Last Update : 24-August-2012,Friday

 

પ્રતીક ખોટી વાતોથી અફવાઓનો શિકાર

 

કોઈ મને મારે નામે બોલાવે છે ત્યારે મને એક નિર્મળ અને સુંદર વસ્તુનું પ્રતીક હોઉં એમ લાગે છે. આ ઉપરાંત હું સ્મિતા પાટીલનું પ્રતિક છું, જેને લોકોની પરવા હતી એવી લાગણી પણ મને થાય છે. આ પ્રશ્વ્નના ઉત્તર પર પાછો ફરું તો બબ્બર મારી અટક છે. મારા કાનુની દસ્તાવેજોમાં પણ આ અટક સામેલ છે. આથી
મને મારી અટક તેમજ પિતા સાથે કોઈ સમસ્યા નથી.

રાજ બબ્બર અને સ્મિતા પાટિલનો પુત્ર પ્રતીક ખોટા કારણોસર જ અખબારોના મથાળા બને છે. તેના નામ પાછળની બબ્બર અટક દૂર કરવા, અભિષેક બચ્ચનને જાહેરમાં તેના મોટા ભાઈ જેવો ગણવા, એમી જેકસન સાથેના પ્રેમસંબંધ અને તેના અંતને કારણે તેમજ જાહેરમાં તેની એક ભૂતપૂર્વ પ્રેમિકા સાથે તમાશો કરવાના કારણો માટે પ્રતીક અવારનવાર વિવાદમાં સપડાય છે. આ મુલાકાતમાં પ્રતીકે તેના જીવન અને વિવાદો વિશે નિખાલસતાથી વાત કરી છે...
અભિષેક બચ્ચન તારો મોટો ભાઈ છે એમ તે જાહેરમાં કરેલી વાતથી તારા સાવકા ભાઈ આર્ય બબ્બરને ઘણું માઠું લાગ્યું હતું અને તેણે જાહેરમાં તારી ઝાટકણી કાઢી હતી. આ વિશે તારે શું કહેવું છે?
મને લાગે છ ેકે આ વાત સમજવામાં લોકોએ ગેરસમજ કરી હતી. આ ઇન્ડસ્ટ્રીમાં મારાથી મોટા સૌને હું મોટા ભાઈ સમાન ગણું છું. મને મારા સિનિયરો પ્રત્યે માન છે. તેમને મારા કરતા વઘુ અનુભવ છે. આમ છતાં પણ આર્યએ તેનો જે રીતે પ્રત્યાઘાત આપ્યો હતો એની મને અપેક્ષા નહોતી. તેણે આ તોછડાઈભર્યું નિવેદન કર્યું હતું. મને એમ લાગે છે કે તેણે તરત જ આવો પ્રત્યાઘાત આપ્યો હતો. તેનો ઉદ્દેશ આવો નહીં હોય.
અચાનક જ તે તારી અટક દૂર કરી હતી લોકો આને પબ્લિસિટી સ્ટંટ કહેતા હતા.
મારા આ નિર્ણય પાછળ મારા પિતા કે તેમના પરિવારને કંઈ લાગતું વળગતું નથી તેમજ આ એક પબ્લિસિટી સ્ટંટ પણ નથી. આ પાછળ એક અંધશ્રદ્ધા કામ કરી ગઈ છે. હકીકતમાં તો મારી નાનીએ મને કહ્યું હતું કે બબ્બર અટક દૂર કર્યાં પછી જ્યોતિષ દ્રષ્ટિએ મને લાભ થશે. તેઓ મારા વાલી છે અને હું તેમના વિચારોને માન આપું છું. મારું નામ પ્રતિક કેમ પડ્યું હતું એની અત્યાર સુધી મને ખબર જ નહોતી.
તારું નામ પ્રતીક કેમ પાડવામાં આવ્યું હતું?
મારી મમ્મી સાડા આઠ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તે હોસ્પિટલમાં તેના ચેકઅપ માટે જતી હતી. તે કારમાં બેઠી હતી ત્યારે એક મોરચા તરફ તેની નજર ગઈ હતી આ બાબતે તેણે તપાસ કરી તો તેને જાણવા મળ્યું હતું કે તેમની માગણી સાથે ટેકનિશિયનોએ એક મોરચો કાઢ્‌યો છે. એક સેલિબ્રિટી હોવાને કારણે તેણે પણ તેમની સાથે આ મોરચામાં જોડાવાનું નક્કી કર્યું હતું. તે સ્પોટ બોય્‌સ, લાઈટમેન, મેક્પ આર્ટિસ્ટ અને ટેક્‌નિશિયનો સાથે આ મોરચામાં જોડાઈ હતી. એ મોરચા દરમિયાન તેણે કહ્યું હતુ ંકે મારું સંતાન જન્મશે તો તે આ મોરચાનું પ્રતીક હશે આ કારણે મારી નાનીએ મને પ્રતીક નામ આપ્યું હતું. આથી કોઈ મને મારે નામે બોલાવે છે ત્યારે મને એક નિર્મળ અને સુંદર વસ્તુનું પ્રતીક હોઉં એમ લાગે છે. આ ઉપરાંત હું સ્મિતા પાટીલનું પ્રતિક છું, જેને લોકોની પરવા હતી એવી લાગણી પણ મને થાય છે. આ પ્રશ્વ્નના ઉત્તર પર પાછો ફરું તો બબ્બર મારી અટક છે. મારા કાનુની દસ્તાવેજોમાં પણ આ અટક સામેલ છે. આથી મને મારી અટક તેમજ પિતા સાથે કોઈ સમસ્યા નથી.
ઇમરાન ખાન અને રણબીર કપૂર સાથે તે તારી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ બન્ને કલાકારો તેમની કારકિર્દી પર ઘણું ઘ્યાન આપી રહ્યા છે જ્યારે તુ તારી કારકિર્દીને ગંભીરતાથી લેતો નથી. શા માટે?
મેં ઇમરાન અને રણબીર સાથે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી એ વાત સાચી છે અને તેઓ તેમની કારકિર્દી ગંભીરતાથી લઈ રહ્યા હોવાની વાત સાથે પણ હું સંમત છું. હું જરા આળસુ છું. બાળપણથી જ મારો આવો જ સ્વભાવ છે. આ બહાનુ આગળ ધરી શકાય તેવું નથી એ પણ હું જાણું છું. પરંતુ, મેં નાની વયે મારી કારકિર્દી શરૂ કરી હોવાની વાત ઘ્યાનમાં લેવી જરૂરી છે. આ ઉંમરે મારાથી ભૂલો થઈ શકે છે અને મેં આ ભૂલો કરી એ પણ સારી વાત છે કારણ કે, એ સમયે તમને વિકાસ કરવાની અને ભૂલો સુધારવાની તક મળે છે. હું અહીં એક લાંબી ઇનંિગ રમવા માગું છું. મારી સફર ભલે થોડી ધીમી હશે. પરંતુ હું આગળ વધી રહ્યો છું મારી હજુ ઘણી લાંબી સફર કાપવાની છે એ પણ હું જાણું છું.
‘માય ફ્રેન્ડ પિન્ટો’ દરમિયાન સંજય ભણસાળી સાથે તને વાંકુ પડ્યું હતું. સેટ પર તુ મોડો આવતો હોવાથી તેઓ તારા પર નારાજ હતા. અને તને તેમની બીજી ફિલ્મોમાં લેવાનો વિચાર પણ તેમણે માંડી વાળ્યો હતો...
આ અફવા સાવ બકવાસ છે. સેટ પર હું ક્યારે પણ મોડો પડ્યો નહોતો. હા, આ ફિલ્મથી હું ખુશ નહોતો એ વાત સાચી છે. મને સંભળાવવામાં આવી હતી એના કરતા આ ફિલ્મનું ઘણી જુદી રીતે શૂટંિગ થયું હતું. અમારી અપેક્ષા કરતા ફિલ્મનું જુદી રીતે જ શૂટંિગ થયું હતું. એક કલાકાર તરીકે મને ઘણી નિરાશા થઈ હતી. કારણ કે અમે આમા અમારા લોહીનું પાણી કરીએ છીએ અને ઘણો સમય આપીએ છીએ. અને એ ફિલ્મ જે રીતે બનાવી જોઈએ એ રીતે બને નહીં તો ઘણું દુઃખ થાય છે. સાચું કહું તો ભણસાળી અને મારી વચ્ચે વઘુ સંપર્ક જ નહોતો. મોટે ભાગે દિગ્દર્શક જ અમારી વચ્ચેની કડી હતી. ભણસાળીને મારા પર આટલો બધો ગુસ્સો કેમ આવ્યો હતો એ હું જાણતો નથી. શકય છે કે અમુક દ્રશ્યોમાં મારો સારો દેખાવ ન હોવઆથી તેઓ ગુસ્સે થયા હોય. શક્ય છે કે મારી અપેક્ષા પણ વઘુ પડતી હશે...
યુવા વયમાં તે ડ્રગ અને દારૂનું સેવન કર્યું હતું...
દરેક કિશોર વયમાં આવા તબક્કામાંથી પસાર થાય છે. હા, હું બળવાખોર હતો. હું આ જ રીતે જન્મ્યો હતો. હું થોડો વઘુ પ્રમાણમાં બળવાખોર બન્યો હતો એ વાત સાચી છે. મને લાગે છે કે સમય મને શાંત બનાવશે. નાનો હતો ત્યારે હું મારાથી ઘણા મોટા છોકરાઓ સાથે ભળતો હતો. અને મને આવી આદત પડી ગઈ હતી. આ પછી મને રિહેબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અનુભવ ઘણો ખરાબ હતો. ત્યાં જેલ જેવું વાતાવરણ હતું. શરૂઆતનો તબક્કો મુશ્કેલ હતો. પરંતુ આમા ફાયદો જ થાય છે. તમારા દુર્ગુણમાંથી તમને મુક્તિ મળે છે. નેગેટિવ વિચારો દૂર થાય છે. આમા તમારે જ તમારી જાત સાથે લડીને આ આદતમાંથી બહાર નીકળવાનું છે.
તારી નાની અને માસી તારી પડખે છે અને તે સમયે પણ હતા....
હા, એ હું જાણું છું પરંતુ બીજા બાળકો પાસે તેમના માતા-પિતા હતા. જે તેમનો ઉછેર કરે છે. મારી પાસે બસ મારી નાની જ હતા અને મારી માતા હયાત નથી એ દુઃખ સાથે જ હું ઉછર્યો હતો. મારી મમ્મીની ફિલ્મો જોઈને મારી નાની રડતી હતી. તે મને મારી મમ્મી વિશે વાતો કરતી હતી. આ કારણે હું ઘણો ઉદાસ થતો હતો. એ પછી મેં તેને મારા પિતા વિશે પૂછવાનું શરૂ કર્યું હતું. મારા પિતા મારી સાથે કેમ નથી. એમ હું પૂછતો હતો. ૧૧ વર્ષનો હતો ત્યારથી જ મેં ડ્રગ લેવાની શરૂઆત કરી હતી. મને માનસિક શાંતિ આપે એવી કોઈ વસ્તુની મને તલાશ હતી. જે મને ઘર કે સ્કૂલમાં મળી નહોતી એની મને તલાશ હતી. રિહેબ સેન્ટરમાંથી પાછા ફર્યાં પછી મારી મુલાકાત સંજય દત્ત સાથે થઈ હતી તેમણે મને જોઈને જ ડ્રગની આદત છોડવાનું કહ્યું હતું. તેમણે મને તેમનો અનુભવ જણાવી આ આદત છોડવાની સલાહ આપી હતી. તે દિવસથી મેં ગંભીરતાથી મારી જાતને બદલવાની શરૂઆત કરી હતી. મારી નાની મને ઘણો પ્રેમ કરે છે અને મારા વર્તનથી તેમને દુઃખ થશે એ વાત હું સમજવા માંડ્યો હતો. હવે મારે મારી નાનીને ગર્વ થાય એવું કામ કરવું છે. તેણે મારે માટે ઘણું દુઃખ સહન કર્યું છે. હવે મેં ૧૮૦ ખૂણાનો વળાંક લઈને મારા કામને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી છે. મને માન આપતા લોકોને માન આપવાની અને મને પ્રેમ કરતા લોકોને પ્રેમ કરવાની મેં શરૂઆત કરી છે.
તો શું તારી નાની તારી બેસ્ટ ફ્રેન્ડ છે?
હા, જોકે તે મને સારા આઇડિયા આપતી નથી.. (સ્મિત ફરકાવે છે) આમ છતાં પણ તેની સાથે સમય પસાર કરવાનું મને ગમે છે.
તું રડે છે ખરો?
હા, મારું દિલ ભાંગી જાય ત્યારે હું ઘરે આવીને મારી નાની સાથે વાત કરીને મારું મન હળવું કરું છું. રડવું એ ગુનો નથી એમ હું ધારું છું.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved