Last Update : 24-August-2012,Friday

 

અનુષ્કા શર્મા ‘‘સ્વબળે આગળ આવી છું...’’

પ્રથમ ફિલ્મથી જ અનુષ્કા શર્મા તેની ઓળખ બનાવી શકી છે. અનુષ્કા શર્મા એક સીધી-સાદી ચુલબુલી યુવતી છે જેની સાથે દરેક યુવતી પોતાની જાતને સાંકળી શકે છે અને કદાચ આ જ વાત તેની લોકપ્રિયતા પાછળનું એક કારણ હોય તો નવાઈ નહીં! જોકે અનુષ્કાની ટેલન્ટ સામે પણ કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી.
સ્ટારડમ સાથે ટેન્શન પણ આવે છે. આ બંને એકબીજાના પર્યાય છે અને ૨૪ વરસની અનુષ્કા આ સાથે સમાધાન સાધી શકી છે. તેનું કહેવું છે. કોઈ પણ ક્ષેત્રમાં ટેન્શન તો રહે જ છે. પરંતુ તે જે ક્ષેત્રમાં છે એને કારણે તેના પર રહેતું દબાણ જાહેરમાં સ્પષ્ટ થાય છે તેને વિશે છપાતા સમાચારો સૌની નજરમાં પડે છે. આ દબાણને એક બીજા પ્રકારનું દબાણ માને છે. આવા દબાણનો સામનો કરવા માટે અનુષ્કાએ એક જ માર્ગ અપનાવ્યો છે અને એ માર્ગ સાવ સરળ છે. તે આ વાતને ગંભીરતાથી લેતી નથી. સફળતા તેમ જ નિષ્ફળતાને પણ તે તેના પર હાવી થવા દેતી નથી. પોતાનું કામ કરીને આગળ વધવાના મંત્રને તે અનુસારે છે. તેનું માનવું છે કે આ બધી બાબતો પર વિચાર કરતી બેસી રહેશે તો તે ગાંડી થઈ જશે.
એવા ઘણા સ્ટાર્સ છે જેમની ચોક્કસ અદાએ તેમને લોકપ્રિય બનાવ્યા પછી રિયલ લાઇફમાં પણ તેઓ આ જ રીતે વર્તે છે. ભૂતકાળના જમાનામાં આવા ઘણા ઉદાહરણો મોજૂદ છે. આ બાબતે અનુષ્કાનું કહેવું છે, તે જમાનો આજના જમાનાથી ઘણો અલગ હતો. આજે ફિલ્મ સર્જકો અને તેઓ જે પ્રકારની ફિલ્મો બનાવે છે એ વાસ્તવિકતાથી ઘણી નજીક છે. અગાઉ લોકો સિનેમાની તે જમાનાના કલાકારોની નકલ કરતા હતા. જ્યારે આજે અમે પબ્લિકની નકલ કરીએ છીએ. વાસ્તવિક્તાથી શક્ય એટલી નજીક રહેવાના પ્રયાસ થયા છે. કારણ કે આજે એ જ વસ્તુ કામ કરે છે.’’
અનુષ્કાની વાત છે તો તે ગ્લેમરસ ફન મુવીમાં પણ ઘણી રિયલ લાગે છે. આ બાબતે જે કાજોલ, રાણી મુખર્જી અને પ્રિટી ઝિન્ટા જેવી અભિનેત્રીઓને માર્ગે ચાલતી હોવાનું અનુષ્કા કબૂલે છે. આ અભિનેત્રીઓની જેમ તે તેના રિયલ અવતારને વળગી રહેવાનો પ્રયત્ન કરતી હોવાનું અનુષ્કા કહે છે.
શાહરૂખ ખાનની સામે તેમ જ યશ ચોપરાની પ્રોડક્શન હાઉસમાં આદિત્ય ચોપરાના દિગ્દર્શન હેઠળ પોતે લોન્ચ થઈ હોવાનો અનુષ્કાને ગર્વ છે. આ વાત નીકળતા જ તે ગર્વથી કહે છે, એક સ્ટાર સંતાનની જેમ જ તે લોન્ચ થઈ હતી. દરેક નવોદિત અભિનેત્રી કોઈ મોટી ફિલ્મ દ્વારા લોન્ચ થવાનું સપનું જુએ છે અને ભાગ્યે જ કોઈનું આ સપનું સાકાર થાય છે. તેનું આ સપનું સાકાર થયું હોવાનો આનંદ વ્યક્ત કરતા અનુષ્કાના ચહેરા પર ખુશી છવાઈ જાય છે.
કારકિર્દી દરમિયાન અનુષ્કાએ તેનાથી બમણી ઉંમર ધરાવતા અભિનેતાઓ સાથે બે ફિલ્મમાં રોમાન્સ કર્યો છે અને હવે યશ ચોપરા દિગ્દર્શિત ફિલ્મોમાં તે ફરી વાર શાહરૂખ સાથે કામ કરી રહી છે. આ વાત નીકળતા જ અભિનેત્રી કહે છે, ‘‘તમે કેમેરા સામે ઊભા રહો છો ત્યારે તમારી સામેની વ્યક્તિ શાહરૂખ ખાન છે અને એની ઉંમર તેમ જ અક્ષયકુમાર અને તેની ઉંમર તરફ ઘ્યાન આપતા નથી. કારણ કે, તમે આમ કરશો તો તમને સોંપવામાં આવેલા કામ પર તમે ઘ્યાન આપતા નથી એમ કહેવાશે. તમારી સામે કામે કલાકાર છે એ વિચારવાને બદલે તમારે તમારી સામેના પાત્ર વિશે વિચારવું જોેઈએ. હા, સેટ પર શૂટંિગ ચાલતું ન હોય ત્યારે તેમના પ્રત્યે સન્માનની લાગણી હોય છે. આથી તેમની સાથે તમે અમુક અંતર અને માન જાળવીને વર્તો છે. જ્યારે શાહિદ કપૂર અને રણવીર સંિહ જેવા યુવાન અભિનેતાએ સાથે કામ કરતી વખતે તમારી વચ્ચે એકબીજાની પીઠ પર ધબ્બા મારીને મજાક-મસ્તી કરવાના સંબંધો બંધાય છે. આ અનુભવ અલગ જ છે. પરંતુ શૂટંિગ કરતી વખતે મને કોઈ તફાવત ઘ્યાનમાં આવતો નથી.’’
બિગ લીગમાં સામેલ થવાની વાત છે તો, ‘‘ના, હું બિગ લીગમાં સામેલ નથી મારી પહેલી ફિલ્મ રિલીઝ થયા પછી મને લાગ્યું હતું કે હું રાતોરાત સ્ટાર બની જઈશ અને લોકો મારે વિશે જ વાત કરશે પરંતુ આમ થયું નહોતું કારણ કે એ ફિલ્મ ઘણી મોટી હતી. શાહરૂખ ખાન સાથેની પ્રથમ ફિલ્મ પછી દીપિકા પદુકોણને મળેલી સફળતા મને પણ મળશે એવી મારી અપેક્ષા હતી. પરંતુ મારી આ અપેક્ષા પૂરી થઈ નહોતી. હું રાતોરાત સ્ટાર બની ગઈ નહોતી. મારી પ્રથમ ફિલ્મ રિલિઝ થયાના છ મહિના પછી મેં મારી બીજી ફિલ્મનું શૂટંિગ શરૂ કર્યું હતું. આથી મારે વઘુ મહેનત કરીને મારી ઓળખ સ્થાપિત કરવી પડશે એ હું સમજી ગઈ હતી.
પ્રશંસા સાથે અનુષ્કાએ ટીકાઓના બાણોનો પણ સામનો કરવો પડ્યો છે. ‘‘એક વાર તો હું એનોરેક્સિક હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો. મારું વજન ઉતરી રહ્યું છે. હું જમીને તરત જ ઉલ્ટી કરીને ખાધેલું બહાર કાઢી નાખું છું એવા સમાચાર હતા, જેને કારણે મને ઘણું દુઃખ થયું હતું. કારણ કે આમ મેડિકલ સમસ્યાને કારણે થયું હતું. મને લાગે છે કે જેણે આમ લખ્યું હતું તેને એનોરેક્સિઆ શું છે એની ખબર જ નહીં હોય. મને આ સમસ્યા હોત તો મારે એનાથી છૂટકારો મેળવવા રિહેબ સેન્ટરમાં જવું પડ્યું હોત. મને ઘણું ખરાબ લાગ્યું હતું. કારણ કે, આ ટ્રેન્ડ ઘણી છોકરીઓએ અપનાવ્યો હોવાનું કહેવાયું હતું. સાચું કહું તો કોઈ છોકરી મારું અનુકરણ કરે એ મને પસંદ નથી. મારે કોઈના રોલ મોડેલ બનવું નથી. હું જેવી છું એવી જ છું. મારે જે કરવું એ હું કરું છું કારણ કે, હું જે કરું છું એ યોગ્ય જ છે એમ મને લાગે છે. તેમને માટે જે યોગ્ય લાગે એ જ લોકોે કરવું જોઈએ. મારું શરીર આવું જ છે અને એના કોઈ ફેર પડતો નથી,’’ પોતાના મનનો આક્રોશ વ્યક્ત કરતા અનુષ્કા કહે છે.
અનુષ્કાનો દાવો છે કે તે વ્યવસ્થિત ખાય છે અને તેનું વજન વધતું નથી. ‘‘શાહરૂખ સાથે એક વાર મારી આ બાબતે ચર્ચા પણ થઈ હતી તેણે મને કહ્યું હતું કે તેની પુત્રી સુહાના પણ મારા જેવી જ છે. તે તેના કરતા બમણું ખાતી હોવા છતા તેનું વજન વધતું નથી. આથી ઘણા લોકોના શરીરનો પ્રકાર જ આવો હોય છે. ઇમરાન ખાન પણ આવો જ છે. અને આ વાતની ઘણા પત્રકારોને ખબર હોતી નથી એમ મારો અનુભવ કહે છે,’’ પોતાની વાત આગળ વધારતા અનુષ્કા કહે છે.
અનુષ્કાના પિતા ઉત્તર પ્રદેશના તેમ જ માતા ગઢવાલની છે. અને તેણે તેનું મોટા ભાગનું જીવન દક્ષિણ ભારતમાં પસાર કર્યું છે. પરંતુ બે ફિલ્મોમાં પંજાબી યુવતીનું પાત્ર ભજવ્યું હોવાથી લોકો તેને પંજાબી માનવાની ભૂલ કરી બેઠા છે પરંતુ અનુષ્કાને આનો જરા પણ અફસોસ નથી.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved