતો. આથી કપડાં, જૂતા, છોલે-બટુરાના ભોજન માટે તેણે તેના મિત્રો પર આધાર રાખવો પડતો હતો. ચાર વર્ષ સુધી તેને એનએસડીમાંથી રિજેટ કરવામાં આવ્યો હતો. એનએસડીમાં બીજો પ્રયત્ન કર્યા પછી તેણે બોરી જોન્સ હેઠળ અભિનયની તાલીમ લેવાની શરૂઆત કરી હતી સાથે સાથે તે દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષય સાથે ભણતો પણ હતો. દિલ્હીમાં નાના-નાન નાટકો કરવામાં તે એટલો વ્યસ્ત રહેતો હતો કે તેના પરિવારને મળવા પણ જઈ શકતો નહોતો એક વાર તે ત્રણ વરસ પછી તેને ગામ ગયો હતો. ત્યારે તેની માતા ઘણું રડી હતી તે આજે પણ મનોજને યાદ છે.
૧૯૯૩માં મુંબઈ સ્થળાંતર કર્યાં પછી તેના સંઘર્ષની ખરી શરૂઆત થઈ હતી. આ સમયે તેને તેની પ્રથમ પત્ની સાથેના છૂટાછેડાનો આઘાત પણ સહન કરવો પડ્યો હતો. એક વર્ષ પછી તેણે પોતાને ગામ પાછા ફરવાનો નિર્ણય પણ લઈ લીધો હતો, પરંતુ ૧૯૯૪માં ‘બેન્ટિક્વીન’ના મનસંિહના પાત્રે મનોજની કારકિર્દીની દિશા બદલી નાખી હતી. આ પછી ટીવી સિરિયલ ‘સ્વાભિમાન’, મહેશ ભટ્ટની ફિલ્મ ‘દસ્તક’ તેને પાંચ વરસ સુધી ટકાવી રાખવામાં ઉપયોગી સાબિત થી હતી. ૨૦૦૭માં તેના ગામની મુલાકાતે ગયો હતો ત્યારે જીપમાં ફરવા ગયો હતો ત્યારે તેના ખભાને ઇજા થઈ હતી અને એ પછી ત્રણ વરસ સુધી તેણે ડૉક્ટરોના દવાખાનાના ચક્કરો કાપવા પડ્યા હતા. તેમજ દરદને કારણએ તે કામ પણ કરી શક્યો નહોતો. ‘‘જીપમાં હું બેઠો ત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ હતો, પરંતુ બહાર નીકળ્યો ત્યારે મારા ખાભાનું દુઃખ શરૂ થઈ ગયું હતું. આ ઇજા કેવી રીતે થઈ એ હું જાણી શક્યો નહોતો,’’ મનોજ કહે છે.
આ બ્રેક દરમિયાન તેણે તેના ગુસ્સા પર કાબુ મેળવાવ માટે મેડિટેશનનો આશરો લીધો હતો.
પ્રકાશ ઝા સાથે ‘રાજનીતિ’ પહેલા કામ કર્યું નહોતું, પરંતુ આ ફિલ્મ પછી તેમની વચ્ચે મૈત્રી જામી છે. ‘રાજનીતિ’ના પાત્રે મનોજને પાછો લોકોની નજરમાં લાવી મૂક્યો છે. ‘‘વાસેપૂરમાં એક નવા કલાકારનો જન્મ થયો છે. મને લાગે છે કે આ ફિલ્મ એક અભિનેતા મનોજ બાજપાઈ માટે એક નવી શરૂઆત છે.’’ અનુરાગ કશ્યપ કહે છે, હવે મનોજ પ્રકાશ ઝાની ‘ચક્રવ્યુહ’, સંજય ગુપ્તાની ‘શૂટ આઉટ એટ વડાલા’ નીરજ પાંડેની સ્પેશિયલ છબ્બીસ અને બેદબ્રતા પેનની ‘ચિત્તાગોંગ’માં જોવા મળશે.
આ નવી શરૂઆતના એક ભાગ રૂપે મનોજ હવે તેના પાત્રો તેને ઘરે લઈને જતો નથી. મનોજ અને તેની પત્ની શબાના (નેહા)ની મુલાકાત ૨૦૦૦ની સાલમાં એક પાર્ટીમાં થઈ હતી. ‘‘અમારા પ્રેમ સંબંધની શરૂઆતમાં તેને લાગતું હતું કે દર મહિને તે એક નવા જ પુરુષ સાથે ફરતી હતી.’’ આથી હવે તે શૂટંિગ પૂરું થાય પછી તેના પાત્રને ત્યાં જ મૂકીને આવે છે. સારા રોલ યોગ્ય સમયે તેને મળશે એની મનોજને ખાતરી છે. આથી આ ચંિતા કર્યાં વગર તે એક મ્યુઝિકલની તલાશ કરી રહ્યો છે. જે સ્ટેજ પર તેના પુનરાગમનનું નાટક બનશે.
ફૂરસદના સમયમાં તેને પ્રવાસ કરવાનો તેમજ વાચન અને ફિલ્મો જોવાનો શોખ છે. આ ઉપરાંત તેને દોઢ વર્ષની પુત્રી એવા નાયલા સાથે રમવું ગમે છે. વઘુ પૈસા કમાઈ લંડનમાં એક ઘર લેવાની ઇચ્છા છે. તેમજ ટૂંક સમયમાં તે તેની પુત્રીને પહેલી વાર તેના ગામ લઈ જવાની યોજના બનાવી રહ્યો છે. જ્યાં તેના મિત્રો અને પરિવાર તેને જોવા આતુર છે. ‘‘સારા પાત્રો મળે તો ઠીક છે હું ખુશ થઈશ અને ન મળે તો પણ મને એનો અફસોસ નથી,’’ સંતોષી જીવ મનોજ કહે છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved